અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધીના આ 6 સ્ટાર્સે પોતાની કમાણીથી ખરીદી હતી આ પહેલી કાર, જુવો તેમની તસવીરો

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઝની લાઈફસ્ટાઈલ જાણવા માટે દરેક લોકો ખૂબ જ આતુર રહે છે. આટલું જ નહીં પરંતુ તેમણે પહેલી કાર કઈ ખરીદી હતી તે જાણવા માટે પણ લોકો ખૂબ આતુર રહે છે.

સલમાન ખાન: સલમાન ખાનની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે તેમણે પોતાની પહેલી કાર ટ્રિમ્ફ હેરાલ્ડ ખરીદી હતી. જેનો ઉપયોગ ઋષિ કપૂરે 1985માં આવેલી ફિલ્મ ‘ઝમાના’માં કર્યો હતો. આ સાથે તમને જણાવી દઈએ કે સલમાન ખાનની આ કાર સેકન્ડ હેન્ડ હતી.

શાહરૂખ ખાન: બોલિવૂડના કિંગ તરીકે ઓળખાતા શાહરૂખ ખાન આજના સમયમાં અઢળક સંપત્તિના માલિક છે. તેઓ લાંબી-લાંબી લક્ઝરી કારમાં મુસાફરી કરે છે. પરંતુ તેમણે પોતાની પહેલી કાર મારુતિ ઓમની ખરીદી, જે તેને તેની માતાએ ગિફ્ટમાં આપી હતી.

અક્ષય કુમાર: અક્ષય કુમાર આજના સમયમાં ખૂબ જ લક્ઝુરિયસ લાઈફ જીવે છે અને તમને જણાવી દઈએ કે તેમને કારનો ખૂબ શોખ છે. જણાવી દઈએ કે તેમણે સૌથી પહેલી કાર ફિયાટ પદ્મિની ખરીદી હતી. જેનું નિર્માણ 1964 થી 2001 વચ્ચે થયું હતું.

અમિતાભ બચ્ચન: બોલિવૂડના બિગ બી કહેવાતા અમિતાભ બચ્ચને પોતાની પાસે કારનું એક મોટું કલેક્શન ભેગું કર્યું છે. તમને જણાવી દઈએ કે તેમણે પોતાની પહેલી કાર સેકન્ડ હેન્ડ ફિએટ 1100 ખરીદી હતી.

સચિન તેંડુલકર: સચિન તેંડુલકર ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રહી ચૂક્યા છે અને તમને જણાવી દઈએ કે તેમણે દુનિયાભરમાં પોતાનું નામ પણ બનાવ્યું છે. આટલું જ નહીં, તેમને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે અને તેમણે પોતાની પહેલી કાર મારુતિ 800 ખરીદી હતી. આ કાર તેમણે 1980માં ખરીદી હતી.

રજનીકાંત: તમિલ ફિલ્મોના જાણીતા અભિનેતા કહેવાતા સુપરસ્ટાર રજનીકાંત આજના સમયમાં કોઈ ઓળખના મોહતાજ નથી. જણાવી દઈએ કે તેમણે પોતાની પહેલી કાર પ્રીમિયમ પદ્મિની ખરીદી હતી, જેને તેમણે આજના સમયમાં પણ ખૂબ સારી સ્થિતિમાં રાખી છે.