શાહરૂખથી લઈને સની દેઓલ સુધી આ 6 સ્ટાર્સ બુલેટપ્રૂફ કારમાં કરે છે સફર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડમાં કામ કરતા દરેક મોટા સ્ટાર પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની સંપત્તિ માટે પણ પ્રખ્યાત છે. કોઈ પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે તો કોઈ પાસે કરોડોની લક્ઝરી કાર છે. શાહરૂખ ખાન, આમિર ખાન હોય કે પછી સની દેઓલ, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આ કલાકારો એક ખાસ ઓળખ ધરાવે છે અને ક્યારેક ક્યારેક તેમની લોકપ્રિયતા તેમના માટે મુશ્કેલી બની જાય છે. ઘણી વખત ચાહકોની ભારે ભીડથી બચવા માટે તેમને અનેક પ્રકારની સુરક્ષા અપનાવવી પડે છે. કોઈ ખરાબ અકસ્માત અથવા ખરાબ પરિસ્થિતિઓથી બચવા માટે આ મોટા સુપરસ્ટાર કરોડોની કારનો ઉપયોગ કરે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ બોલીવુડના કેટલાક એવા જ સ્ટાર્સ વિશે જેમની પાસે બુલેટપ્રૂફ કાર છે.

શાહરૂખ ખાન: આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન નું. શાહરૂખ ખાન પોતાની ફિલ્મો દ્વારા ચાહકોનું દિલ જીતી લે છે પરંતુ તે પોતાની કરોડોની સંપત્તિ માટે પણ પ્રખ્યાત છે. શાહરૂખ ખાન પણ મોંઘી કારના શોખીન છે. આવી સ્થિતિમાં તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ S600 ગાર્ડ પણ છે, જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. શાહરૂખ ખાનની આ કાર બુલેટ પ્રુફ છે. આ ઉપરાંત પણ શાહરૂખ પાસે ઘણી લક્ઝરી કાર છે.

આમિર ખાન: શાહરૂખ ખાનની જેમ આમિર ખાને પણ બોલિવૂડ દુનિયામાં એક અલગ જ સ્થાન મેળવ્યું છે. આમિર ખાન પોતાની ફિલ્મો માટે ખૂબ જ પ્રખ્યાત છે અને જ્યારે પણ તેની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે તે બોક્સ ઓફિસ પર ખુબ ધૂમ મચાવે છે. આમિર ખાન પાસે પણ મર્સિડીઝ બેન્ઝ S600 ગાર્ડ બુલેટ પ્રૂફ કાર છે.

રિતિક રોશન: ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ દ્વારા બોલિવૂડની દુનિયામાં પગ મુકનાર રિતિક રોશન આજે ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટારમાંથી એક છે. રિતિક પોતાના ડાન્સ માટે પ્રખ્યાત છે. તે કરોડોના માલિક પણ છે. જોકે રિતિક પાસે ઘણી કાર છે. પરંતુ તેમની પાસે પણ મર્સિડીઝ-બેન્ઝ-વી-ક્લાસ બુલેટ પ્રૂફ કાર છે.

પ્રિયંકા ચોપરા: બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાની લાઈફસ્ટાઈલ માટે ખૂબ પ્રખ્યાત છે. અન્ય સુપરસ્ટારની જેમ પ્રિયંકા ચોપરા પાસે પણ બુલેટ પ્રુફ કાર છે. પ્રિયંકાની કારનું નામ રોલ્સ રોયસ ફેન્ટમ છે. આ ઉપરાંત પણ પ્રિયંકા પાસે ઘણી લક્ઝરી કારનું કલેક્શન છે.

કંગના રનૌત: પોતાના બેબાક નિવેદન માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌત અવારનવાર વિવાદોમાં રહે છે. કંગનાનું નામ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલું રહે છે. જોકે કંગના પોતાની સુંદર એક્ટિંગ અને સ્ટેટસ માટે પણ પ્રખ્યાત છે. જણાવી દઈએ કે કંગના પાસે BMW 7 સિરીઝ ગાર્ડ કાર પણ છે જે બુલેટ પ્રૂફ છે.

સની દેઓલ: પોતાની જોરદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતનાર અભિનેતા સની દેઓલ પાસે ઘણી કાર છે. સની દેઓલ લક્ઝરી કારના શોખીન છે. તેમાંથી એક સની દેઓલની ઓડી કાર સંપૂર્ણરીતે બુલેટ પ્રૂફ છે. રિપોર્ટનું માનીએ તો સની દેઓલની આ કારમાં જો 47 ગોળીઓ વાગી જાય તો પણ તેની કોઈ અસર નહીં થાય. આ ઉપરાંત સની દેઓલ પાસે ઓડી A8 અને રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી જેવી ઘણી લક્ઝરી કાર છે.