60 કરોડનું ફાર્મ હાઉસ અને 4 કરોડની કાર, જાણો રિયલ લાઈફમાં ‘બાહુબલી પ્રભાસ’ નું નેટવર્થ

બોલિવુડ

પ્રભાસ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર છે. ફિલ્મ ‘બાહુબલી’ ની સફળતા પછી પ્રભાસની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પ્રભાસના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. આ દિવસોમાં તે આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ ને લઈને હેડલાઇન્સમાં છે. આજની આ પોસ્ટમાં આપણે પ્રભાસ વિશે વાત એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે ગઈ કાલે તેમનો જન્મદિવસ હતો. પ્રભાસ 41 વર્ષના થઈ ગયા છે. પ્રભાસના જન્મદિવસ પર તેમને અભિનંદન આપનારા લોકોની લાઈન લાગેલી છે. પ્રભાસનો જન્મ 23 ઓક્ટોબર 1973 માં ચેન્નઇમાં થયો હતો. ઘણા લોકોને ખબર નહીં હોય કે પ્રભાસનું અસલી નામ ‘ઉપ્પલાપતિ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ’ છે. બાહુબલી ફિલ્મ પછી લોકો પ્રભાસને ‘બાહુબલી’ ના નામથી ઓળખવા લાગ્યા છે.

પ્રભાસનું નામ પણ તે સ્ટાર્સમાં શામેલ છે, જેમને માત્ર સાઉથમાં જ નહિ પરંતુ હિન્દી સિનેમાના દર્શકો પણ પસંદ કરે છે. ‘બાહુબલી’ અને ‘બાહુબલી 2’ ની અપાર સફળતા પછી પ્રભાસને વૈશ્વિક સ્તરે ઓળખ મળવાનું શરૂ થયું છે. એમ કહેવું ખોટું નથી કે ફિલ્મોનો ‘બાહુબલી’ રિયલ લાઈફમાં પણ ‘બાહુબલી’ છે. આજની આ પોસ્ટમાં અમે તમને પ્રભાસની સંપત્તિ અને તેના નેટવર્થ વિશે જણાવી રહ્યા છીએ.

196 કરોડનું નેટવર્થ, વાર્ષિક આવક છે 45 કરોડ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 18 વર્ષ સુધી રહ્યા પછી પ્રભાસ સાઉથના સૌથી મોંઘા કલાકાર બની ગયા છે. જ્યારે પ્રભાસને બાહુબલી સિરીઝ માટે 25 કરોડ આપવામાં આવ્યા હતા, ત્યારે તેમને ફિલ્મ ‘સાહો’ માટે 30 કરોડ રૂપિયા મળ્યા હતા. સાથે જ તે અનેક લીડિંગ બ્રાન્ડ્સના એમ્બેસેડર પણ છે. તેઓ ફિલ્મો અને એડથી વાર્ષિક 45 કરોડની કમાણી કરે છે. હાલના આંકડા મુજબ પ્રભાસનું નેટવર્થ 196 કરોડ છે.

60 કરોડનું ફાર્મ હાઉસ: પ્રભાસ લક્ઝરી લાઇફ જીવવાનું પસંદ છે. હૈદરાબાદના સૌથી ખર્ચાળ અને પોશ વિસ્તારમાં પ્રભાસનું એક વૈભવી ફાર્મ હાઉસ છે, જ્યાં તે રહે છે. આ ફાર્મ હાઉસની કિંમત લગભગ 60 કરોડ છે. આ ફાર્મ હાઉસ તેણે 2014 માં ખરીદ્યું હતું. આ ફાર્મહાઉસની અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ફાર્મ હાઉસમાં જિમ, સ્વિમિંગ પૂલ, થિયેટર, સ્પોર્ટસ એરિયા ઉપરાંત પાર્ટી એરિયા પણ છે. પ્રભાસને જોઈને કોઈ પણ જણાવી શકે છે કે તે ફિટનેસ ફ્રીક છે અને કદાચ આ જ કારણ છે કે વર્ક આઉટ કરવા માટે તેમણે જીમ પર 1.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેના જીમમાં વર્કઆઉટ્સ માટેના તમામ સાધનો ઉપલબ્ધ છે.

