આજે કરોડોમાં ફી લેનારા સાઉથના આ 6 સ્ટાર્સની કેટલી હતી પહેલી કમાણી? અહીં જાણો તેમની પહેલી કમાણી વિશે

બોલિવુડ

સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીના તમામ કલાકારો આ દિવસોમાં સમગ્ર ભારતમાં ખૂબ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ભારતીય સિનેમા પર સાઉથના કલાકારોનો ડંકો વાગી રહ્યો છે. હાલના સમયમાં સાઉથની ફિલ્મો જોનારા દર્શકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોની એક્શનના ચાહકો દિવાના બની ગયા છે. આટલું જ નહીં પરંતુ હવે ચાહકો સાઉથના કલાકારોની એક્શનની સાથે સાથે તેમની એક્ટિંગ અને સ્ટાઈલના પણ દીવાના બની ચુક્યા છે. હાલના સમયમાં સાઉથના કલાકારોની ફેન ફોલોઈંગ પણ બોલિવૂડ સ્ટાર્સથી ઓછી નથી. દુનિયાભરમાં સાઉથના સ્ટાર્સની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. આટલું જ નહીં પરંતુ સાઉથના કલાકારો પણ ફિલ્મ માટે બોલિવૂડ સ્ટાર્સની જેમ કરોડો રૂપિયામાં ફી વસૂલ કરે છે. આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સની પહેલી ફી કેટલી હતી? તેના વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

સામંથા રૂથ પ્રભુ: દક્ષિણ ભારતીય સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ ખૂબ જ ઓછા સમયમાં મનોરંજન ઈંડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. સામંથા રૂથ પ્રભુએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો આપી છે અને તે એક ફિલ્મ માટે કરોડો રૂપિયામાં ફી લે છે. પરંતુ જો તમે તેની પહેલી સેલેરી વિશે જાણશો તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હા, તમને જાણીને નવાઈ લાગશે કે સામંથા રૂથ પ્રભુની પહેલી કમાણી માત્ર 500 રૂપિયા હતી, જેનો ખુલાસો સામંથા રૂથ પ્રભુએ ઈન્સ્ટાગ્રામ પર એક ચાહક દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે સ્કૂલમાં કોન્ફરન્સને હોસ્ટ કરવા માટે તેને 500 રુપિયા મળ્યા હતા.

સૂર્યા: જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ઘણા શ્રેષ્ઠ કલાકારો છે અને તે કલાકારોમાંથી એક નામ સૂર્યાનું પણ છે. સુર્યા સાઉથના સૌથી મોંઘા કલાકારોમાંથી એક છે અને તેણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હાલના સમયમાં તે કોઈ ઓળખના મોહતાજ નથી.

પરંતુ ભાગ્યે જ ખૂબ ઓછા લોકો આ વાત જાણતા હશે કે એક્ટિંગમાં આવતા પહેલા સુર્યા એક ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા હતા. જો તમે તેમની પહેલી સેલેરી વિશે જાણશો, તો તમને આશ્ચર્ય થશે. માત્ર 736 રૂપિયા સૂર્યાને દર મહિને પગાર મળતો હતો.

મોહન લાલ: સાઉથ ઈંડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા મોહનલાલ વર્ષોથી એક્ટિંગની દુનિયામાં એક્ટિવ છે. તેમણે પોતાની એક્ટિંગ કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને લગભગ તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. મોહનલાલની પહેલી ફિલ્મ “મંજીલ વિરિંજા પુક્કલ” હતી, જેના માટે અભિનેતાને માત્ર 2000 રૂપિયા ફી મળી હતી. અભિનેતા મોહનલાલે આ પૈસા એક અનાથાશ્રમને દાનમાં આપ્યા હતા.

વિજય: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થલાપતિ વિજય તે અભિનેતાઓના લિસ્ટમાં શામેલ છે જેમના નામથી ફિલ્મો હિટ બની જાય છે. અભિનેતાએ પોતાની કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. તેમની પહેલી કમાણી 500 રૂપિયા હતી, જે તેમને પહેલી ફિલ્મ “વેત્રી”માં કામ કરવા માટે મળી હતી.

અલ્લુ અર્જુન: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને ફિલ્મ પુષ્પા માં પોતાની એક્ટિંગથી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. ભલે આજના સમયમાં અલ્લુ અર્જુન કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે, પરંતુ અલ્લુ અર્જુન ફિલ્મોમાં એનિમેટર તરીકે કામ કરી ચુક્યા છે. આ કામ માટે અભિનેતાને પહેલી સેલેરી તરીકે 3500 રૂપિયા મળ્યા હતા.