બોલીવુડના આ 6 સ્ટાર્સ તેમના બાળકોને કરે છે ખૂબ જ પ્રેમ, શરીર પર બનાવ્યું છે તેમના નામનું ટેટૂ, જુવો તેમના આ ખાસ ટેટૂની તસવીરો

બોલિવુડ

આજે, અમારી આ પોસ્ટ દ્વારા, અમે તમને ફિલ્મી દુનિયા સાથે સંબંધ ધરાવતા કેટલાક એવા સ્ટાર્સનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના બાળકો પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે પોતાના શરીર પર તેમના નામનું ટેટૂ બનાવ્યું છે.

અક્ષય કુમાર: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આજે ઈન્ડસ્ટ્રીના ટોપ અભિનેતામાં શામેલ થઈ ચુક્યા છે અને તેની સાથે આજે અક્ષય કુમાર એક પરફેક્ટ ફેમિલી મેન તરીકે પણ ઓળખાય છે. જણાવી દઈએ કે, અભિનેતા અક્ષય કુમાર પોતાના બાળકો સાથે ખૂબ જ જોડાયેલા રહે છે અને તેમની સાથે ખાસ લગાવ છે, અને આ જ કારણથી તેમણે તેમની પીઠ પર પુત્ર આરવનું નામ અને જમણા ખભા પર પુત્રી નિતારાનું નામ લખાવ્યું છે.

અર્જુન રામપાલ: હિન્દી સિનેમાના ખૂબ જ સુંદર અને સ્માર્ટ અભિનેતાઓમાં શામેલ અભિનેતા અર્જુન રામપાલનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. તેમણે પોતાની બંને પુત્રીઓ માયરા અને મિહિકાના નામ પોતાના બંને હાથ પર લગાવ્યા છે. તેનાથી તે વાત સ્પષ્ટ છે કે અભિનેતા અર્જુન રામપાલ તેમની બંને પુત્રીઓને ખૂબ પ્રેમ કરે છે, અને તેથી જ તે હંમેશા તેમની યાદોને પોતાની સાથે રાખવા ઈચ્છે છે.

અજય દેવગણ: આ લિસ્ટમાં આગળનું નામ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દમદાર એક્શન અભિનેતા અજય દેવગણનું છે, જે રિયલ લાઈફમાં ખૂબ જ શરમાળ સ્વભાવના છે અને આવી સ્થિતિમાં તે પોતાની લાગણીઓ ખૂબ ઓછી વ્યક્ત કરે છે. પરંતુ, તેમણે પોતાની છાતીની ડાબી બાજુએ પોતાની પુત્રી ન્યાસા માટે એક ટેટૂ કરાવ્યું છે, તેથી તે કહેવા માટે પૂરતું છે કે અજય દેવગણ તેની પુત્રીને કેટલો પ્રેમ કરે છે.

રવિના ટંડન: 90ના દાયકાની ટોપ અભિનેત્રીઓમાં શામેલ અભિનેત્રી રવિના ટંડને પોતાના ડાબા ખભા પર એક ખાસ ટેટૂ કરાવ્યું છે, જેમાં તેણે પોતાના બંને બાળકો વરદાન અને વિશાખાનું નામ ખૂબ જ સુંદર કેલીગ્રાફી ફોંટ્સમાં લખાવ્યું છે. અભિનેત્રી રવિના ટંડન ઘણી વખત તસવીરોમાં પણ તેના ટેટૂને ફ્લોન્ટ કરતા જોવા મળે છે.

ઈમરાન ખાન: આ લિસ્ટમાં આગળનું નામ બોલિવૂડના ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ અભિનેતા ઈમરાન ખાનનું છે, જે ખૂબ જ સારા પિતા પણ છે. ઈમરાન ખાન વિશે વાત કરીએ તો, તે તેની પુત્રીને એટલો પ્રેમ કરે છે કે તેમણે પોતાની પુત્રીના નાના પગલાને ટેટૂ તરીકે પોતાની છાતી પર બનાવ્યું છે.

સુષ્મિતા સેન: બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન આજે ભલે રિયલ લાઈફમાં સિંગલ છે, પરંતુ તે પોતાના બે દત્તક લીધેલા બાળકોની માતા જરૂર બની ચુકી છે, જેને તે ખૂબ જ પ્રેમ કરે છે. અને તેણે પોતાના બાળકો માટે ખૂબ જ ખાસ ટેટૂ પણ બનવયું છે. સુષ્મિતા સેને તેના શરીર પર તેના બે બાળકો રેહની અને અલીશાના નામનું ટેટૂ બનાવ્યું છે.

મોહિત સૂરી: આ લિસ્ટમાં છેલ્લું નામ મોહિત સૂરીનું છે, જે કોઈ અભિનેતા નહીં પરંતુ એક ફિલ્મ નિર્દેશક છે. ફિલ્મ આશિકી 2 ના નિર્દેશક મોહિત સૂરી વિશે વાત કરીએ તો, તેમણે પોતાની ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’નું શૂટિંગ શરૂ કર્યું તે પહેલા તેના જમણા હાથ પર તેની પુત્રીનું નામ લખાવ્યું હતું.