મધર્સ ડે: કોઈ સાથે જુવે છે ફિલ્મો તો કોઈ બન્યું ગાઈડ, જાણો બોલીવુડની આ 6 હિટ માતા-પુત્રોની જોડી વિશે કેટલીક રસપ્રદ વાતો

બોલિવુડ

માતા-પુત્રોનો સંબંધ આ દુનિયામાં સૌથી ખાસ હોય છે. જોકે માતાનો કોઈ દિવસ નથી હોતો કારણ કે આખું જીવન માતાનું હોય છે. છતાં પણ મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની રાહ દરેક માતા અને પુત્ર જોતા હોય છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડના માતા-પુત્રો પણ આ દિવસની રાહ જુવે છે. આજે અમે તમને ફિલ્મી દુનિયાની કેટલીક માતાઓ અને પુત્રો વિશે જણાવીશું. આ માતા અને પુત્ર ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે.

કરીના કપૂર અને તૈમૂર-જહાંગીર: સૌથી પહેલા વાત કરીએ કરીના કપૂરની. કરીના બે પુત્રોની માતા બની ચુકી છે. તેનો મોટો પુત્ર તૈમૂર હંમેશા મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. કરીના બોલીવુડની બેસ્ટ મધર્સમાંથી એક છે. તે તેના પુત્રોનું ખૂબ સારી રીતે ધ્યાન રાખે છે. કરીનાએ બાળકોનો ઉછેર માટે બોલીવુડથી પણ અંતર બનાવી લીધું. સાથે જ જો તેને ક્યાંક જવું હોય તો તે તેના બાળકોને પતિ સૈફ પાસે છોડીને જાય છે. સાથે જ તૈમૂર પણ તેને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માને છે. તે અવારનવાર પોતાની માતા સાથે પોઝ આપતા જોવા મળે છે.

ટ્વિંકલ ખન્ના અને આરવ: ટ્વિંકલ ખન્નાની કારકિર્દી લગ્ન પહેલા ખૂબ જ સારી રીતે ચાલી રહી હતી. જોકે, તેણે લગ્ન અને સંતાન થયા પછી બોલિવૂડને અલવિદા કહી દીધું. તે પોતાના બાળકો આરવ અને નિતારાનો ઉછેર કરવામાં લાગી ગઈ. ટ્વિંકલ અને આરવની જોડી પણ ખૂબ સારી છે. બંને એકબીજાનું ધ્યાન રાખે છે. ટ્વિંકલ તેના પુત્ર પર ખાસ નજર રાખે છે. સાથે જ તેના બાળકો પણ તેમની માતા માટે પોતાના દિલમાં એક અલગ જગ્યા રાખે છે. ટ્વિંકલ કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવીને ચાલે છે.

નીતુ અને રણબીર કપૂર: નીતુ કપૂર અને રણબીર કપૂરની માતા-પુત્રની જોડી ખૂબ પ્રખ્યાત છે. નીતુ તેના પુત્રની ગાઈડ છે. રણબીર જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તે તેની માતા પાસે જ આવે છે. નીતુ તેમને પ્રોફેશનલથી લઈને પર્સનલ બાબતોની ટિપ્સ આપે છે. રણબીર પણ તેની માતાનું ખૂબ ધ્યાન રાખે છે. પિતાના નિધન પછી તે તેની માતા સાથે ઢાલ બનીને ઉભો રહ્યો. આટલું જ નહીં, જ્યાં સુધી તેની માતા એ હા ન કહી ત્યાં સુધી તેણે આલિયા ભટ્ટ સાથે લગ્ન પણ કર્યા ન હતા.

અમૃતા સિંહ અને ઈબ્રાહિમ: હવે વાત કરીએ અમૃતા સિંહ અને તેના પુત્ર ઈબ્રાહિમની. અમૃતાના ભલે સૈફ સાથે છૂટાછેડા થઈ ગયા છે. છતાં પણ તેણે ઈબ્રાહિમ અને સારાનું ધ્યાન રાખવામાં કોઈ કસર છોડી નથી. તેણે હંમેશા બંનેને સારું જીવન આપવાનો પ્રયત્ન કર્યો. સાથે જ બીજી તરફ ઈબ્રાહિમ અને સારા પણ પોતાની માતાને પોતાની બેસ્ટ ફ્રેન્ડ માને છે. સારાએ તો પિતા મુસ્લિમ હોવા છતાં પણ તેની માતાના ધર્મને અનુસરવાનું નક્કી કર્યું. સાથે જ ઇબ્રાહિમ અલી ખાનના દિલમાં તેમની માતા માટે એક અલગ જ આદર છે.

મલાઈકા અને અરહાન: હવે અમે તમને બોલીવુડની અન્ય એક ખાસ માતા-પુત્રની જોડીનો પરિચય કરાવીએ. મલાઈકા અને અરહાનની જોડી ખૂબ જ લોકપ્રિય છે. બંને એકબીજા સાથે ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે. એકબીજાના બેસ્ટ ફ્રેંડ પણ છે. મલાઈકા અરોરા અવારનવાર તેના પુત્ર સાથે લંચ ડેટ પર જતા જોવા મળે છે. સાથે જ્યારે બંને સાથે હોય છે ત્યારે કોઈ અન્યની જરૂરિયાત અનુભવતા નથી. બંને બેસ્ટ ફ્રેંડની જેમ રહે છે.

સલમા, હેલન અને સલમાન: સલમાન ખાનને બે માતા છે. તેમાંથી સલમા ખાન સગી માતા છે અને હેલન સાવકી માતા છે. સલમાન પોતાની બંને માતાનું ખૂબ ધ્યાન રાખે છે. તે કેટલા પણ વ્યસ્ત હોય, તે તેમની બંને માતાઓ માટે સમય કાઢે છે.