લક્ઝરી અને મોંઘી ગાડીઓ: પ્રભાસ પાસે એક કે બે નહિં પરંતુ ઘણી ગાડિઓ છે અને આ બધી ગાડીઓની કિંમત લાખો-કરોડોમાં છે. પ્રભાસ પાસે 8 કરોડની રોલ્સ રોયસ ફેન્ટમ છે. તે ઘણીવાર આ કારમાં મુસાફરી કરતા જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે તે દુનિયાની સૌથી મોંઘી ગાડી છે. આ સિવાય તેની પાસે 3.89 કરોડની રેન્જ રોવર છે. આટલું જ નહીં, પ્રભાસ પાસે જગુઆર એક્સજેઆર પણ છે, જેની કિંમત 2 કરોડ છે. લિસ્ટ અહિં જ પૂર્ણ થતું નથી, પ્રભાસ પાસે BMW X3 પણ છે, જેની કિંમત 68 લાખ છે. જણાવી દઈએ કે પ્રભાસને માત્ર ગાડીઓનો જ શોખ નથી પરંતુ, બાઇકનો પણ શોખ છે. તેના કલેક્શનમાં ઘણી મોંઘી બાઇકો પણ છે. પ્રભાસનું નામ તે અભિનેતાઓમાં પણ શામેલ છે જે સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. તેમની કમાણીનો મોટો ભાગ તે દાનમાં આપે છે.

‘આદિપુરુષ’ છે આગામી ફિલ્મ: તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રભાસે ફિલ્મ આદિપુરુષનો પહેલો લુક શેર કર્યો હતો. ફિલ્મના પોસ્ટરને શેર કરતાં પ્રભાસે લખ્યું હતું, “બુરાઈ પર અચ્છાઈકી જીત કા જશ્ન”. આ એક એક્શન ફિલ્મ હશે, જેનું શૂટિંગ 2021 ની શરૂઆતથી શરૂ થશે. આ ફિલ્મનું શૂટિંગ હિન્દી ઉપરાંત તેલુગુમાં પણ કરવામાં આવશે. વર્ષ 2022 માં તેને ડબ કરીને મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે. બાહુબલીની અપાર સફળતા પછી ચાહકો આ મેગા બજેટ મૂવીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

69 thoughts on “60 કરોડનું ફાર્મ હાઉસ અને 4 કરોડની કાર, જાણો રિયલ લાઈફમાં ‘બાહુબલી પ્રભાસ’ નું નેટવર્થ

 1. Hello my family member! I want to say that this article is awesome, nice written and include almost all important infos.I’d like to see extra posts like this .

 2. fantastic issues altogether, you just won a logo newreader. What might you recommen in regards tto your put up that yousimply made a few days iin tthe past? Anny positive?

 3. I wanted to thank you for this fantastic read!! I certainly loved every little bit of it. I have got you saved as a favorite to check out new things you postÖ

 4. Your style is very unique in comparison to other people I have read stuff from. I appreciate you for posting when you have the opportunity, Guess I will just bookmark this blog.

 5. I do consider all of the ideas you have introduced on your post.They are really convincing and can definitely work. Nonetheless, the posts are too brief for novices.Could you please prolong them a bit from next time?Thanks for the post.

 6. Thanks for some other great post. Where else may just anybody get that type of info in such an ideal approach of writing? I have a presentation next week, and I am on the search for such information.

 7. Everyone loves what you guys are usually up too. This sort of clever work andcoverage! Keep up the great works guys I’ve included you guys to my own blogroll.

 8. I believe everybody went like Ones New website, reason being things like this site without doubt has a article on quality. I loved read A New content. go on To remain a useful article, I will avail Once more by One additional time. Bless you.

 9. 716533 730871Hi! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any ideas? 307239

 10. I wanted to thank you for this very good read!! I absolutely loved every bit of it. I have got you saved as a favorite to look at new things you post…

 11. หนังการ์ตูนหนังครอบครัวหนังจินตนาการหนังนิยายวิทยาศาสตร์หนังผจญภัย Comedy ภาพยนตร์ตลก เบาสมอง เหมาะกับคนที่ต้องการดูเพื่อการพักผ่อน ไม่ต้องคิดอะไรมาก

 12. My brother recommended I would possibly like this blog.He was totally right. This submit truly made my day.You can not consider just how much time I had spent for this info!Thanks!

 13. I was recommended this blog through my cousin. I’m no longer positive whether or not this post is written by means of him as nobody else recognise such specified about my trouble. You are incredible! Thank you!

Leave a Reply

Your email address will not be published.