અમીષા પટેલથી લઈને રણવીર સિંહ સુધી આ 6 સ્ટાર્સે વિદેશમાં મેળવી છે ડીગ્રિઓ, જાણો કેટલું ભણેલા છે તમારા આ ફેવરિટ સ્ટાર્સ

બોલિવુડ

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેલેંટેડ સ્ટાર્સની કોઈ કમી નથી અને બોલીવુડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પોતાની દમદાર એક્ટિંગ અને સુંદરતાની સાથે-સાથે પોતાના હાયર એજ્યુકેશન માટે પણ પ્રખ્યાત છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે ફિલ્મી લાઈનના અભ્યાસથી અલગ અન્ય વિષયોમાં વિદેશથી ડિગ્રી મેળવી છે અને આજના અમારા આ લેખ દ્વારા અમે તમને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કેટલાક એવા પ્રખ્યાત કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે વિદેશી યુનિવર્સિટીમાંથી પોતાનું હાયર એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું છે, તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કયા-ક્યા સ્ટાર્સના નામ શામેલ છે.

અમીષા પટેલ: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અમીષા પટેલ ફિલ્મ ઈંડસ્ટ્રીની સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે અને તેણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપર ડુપર હિટ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. અમીષા પટેલ પોતાની ફિલ્મોની સાથે-સાથે પોતાની સુંદર અને બોલ્ડ સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે અને આ ઉપરાંત અમીષા પટેલ પોતાના હાયર એજ્યુકેશન માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. ખરેખર અમીષા પટેલે બોસ્ટન યુનિવર્સિટીમાંથી બાયો-જેનેટિક એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.

રણદીપ હુડ્ડા: આ લિસ્ટમાં બોલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડાનું નામ પણ શામેલ છે અને રણદીપ હુડ્ડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તે અભિનેતાઓમાંથી એક છે જેમણે પોતાની જબરદસ્ત એક્ટિંગથી ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને વર્તમાન સમયમાં રણદીપ હુડ્ડાનું નામ બોલિવૂડના ખૂબ જ લોકપ્રિય અભિનેતાઓના લિસ્ટમાં શામેલ થઈ ચુક્યું છે. રણબીર હુડ્ડા પોતાની શ્રેષ્ઠ એક્ટિંગની સાથે-સાથે પોતાના હાયર એજ્યુકેશન માટે પણ પ્રખ્યાત છે અને તેમણે મેલબર્નથી બિઝનેસ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

સોનમ કપૂર: બોલિવૂડની ફેશન ક્વીન કહેવાતી સોનમ કપૂર માત્ર પોતાની સુંદરતા, એક્ટિંગ અને સ્ટાઇલિશ સ્ટાઈલ માટે જ નહીં પરંતુ પોતાના એજ્યુકેશન માટે પણ પ્રખ્યાત છે અને તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે ઈસ્ટ લંડન યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને તેણે સિંગાપોરથી પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સોનમ કપૂરનું નામ બોલિવૂડની સૌથી શિક્ષિત અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ છે.

પરિણીતી ચોપરા: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને પરિણીતી ચોપરા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાંથી એક છે જેમણે પોતાની મહેનત અને કુશળતાના આધારે બોલિવૂડમાં મોટું સ્થાન મેળવ્યું છે. પરિણીતી ચોપરા પોતાના એજ્યુકેશન માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે અને તેમણે યુકે મૈનચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં ટ્રિપલ ઓનર્સની ડિગ્રી મેળવી છે.

સોહા અલી ખાન: બોલિવૂડ અભિનેત્રી અને પટૌડી પરિવારની પુત્રી સોહા અલી ખાનનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને તમને જણાવી દઈએ કે સોહા અલી ખાને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મોડર્ન હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે અને આ ઉપરાંત તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી ઈન્ટરનેશનલ રિલેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

રણવીર સિંહ: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ પણ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ ભણેલા અભિનેતાઓમાંથી એક છે અને તેમણે યૂએસ ની ઈંડિયાના પૂનીવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.