પત્નીને છુટાછેડા આપીને લોહીના આંસૂ રડ્યા આ 6 અભિનેતા, રિતિકે છુટાછેડા માટે પત્નીને આપ્યા હતા આટલા અધધધ કરોડ

બોલિવુડ

બોલિવૂડમાં અવારનવાર સેલેબ્સ વચ્ચે સંબંધ બનતા અને બગડતા રહે છે. પ્રખ્યાત સિંગર અને રેપર હની સિંહે પોતાની પત્ની સાથે ઓફિશિયલ રીતે છૂટાછેડા લીધા છે. તેના બદલામાં તેમની પત્ની શાલિની તલવારે તેમની પાસે 10 કરોડ રૂપિયાની એલિમોની માંગી હતી પરંતુ હનીએ તેને 1 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. જો કે, ઘણા કલાકારોએ છૂટાછેડાના બદલામાં તેમની પત્નીઓને મોટી રકમ આપી છે. ચાલો તમને બોલીવુડના કેટલાક મોંઘા છૂટાછેડા વિશે જણાવીએ.

રિતિક રોશન-સુઝૈન ખાન: વર્ષ 2000માં સુપરસ્ટાર રિતિક રોશને સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે 14 વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતા. વર્ષ 2000માં થયેલા લગ્ન વર્ષ 2014માં છૂટાછેડા સાથે સમાપ્ત થયા હતા. સુઝૈને રિતિક પાસેથી 400 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. તેના બદલામાં રિતિકે સુઝૈનને 380 કરોડ રૂપિયા આપ્યા હતા. રિતિક અને સુઝૈનના છૂટાછેડા માત્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને દેશમાં જ નહીં પરંતુ દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા છે.

મલાઈકા અરોરા-અરબાઝ ખાન: મલાઈકા અને અરબાઝ ખાને એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કરી હતી. ત્યાર પછી વર્ષ 1998માં મુસ્લિમ અને ક્રિશ્ચિયન રીતે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2017માં બંનેએ પોતાના 19 વર્ષ જૂના લગ્ન તોડી નાખ્યા હતા. કહેવાય છે કે મલાઈકાએ અરબાઝ ખાન પાસેથી 15 કરોડ રૂપિયાની એલિમની માંગી હતી અને અરબાઝે મલાઈકાની આ માંગ પૂરી કરી હતી.

આમિર ખાન-રીના દત્તા: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાનએ બે લગ્ન કર્યા છે. તેના બંને લગ્ન નિષ્ફળ રહ્યા છે. આમિરના પહેલા લગ્ન બોલિવૂડમાં હીરો તરીકે કામ કરતા પહેલા જ વર્ષ 1986માં રીના દત્તા સાથે થયા હતા. પરંતુ લગ્નના 16 વર્ષ પછી 2002માં આમિર અને રીના દત્તાને છૂટાછેડા લેવા પડ્યા હતા. તેના બદલામાં આમિરે તેની પત્નીને 50 કરોડ રૂપિયા આપ્યા હતા.

સૈફ અલી ખાન-અમૃતા સિંહ: વર્ષ 1991માં માત્ર 20 વર્ષની ઉંમરમાં સૈફ અલી ખાને 32 વર્ષની અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. સાથે જ બંને વર્ષ 2004 માં છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. છૂટાછેડા પછી સૈફે અમૃતાને 2.5 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે હવે તે અમૃતાને દર મહિને 1 લાખ રૂપિયા આપે છે.

ધનુષ-એશ્વર્યા: દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય અભિનેતા ધનુષે સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી એશ્વર્યા સાથે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા, જ્યારે આ વર્ષની શરૂઆતમાં બંનેએ છૂટાછેડા લીધા હતા. પરંતુ એ માહિતી મળી નથી કે ધનુષ એ એશ્વર્યાને એલિમની આપી છે કે નહિં અને આપી છે તો કેટલી આપી.

કરિશ્મા કપૂર સંજય કપૂર: પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરના લગ્ન વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા. સાથે જ વર્ષ 2016 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછી સંજયે કરિશ્માને 14 કરોડ રૂપિયા આપ્યા હતા જ્યારે હવે દર મહિને સંજય કરિશ્માને 10 લાખ રૂપિયા આપે છે.