આલિયાથી લઈને શાહરૂખ સુધી આ 6 બોલિવૂડ સેલેબ્સના ઘરમાં જ બનેલી છે લક્ઝરી ઓફિસ, જુવો તેમની ઓફિસની તસવીરો

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સ પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની લક્ઝરી લાઈફ માટે પણ જાણીતા છે. તેમની પાસે લક્ઝરી બંગલાથી લઈને લક્ઝરી કાર છે જેમાં તેઓ પોતાનો સમય પસાર કરે છે. એવા ઘણા કલાકારો છે જેમની પાસે દેશની સાથે-સાથે વિદેશમાં પણ લક્ઝરી ઘરો બનેલા છે, જેની કિંમત કરોડોમાં છે. જેટલા લક્ઝરી તેમના ઘર છે, તેટલી જ લક્ઝરી તેમની ઓફિસ પણ છે. આજે અમે તમને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તે સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની ઓફિસ તેમના ઘરની અંદર છે. તો ચાલો જોઈએ સેલેબ્સના ઘરની અંદરની ઓફિસની ઝલક.

અમિતાભ બચ્ચન: સૌથી પહેલા વાત કરીએ હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચન વિશે. નોંધપાત્ર છે કે, અમિતાભ બચ્ચન પોતાના લક્ઝરી ઘર ‘જલસા’માં તેમના પરિવાર સાથે રહે છે. અમિતાભ બચ્ચન અવારનવાર પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચને પોતાના ઘરમાં એક ઓફિસ પણ બનાવી છે, જેમાં તેઓ અવારનવાર પોતાનું કામ કરતા જોવા મળે છે. જણાવી દઈએ કે એકવખત બિગ બીએ પોતે પોતાની ઓફિસની તસવીર શેર કરી હતી.

શાહરૂખ ખાન: શાહરૂખ ખાન પાસે સંપત્તિની કોઈ કમી નથી. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના એક એવા અભિનેતા છે જે સૌથી વધુ કમાણી કરે છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાન પાસે કરોડોની કિંમતનો બંગલો ‘મન્નત’ છે, જેને જોવાની ઈચ્છા દરેક ધરાવે છે. શાહરૂખ ખાનની ઓફિસ પણ તેમના ઘર મન્નતની અંદર છે. લોકડાઉન દરમિયાન શાહરૂખ ખાન પોતાની ઓફિસની ઝલક ચાહકોને બતાવી ચુક્યા છે.

આલિયા ભટ્ટ: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ક્યૂટ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ આલિયા ભટ્ટની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી, જેમાં તે તેના ઘરમાં બનેલી ઓફિસમાં લેપટોપ પર કામ કરતા જોવા મળી હતી. જેમાં જોઈ શકાય છે કે આલિયા ભટ્ટની ઓફિસ ખૂબ જ સુંદર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આલિયા આ ઓફિસ દ્વારા પોતાના પ્રોડક્શન હાઉસનું કામ પણ સંભાળે છે. તસવીરમાં જોઈ શકાય છે કે આલિયાની ઓફિસ ખૂબ જ લક્ઝરી છે.

ગૌરી ખાન: શાહરૂખ ખાન જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે, તો તેમની પત્ની ગૌરી ખાન પ્રખ્યાત ઈન્ટિરિયર ડિઝાઈનર છે. તમને જણાવી દઈએ કે, ગૌરી ખાને રિતિક રોશનથી લઈને રણબીર કપૂર સુધીના લક્ઝરી ઘરો ડિઝાઇન કર્યા છે. ગૌરી ખાનની ઓફિસ પણ તેના ઘરની અંદર છે, જ્યાં તે તેનું પ્રોફેશનલ કામ કરે છે.

ટ્વિંકલ ખન્ના: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ પણ પોતાના ઘરની અંદર ઓફિસ બનાવી છે. તસવીરમાં જોઈ શકાય છે કે ટ્વિંકલની આ ઓફિસમાં મોટાભાગના પુસ્તકો રાખવામાં આવ્યા છે. નોંધપાત્ર છે કે, ટ્વિંકલ પોતે એક પ્રખ્યાત રાઈટર છે અને તેણે ઘણા પુસ્તકો લખ્યા છે. તેને પુસ્તકો વાંચવાનો પણ ખૂબ શોખ છે અને તેની ઓફિસ પણ પુસ્તકોથી ભરેલી છે.

સુઝૈન ખાન: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન પોતાની લાઈફસ્ટાઈલ માટે જાણીતી છે. નોંધપાત્ર છે કે, બે બાળકોની માતા સુઝૈન ખાન હવે રિતિક રોશનથી અલગ રહે છે અને તેનો પોતાનો એક લક્ઝરી બંગલો છે. આ બંગલામાં તેણે ટેરેસ પર ઓફિસ બનાવી છે, જ્યાં બેસીને તે પોતાનું કામ કરે છે.