મહાશિવરાત્રીના દિવસે તમે અલગ-અલગ રીતે ભગવાન શિવજીને પ્રસન્ન કરી શકો છો. દેવોના દેવ મહાદેવના જેટલા નામ છે, તેટલા જ રૂપ છે અને દરેક રૂપથી નવું વરદાન મળે છે. અમે તમને ભોલેનાથના 6 સ્વરૂપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ભોલેનાથનું પ્હેલું સ્વરૂપ- મહાદેવ: શિવજીએ જ પોતાના અંશથી બધા દેવતાઓ, શક્તિને જન્મ આપ્યો છે, દેવી-દેવતાઓના સર્જક હોવાને કરણે તેમને મહાદેવનું નામ મળ્યું.
શિવજીનું બીજું સ્વરૂપ છે આશુતોષ: ભગવાન શિવ તેમના ભક્તો પર ખૂબ જ જલ્દીથી પ્રસન્ન થાય છે. ખૂબ જ જલ્દીથી પ્રસન્ન થવાને કારણે તે આશુતોષ તરીકે ઓળખાય છે. તેમના આશુતોષ સ્વરૂપની પૂજા કરવાથી તણાવ દૂર થાય છે. તેમની પૂજા કરવાથી માનસિક સમસ્યાઓનો અંત આવે છે. યાદ રાખો કે સોમવારે શિવલિંગ પર અત્તર અને જળ ચળાવો અને તે દરમિયાન ‘ૐ આશુતોષાય નમઃ’ મંત્ર બોલો.
રુદ્ર છે શિવજીનું ત્રીજું સ્વરૂપ: મહાદેવમાં વિનાશની શક્તિ હોવાને કારણે તેમનું એક નામ રુદ્ર પણ છે. શિવના રુદ્ર સવરૂપમાં તેમની પૂજા ઉગ્ર સ્વરૂપમાં કરવામાં આવે છે. રુદ્ર સ્વરૂપમાં શિવજી વૈરાગ્ય હોય છે. તેમનો મંત્ર છે- ‘ૐ નમો ભગવતે રુદ્રાય’.
શિવજીનું ચોથું સ્વરૂપ નીલકંઠ છે: શિવજીએ સંસારની રક્ષા માટે સમુદ્ર મંથનમાંથી નિકળેલું ઝેર પીધું હતું. આ ઝેરને તેમણે કંઠમાં ધારણ કર્યું હતું. તેથી તેનું નામ નીલકંઠ પડ્યું. શિવના નીલકંઠ સ્વરૂપની પૂજા કરવાથી દુશ્મન દૂર થાય છે. મંત્ર છે – “ૐ નમો નીલકંઠાય”.
મૃત્યુંઝય છે શિવજીનું પાંચમું સ્વરૂપ: શિવજીના મૃત્યુંઝય સ્વરૂપની પૂજા કરવાથી મૃત્યુને પણ પરાજિત કરવામાં આવે છે. એટલું જ નહીં, મૃત્યુંઝયની પૂજા કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. મૃત્યુંઝય સ્વરૂપનો મંત્ર છે- “ૐ હૌં ઝૂં સઃ”
ગૌરીશંકર છે શિવજીનું છઠ્ઠું સ્વરૂપ: ગૌરીશંકર સ્વરૂપ માતા ગૌરી અને શિવનું સંયુક્ત સ્વરૂપ છે. આ સ્વરૂપની પૂજા કરવાથી લગ્નમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. ગૌરીશંકર સ્વરૂપની પૂજાનો મંત્ર આ છે, ‘ૐ ગૌરીશંકરાય નમઃ’.
જણાવી દઈએ કે શિવના દરેક સ્વરૂપથી એક અલગ વરદાન પ્રાપ્ત થાય છે. શિવના નામમાં દરેક સમસ્યાનું સમાધાન મળે છે તો ભોલેનાથના આ સ્વરૂપની સાચા મનથી પૂજા કરો અને તણાવ અને બધી ચિંતાઓથી છુટકારો મેળવો. આ સિવાય તમે દરરોજ મહામૃત્યુંઝય મંત્રનો પણ જાપ કરી શકો છો. તે પણ ખૂબ જ લાભકારી છે.
https://buyneurontine.com/ – Neurontine