ગરીબ પરિવારમાં થયો હતો આ 6 ક્રિકેટરનો જન્મ, મહેનત કરીને આજે બનાવી છે કરોડો રૂપિયાની સંપત્તિ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

રમત-જગત

કહેવાય છે કે બોલિવૂડ સ્ટાર્સ પછી ક્રિકેટરો પાસે ખૂબ સંપત્તિ હોય છે. આ ક્રિકેટ ખેલાડીઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ક્રિકેટર છે જે એક સમયે ખૂબ ગરીબ હતા. તેણે પોતાની મહેનતના દમ પર કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. આજે આપણે તેમના સંઘર્ષના દિવસોની ચર્ચા કરીશું.

જસપ્રીત બુમરાહ: જસપ્રીત બુમરાહની ગણતરી ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોમાં થાય છે. હાલમાં ક્રિકેટની દુનિયામાં તે એક મોટું નામ છે. જો કે એક સમય એવો હતો જ્યારે તેમની પાસે પોતાના શૂઝ અને ટી-શર્ટ ખરીદવા માટે પણ પૈસા ન હતા. પોતાના સંઘર્ષના દિવસોમાં જસપ્રિતે હાર ન માની અને સખત મહેનત કરીને આજે એક મોટું સ્થાન મેળવ્યું છે. હવે તેની પાસે પૈસાની કોઈ કમી નથી.

મોહમ્મદ સિરાજ: મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાના ધુરંધર બોલર છે. તેનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. પિતા પેટ ભરવા માટે રીક્ષા ચલાવતા હતા. પિતાનું સપનું હતું કે પુત્ર ક્રિકેટર બને. તેના માટે સક્ષમ ન હોવા છતાં તેમણે પોતાનું બધું દાવ પર લગાવી દીધું. સિરાજે પણ પોતાના પિતાના બલિદાનને વ્યર્થ જવા ન દીધું. તેમણે સખત મહેનત કરીને પિતાનું પુત્રને ક્રિકેટર તરીકે જોવાનું સપનું પૂર્ણ કર્યું.

કૃણાલ અને હાર્દિક પંડ્યા: હાર્દિક અને કૃણાલ પંડ્યા, આ બે ભાઈઓ આજે ક્રિકેટની દુનિયામાં મોટું નામ છે. તેની ગણતરી દુનિયાના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. બંનેની હાલની કમાણી કરોડોમાં છે. તેઓ લક્ઝરી જીવન જીવે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમણે ગરીબીના દિવસો જોયા હતા. તેનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. પરંતુ બંને ભાઈઓએ પોતાની મહેનતથી પરિવારનું નસીબ બદલી નાખ્યું.

રવિન્દ્ર જાડેજા: રવિન્દ્ર જાડેજાને દુનિયાના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માનવામાં આવે છે. તે ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે. તેમની પાસે કરોડોની કિંમતનો બંગલો અને લાખોની કિંમતની કાર છે. તેના શોખ પણ મોટા છે. પરંતુ એક સમયે તે પણ ગરીબ હતા. તેના પિતા એક ગાર્ડની નોકરી કરતા હતા, સાથે જ તેમની માતા નર્સ હતી. જાડેજાએ સખત મહેનત કરીને પોતાની કારકિર્દી બનાવી છે.

એમએસ ધોની: મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન છે. ક્રિકેટની દુનિયામાં તે ખૂબ જ મોટું નામ છે. તેમની કમાણી કરોડોમાં છે. જોકે ધોની પણ એક ખૂબ જ સાધારણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ટીમ ઈન્ડિયામાં જોડાતા પહેલા તે રેલવેમાં ટિકિટ કલેક્ટરની નોકરી કરતા હતા. પરંતુ તેમણે પોતાની મહેનતના દમ પર માત્ર કરોડો રૂપિયા જ નહીં પરંતુ કરોડો ચાહકોના દિલ પણ જીતી લીધા છે.

ટી નટરાજન: ટી નટરાજન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર છે. તેમનો પરિવાર પણ ખૂબ ગરીબ હતો. નટરાજનના પિતા ખૂબ ગરીબ હતા. તેમને 5 બાળકો હતા જેમને ઉછેરવા માટે તેની પાસે પૈસા પણ ન હતા. જો કે નટરાજને પોતાનું નસીબ બદલવા માટે સખત મહેનત કરી. ત્યાર પછી તેને IPLમાં ડેબ્યૂ કરવાની તક મળી અને તેની મહેનત રંગ લાવી.