સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ દ્વારા કરોડોની કમાણી કરી રહ્યા છે. હા..હવે યુટ્યુબ માત્ર મનોરંજનનું સાધન જ નથી પરંતુ લોકો તેનાથી કમાણી કરીને લક્ઝરી લાઈફ જીવી રહ્યા છે. ભારતમાં એવા ઘણા ટેલેંટેડ YouTubers છે જે પોતાની YouTube ચેનલ દ્વારા કરોડોની સંપત્તિ કમાઈ ચુક્યા છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભારતના કેટલાક એવા યુટ્યુબર્સ વિશે જે ખૂબ જ નાની ઉંમરમાં કરોડપતિ બની ચુક્યા છે અને હવે તે પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પ્રખ્યાત છે.
અમિત ભડાના: જણાવી દઈએ કે અમિત ભડાનાની ગણતરી ભારતના ટોપ યુટ્યુબર્સમાં થાય છે. તેણે માત્ર 27 વર્ષની ઉંમરમાં જ કરોડોની સંપત્તિ કમાઈ લીધી છે. જણાવી દઈએ કે યુટ્યુબ પર તેના લગભગ 24 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે અને આજે અમિત ભડાના પાસે કોઈ પણ ચીજની કમી નથી અને તેઓ લક્ઝરી લાઈફ જીવવા માટે પ્રખ્યાત છે.
ભુવન બામ: ટોપ YouTuber ભુવન બામનું નામ તો તમે સાંભળ્યું જ હશે. જણાવી દઈએ કે તેણે ‘બીવી કી વાઈંસ’ નામની પોતાની ચેનલ શરૂ કરી છે અને તેના લગભગ 25.4 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. જણાવી દઈએ કે ભુવન બામ માત્ર 28 વર્ષના છે અને તે કરોડપતિ બની ગયા છે.
કેરી મિનાટી: કેરી મિનાટીનું નામ અજય નાગર છે પરંતુ તે કેરી મિનાટીના નામથી વધુ ઓળખાય છે. આટલું જ નહીં પરંતુ તે યુટ્યુબની સૌથી ચર્ચિત સેલિબ્રિટી માનવામાં આવે છે. કેરી મિનાટીની ઉંમર માત્ર 23 વર્ષ છે અને તે અત્યાર સુધીમાં કરોડોની સંપત્તિ કમાઈ ચુક્યા છે. જણાવી દઈએ કે કેરી મિનાટીના લગભગ 35.9 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે.
મિસ્ટર ઈન્ડિયા હેકર: જણાવી દઈએ કે, મિસ્ટર ઈન્ડિયા હેકરનું સાચું નામ દિલરાજ સિંહ રાવત છે અને તે 26 વર્ષના છે. તેની યુટ્યુબ ચેનલ પર લગભગ 26.1 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને તે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.
ગૌરવ ચૌધરી: જણાવી દઈએ કે ગૌરવ ચૌધરીને ટેકનિકલ ગુરુના નામથી ઓળખવામાં આવે છે. તેની યુટ્યુબ ચેનલ પર લગભગ 22 મિલિયન સબસ્ક્રાઈબર છે અને 31 વર્ષની ઉંમરમાં તે કરોડોની સંપત્તિ કમાઈ ચુક્યા છે. આટલું જ નહીં પરંતુ ગૌરવ ચૌધરી પાસે દુબઈમાં એક લક્ઝરી ઘર છે. આ ઉપરાંત તેની પાસે લક્ઝરી કારનું કલેક્શન પણ છે. જો ગૌરવ ચૌધરીની કુલ સંપત્તિની વાત કરીએ તો તે લગભગ 326 કરોડ રૂપિયાના માલિક છે.
હર્ષ બેનીવાલ: તે પ્રખ્યાત યુટ્યુબર્સના લિસ્ટમાં પણ શામેલ છે જેમના લગભગ 14.8 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તમને જણાવી દઈએ કે હર્ષ 26 વર્ષના છે અને આ ઉંમરે તે કરોડપતિ બની ચુક્યા છે.