મિસ ઈન્ડિયા જેવા એવોર્ડ પણ પોતાના નામે કરી ચુકી છે ટીવીની આ 6 પુત્રવધૂઓ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

મનોરંજન

નાના પડદા પર ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની સુંદરતા આગળ બોલિવૂડની અભિનેત્રીઓ પણ ફેલ છે. આ અભિનેત્રી પોતાના ટેલેંટ અને સુંદરતાથી ઘણા વર્ષોથી ટીવી પર રાજ કરી રહી છે. પછી ભલે આપણે વાત કરીએ દિવ્યાંકા ત્રિપાઠીની કે પછી એરિકા ફર્નાન્ડિસની, આ અભિનેત્રીઓની નિર્દોષતા પર દરેક પોતાનું દિલ હારી જાય છે. દિવ્યાંકા ત્રિપાઠી નાના પડદાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક છે. દિવ્યાંકા તેના શો યે હૈ મોહબ્બતેં અને બનૂં મેં તેરી દુલ્હન માટે ખાસ કરીને જાણીતી છે. દિવ્યાંકા ત્રિપાઠી ઉપરાંત ટીવીની દુનિયાની ઘણી એવી પ્રખ્યાત અભિનેત્રીઓ જે પોતાની સુંદરતા માટે જાણીતી છે. ટીવી પર ઘણી અભિનેત્રીઓ તો એવી છે જે ફેમિના મિસ ઇન્ડિયા જેવા એવોર્ડ પણ પોતાના નામે કરી ચુકી છે. આજે અમે તમને જણાવીએ ટીવીની તે 6 પ્રખ્યાત પુત્રવધૂઓ વિશે, જેમણે બ્યુટી ક્વીનનો એવોર્ડ પોતાના નામે કર્યો છે.

દિવ્યાંકા ત્રિપાઠી: દિવ્યાંકા ત્રિપાઠીએ ટીવી શો યે હૈ મોહબ્બતેંમાં ઇશિતા ભલ્લા બનીને ખૂબ હેડલાઇન્સ બનાવી હતી. દિવ્યાંકા ત્રિપાઠી મિસ ભોપાલની સાથે બ્યુટી ક્વીન પણ રહી ચૂકી છે. અભિનેત્રીએ વર્ષ 2003 માં પેન્ટીન જી ટીનમાં ભાગ લીધો હતો અને મિસ બ્યુટીફુલ સ્કિનનો એવોર્ડ જીત્યો હતો.

એરિકા ફર્નાન્ડિસ: એરિકા ફર્નાન્ડિસની આ દિવસોમાં ખૂબ માંગ છે. તે કસોટી જિંદગી કે 2 માં પ્રેરણાના પાત્રમાં જોવા મળી હતી. પોતાના મોડેલિંગના દિવસોમાં, એરિકા ફેમિના મિસ ઇન્ડિયા 2012 માં ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે. એરિકા ફર્નાન્ડિસે બોમ્બે ટાઇમ્સ ફ્રેશ ફેસ 2010 ની વિજેતા ઘોષિત થયા પછી પોતાની સફર શરૂ કરી હતી. એરિકા ફર્નાન્ડિસ ટીવીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક છે.

દલજીત કૌર: દલજીત કૌર ઇસ પ્યાર કો ક્યા નામ દૂ કી અંજલી અને કાલા ટીકાની મંજરી ના નામથી પ્રખ્યાત છે. દલજીત કૌર ડાન્સ રિયાલિટી શો નચ બલિયે જીતી ચુકી છે. અભિનેત્રી થોડા દિવસો માટે બિગ બોસનો ભાગ પણ રહી છે. આ સાથે જ અભિનેત્રી વર્ષ 2004 માં મિસ પુણે પણ રહી ચૂકી છે. આ બધાની સાથે અભિનેત્રીએ મિસ નેવીનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

મિહિકા વર્મા: ટીવી શો યે હૈ મોહબ્બતેં માં દિવ્યાંકા ત્રિપાઠીની બહેનનું પાત્ર મિહિકા વર્માએ નિભાવ્યું હતું. શોમાં તેના પાત્રનું નામ મિહિકા અય્યર હતું. મિહિકા વર્મા વર્ષ 2004 માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એવોર્ડની વિજેતા રહી ચુકી છે. આ તે જ વર્ષની વાત છે જ્યારે તનુશ્રી દત્તાએ મિસ ઇન્ડિયાનો એવોર્ડ જીત્યો હતો. 2004 માં જ મિહિકા વર્મા પણ મિસ ઇન્ટરનેશનલમાં સેમિફાઇનલ સુધી પહોંચી હતી.

ગૌરી પ્રધાન: કુટુમ્બ સિરીયલ દ્વારા ગૌરી પ્રધાને દેશના ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. ગૌરી પ્રધાને 1998 માં મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને તે ફાઇનલિસ્ટ પણ રહી હતી. ગૌરી પ્રધાને પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. આજે પણ ગૌરીએ લાખો કરોડો દર્શકોના દિલમાં પોતાની ઉંડી છાપ બનાવી છે.

રશ્મિ ઘોષ: રશ્મિ ઘોષે પોતાની ઓળખ ક્યોંકી સાસ ભી કભી બહૂ થી બનાવી હતી. રશ્મિ ઘોષ ટીવીની દુનિયાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક રહી છે. રશ્મી ઘોષે વર્ષ 2002 માં મિસ ઇન્ડિયા અર્થનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.