દેશમાં પત્રકારત્વ ઘણું બદલાઈ ગયું છે, હવે ન્યૂઝ એન્કર્સની સ્ટાઈલ પણ પહેલાની સરખામણીમાં ઘણી બદલાઈ ગઈ છે. અત્યારે આ ક્ષેત્રમાં નામ, પૈસા અને પ્રસિદ્ધિ ખૂબ વધી ચુકી છે. પત્રકારોને દેશની મોટી હસ્તીઓ માનવામાં આવે છે, પરંતુ તેમના પરિવારના સભ્યો લાઈમલાઈટથી દૂર રહે છે. આજે આ આર્ટિકલમાં આપણે દેશના ટોપ 6 પત્રકારોની પત્નીઓ વિશે જાણીશું.
રજત શર્માઃ રજત શર્મા દેશના એક મોટા ન્યૂઝ એન્કર છે અને ઈન્ડિયા ટીવીના ચીફ પણ છે. રજતની પત્ની વિશે વાત કરીએ તો તેમનું નામ રિતુ ધવન છે. જે પોતે ઈન્ડિયા ટીવીમાં મેનેજિંગ ડિરેક્ટરના પદ પર છે પરંતુ તેના પતિથી વિપરીત તે લાઇમલાઇટથી દૂર રહે છે.
અર્નબ ગોસ્વામીઃ અર્નબ ગોસ્વામીએ દેશની ઘણી મોટી ન્યૂઝ ચેનલોમાં કામ કર્યું છે અને હાલમાં તે પોતે ‘રિપબ્લિક ટીવી’ના માલિક છે. અર્નબ ખૂબ જ આક્રમક સ્ટાઈલમાં સમાચાર રજૂ કરવા માટે જાણીતા છે. તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમણે સમ્યબ્રતા રે ગોસ્વામી સાથે લગ્ન કર્યા છે અને તે હાલમાં રિપબ્લિક ટીવીના સહ-માલિક છે.
રાહુલ કંવલઃ રાહુલ કંવલ દેશના લોકપ્રિય એન્કર છે, હાલમાં તેઓ ઈન્ડિયા ટુડે ગ્રુપના ન્યૂઝ ડિરેક્ટર અને સિનિયર ન્યૂઝ એન્કર તરીકે કામ કરી રહ્યા છે. તેની પત્ની વિશે વાત કરીએ તો તેમણે જસલીન સાથે લગ્ન કર્યા છે, જે ખૂબ જ સુંદર છે અને હાલમાં તે કોમ્યુનિકેશન ફોર યુએન નામની સંસ્થા સાથે જોડાયેલી છે.
રવીશ કુમાર: રવીશ કુમાર NDTV ના પ્રખ્યાત પત્રકાર છે. આ દિગ્ગઝ એન્કર પત્રકારત્વમાં ‘રામન મેગ્સેસે એવોર્ડ’ પણ જીતી ચૂક્યા છે. તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો તેમણે નયના દાસ ગુપ્તા સાથે લગ્ન કર્યા છે. સુંદર નયના વ્યવસાયે એક ટીચર છે અને દિલ્હીની પ્રખ્યાત લેડી શ્રી રામ કોલેજમાં ભણાવે છે.
રાજદીપ સરદેસાઈ: રાજદીપ સરદેસાઈ એક ભારતીય સમાચાર એન્કર, પત્રકાર અને લેખક છે. તેઓ એક કન્સલ્ટ એડિટર અને ઈન્ડિયા ટુડે ટેલિવિઝનના એન્કર રહી ચૂક્યા છે. જુલાઈ 2014માં રાજીનામું આપતાં પહેલાં, તેઓ ગ્લોબલ બ્રોડકાસ્ટ ન્યૂઝના એડિટર-ઇન-ચીફ હતા, જેમાં CNN-IBN, IBN7 અને IBN-લોકમતનો સમાવેશ થતો હતો. રાજદીપે પ્રખ્યાત પત્રકાર સાગરિકા સાથે લગ્ન કર્યા છે. સાગરિકાએ ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, આઉટલુક અને ધ ઈન્ડિયન એક્સપ્રેસ જેવી ન્યૂઝ ચેનલોમાં કામ કર્યું છે.
સુધીર ચૌધરી: સુધીર ચૌધરી એક ભારતીય પત્રકાર અને મીડિયા વ્યક્તિત્વ છે. તે એક અંગ્રેજી સમાચાર પ્રકાશન Zee News, WION, Zee Business, Zee 24 અને DNA, નાં એડિટર-ઇન-ચીફ અને CEO તરીકે સેવા આપે છે. તે ઝી ન્યૂઝ પર પ્રાઇમ-ટાઇમ શો ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસિસ હોસ્ટ કરવા માટે જાણીતા છે. સુધીરે ખૂબ જ સુંદર નિધિ ચૌધરી સાથે લગ્ન કર્યા છે.