વિક્કી-કેટરીના પહેલા આ 6 સ્ટાર્સે રાજસ્થાનમાં રોયલ સ્ટાઈલમાં કર્યા છે લગ્ન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

ગુરુવારે (9 ડિસેમ્બર) ની સાંજે વિકી કૌશલ અને કેટરિના કૈફે રાજસ્થાનના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટમાં રોયલ સ્ટાઈલમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. આ લગ્નની બોલીવુડ અને ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કપલે રાજસ્થાનના સિક્સ સેંસેસ ફોર્ટમાં રાજસ્થાની ઠાઠ-બાઠની વચ્ચે સાત ફેરા લીધા અને પોતાના જીવનની નવી સફરની શરૂઆત કરી.

વિકી અને કેટરીનાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો શેર કરી છે. કપલે મુંબઈ છોડીને રાજસ્થાનમાં રોયલ સ્ટાઈલમાં લગ્ન કરીને પોતાના લગ્નને ખૂબ જ ખાસ અને યાદગાર બનાવ્યા. જો કે વિકી અને કેટરીના પહેલા બોલિવૂડના ઘણા સેલેબ્સ રાજસ્થાનમાં ભવ્ય લગ્ન કરી ચુક્યા છે. ચાલો અમે તમને તે સ્ટાર્સ વિશે જણાવીએ.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ: હિન્દી સિનેમા અને હોલીવુડની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ત્રણ વર્ષ પહેલા અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2018માં રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા.

રાજસ્થાનમાં કપલના લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા. પ્રિયંકા અને નિકે પહેલા રાજસ્થાનમાં હિંદુ રીતિ-રિવાજ સાથે સાત ફેરા લઈને લગ્ન કર્યા હતા, પછી કપલના ક્રિશ્ચિયન લગ્ન થયા હતા. બંનેના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ચાહકોની ખૂબ પ્રશંસા મેળવી હતી.

એલિઝાબેથ હર્લે અને અરુણ નાયર: ખાસ વાત એ છે કે રાજ્સ્થાનમાં માત્ર બોલીવુડ સ્ટાર્સ જ નહિં પરંતુ હોલીવુડ અને વિદેશી સ્ટાર્સે પણ પોતાના લગ્ન કર્યા છે. રાજસ્થાનની ધરતી પર હોલિવૂડ અભિનેત્રી એલિઝાબેથ હર્લે પણ લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. તેમણે બિઝનેસમેન અરુણ નાયર સાથે રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે આ કપલના લગ્ન વર્ષ 2007માં થયા હતા પરંતુ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બંને વર્ષ 2011માં અલગ થઈ ગયા હતા.

રવિના ટંડન અને અનિલ થડાની: હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને અક્ષય કુમાર અને અજય દેવગણ જેવા સ્ટાર્સ સાથે ઈશ્ક લડાવ્યા પછી છેવટે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 2004માં ઉદયપુરના જગ મંદિરમાં થયા હતા. રવીના અને અનિલના લગ્નને ધ્યાનમાં રાખીને ઉદયપુર પેલેસને ખાસ રીતે સજાવવામાં આવ્યો હતો. રવિના અને અનિલ હવે એક પુત્ર અને એક પુત્રીના માતા-પિતા છે.

નીલ નીતિન મુકેશ અને રૂકમણી સહાય: અભિનેતા નીલ નીતિન મુકેશે પણ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. તેમની પત્ની બની હતી રૂકમણી સહાય. જણાવી દઈએ કે નીલ નીતિને પોતાની ગર્લફ્રેન્ડ રૂકમણી સાથે વર્ષ 2017માં રાજસ્થાનની ધરતી પર સાત ફેરા લીધા હતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ કપલના રોયલ લગ્ન ઉદયપુરના રેડિસન બ્લુ રિસોર્ટમાં થયા હતા. લગ્નમાં ઘણી લોકપ્રિય બોલીવુડ હસ્તીઓ શામેલ થઈ હતી.

શ્રિયા સરન અને આન્દ્રે કોચસીવ: શ્રિયા સરન દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાના વિદેશી બોયફ્રેંડ આંદ્રેઈ કોચસીવ સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 2018માં ઉદયપુરના દેવગઢ પેલેસમાં થયા હતા. જોકે કપલના લગ્ન ખૂબ જ ગુપ્ત રીતે થયા હતા.