બોલિવૂડના આ 6 સ્ટાર્સે આજ સુધી લગ્ન કર્યા નથી, તેમનું સિંગલ રહેવા પાછળ આ છે મોટું કારણ

બોલિવુડ

લગ્ન ભારતીય સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ બદલાતા સમયની સાથે લોકો લગ્નનો નિર્ણય લેતા પહેલા યોગ્ય સમયની રાહ જુએ છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા એવા જ કેટલાક બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે લગ્ન કરવાને બદલે સિંગલ રહેવાનું પસંદ કર્યું. આ લિસ્ટમાં સલમાન ખાન એકમાત્ર એવા અભિનેતા નથી જેમણે આજ સુધી લગ્ન નથી કર્યા, પરંતુ અન્ય ઘણા એવા સેલેબ્સ જેમણે આજ સુધી લગ્ન નથી કર્યા.

અમીષા પટેલ: ‘કહો ના પ્યાર હૈ’ની પ્રખ્યાત અભિનેત્રી અમીષા પટેલે આજ સુધી કોઈ સાથે લગ્ન નથી કર્યા, તે પોતાનું જીવન એકલા જીવી રહી છે. માહિતી માટે જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુ દરમિયાન અમીષા પટેલે લોકોને કહ્યું હતું કે તેમના માટે એક છોકરો શોધવામાં આવે અને ત્યાર પછી તે લગ્ન કરશે.

લતા મંગેશકર: હિન્દી સિનેમા જગતની સ્વર કોકિલા કહેવાતી લતા મંગેશકરે ખૂબ જ નાની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવ્યા હતા. જેના કારણે આખા પરિવારની જવાબદારી તેના ખભા પર આવી ગઈ અને પરિવારની જવાબદારી નિભાવવામાં તે એટલા ફસાઈ ગયા કે તેમણે ક્યારેય લગ્ન કરવા વિશે વિચાર્યું નહિં અને તેણે લગ્ન કર્યા વગર જ આ દુનિયાને અલવિદા કહી દીધું.

રણદીપ હુડ્ડા: માહિતી માટે જણાવી દઈએ કે હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતા રણદીપ હુડ્ડા એ સુષ્મિતા સેન અને ચંદ્રાને ડેટ કરી હતી, પરંતુ અત્યાર સુધી તેમણે કોઈ સાથે લગ્ન કર્યા નથી. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તે લગ્નના નિર્ણયની આસપાસ પણ નથી પહોંચ્યા.

સલમાન ખાન: હિન્દી સિનેમા જગતમાં દબંગ ખાનના નામથી ઓળખાતા દિગ્ગ્ઝ અભિનેતા સલમાન ખાનને તમે બધા જાણો છો. જેમ કે તમે બધા જાણો છો કે સલમાન ખાનનું હિન્દી સિનેમાની ઘણી દિગ્ગજ અભિનેત્રીઓ સાથે અફેર હતું, પરંતુ તેમણે આજ સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી. હિન્દી સિનેમાના આ દિગ્ગ્ઝ અભિનેતા આજે પણ સાચા પ્રેમની શોધમાં છે. માહિતી માટે જણાવી દઈએ કે, સલમાન ખાનને જોઈને એવું લાગે છે કે તે પોતાના જીવનમાં ક્યારેય લગ્ન બનાવવા ઈચ્છતા નથી.

સુષ્મિતા સેન: હિન્દી સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રી સુષ્મિતા સેનનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. પરંતુ તમને જણાવી દઈએ કે લગ્ન કર્યા વગર પણ સુષ્મિતા સેન બે બાળકોની માતા બની ચુકી છે. ખરેખર સુષ્મિતા સેને 2000 માં પોતાની મોટી પુત્રી રેનીને દત્તક લીધી હતી, સાથે જ આ અભિનેત્રીએ વર્ષ 2010 માં પોતાની નાની પુત્રી અલીશાને દત્તક લીધી હતી. જેમ કે તમે બધા જાણો છો કે સુષ્મિતા સેન થોડા સમય પહેલા મોડલ રોહમન અલી શેખને ડેટ કરી રહી હતી. પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે અને બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા છે.

તબ્બૂ: 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી તબ્બુએ આજ સુધી કોઈને પણ પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા નથી. એક ઈન્ટરવ્યુ દરમિયાન આ અભિનેત્રી એ આ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે તે લગ્ન જેવા સંબંધને સમજી શકતી નથી.