સલમન સાથે ક્યારેય પણ કામ નથી કરતી આ 6 અભિનેત્રીઓ, ફિલ્મની ઓફર મળતાની સાથે જ કહે છે ‘ના બાબા ના’

બોલિવુડ

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન પોતાની ‘દબંગ’ સ્ટાઈલ માટે પ્રખ્યાત છે. સાથે જ તેમની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે અને લોકો તેમની એક ઝલક જોવા માટે આતુર રહે છે. નોંધપાત્ર છે કે, સલમાન ખાને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તેમણે હિન્દી સિનેમાને એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો પણ આપી છે. આવી સ્થિતિમાં આજે પણ સલમાન ખાનના જલવા અકબંધ છે અને દરેક વ્યક્તિ તેમની સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે.

જેમ કે સલમાન ખાને બોલિવૂડની દરેક મોટી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને તેમની જોડી દરેક સાથે ખૂબ પસંદ પણ કરવામાં આવી છે. પરંતુ આજે અમે તમને બોલીવુડની તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જે સલમાન ખાન સાથે કામ નથી કરતી અને ન તો કરવા ઈચ્છે છે. તો ચાલો જાણીએ કઈ એવી અભિનેત્રીઓ છે જેમને સલમાન ખાન સાથે કામ કરવું પસંદ નથી?

કંગના રનૌત: પોતાની બેબાક સ્ટાઈલ માટે પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત પાસે ફિલ્મોની ભરમાર છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં ઘણા અભિનેતાઓ સાથે કામ કર્યું છે પરંતુ કંગના રનૌત ક્યારેય પણ સલમાન ખાન સાથે જોવા મળી નથી. બોલિવૂડની ક્વીન કહેવાતી કંગના રનૌત વિશે કહેવામાં આવે છે કે તેને સલમાન ખાનની વિરુદ્ધ ફિલ્મ ‘સુલતાન’ ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. ત્યાર પછી આ ફિલ્મમાં અભિનેત્રી અનુષ્કા શર્માને કાસ્ટ કરવામાં આવી હતી.

અમૃતા રાવ: બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘વિવાહ’થી સુપરસ્ટાર બનેલી પ્રખ્યાત અભિનેત્રી અમૃતા રાવે લાંબા સમય સુધી ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. પરંતુ અમૃતા રાવે ક્યારેય પણ સલમાન ખાન સાથે કામ નથી કર્યું. એક રિપોર્ટનું માનીએ તો અમૃતા રાવને ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં સલમાન ખાનની બહેનનું પાત્ર ઓફર કરવામાં આવ્યું હતું. પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી, ત્યાર પછી આ પાત્ર અભિનેત્રી સ્વરા ભાસ્કરની જોલીમાં આવ્યું.

ટ્વિંકલ ખન્ના: જણાવી દઈએ કે, ટ્વિંકલ ખન્ના અને સલમાન ખાને વર્ષ 1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’માં કામ કર્યું હતું. આ દરમિયાન આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને લોકોને તેમની જોડી પણ પસંદ આવી હતી. પરંતુ પછી ટ્વિંકલ ખન્નાએ સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.

સોનાલી બેન્દ્રે: જણાવી દઈએ કે, સોનાલી બેન્દ્રેએ સલમાન ખાન સાથે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’માં કામ કર્યું હતું અને આ ફિલ્મ દ્વારા આ જોડી ખૂબ લોકપ્રિય પણ થઈ હતી. પરંતુ આ ફિલ્મ પછી સલમાન ખાન કાળા હરણ કેસમાં ફસાઈ ગયા હતા. ત્યાર પછી સોનાલી બેન્દ્રેએ સલમાન ખાન સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

દીપિકા પાદુકોણ: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણ એ પણ સલમાન ખાન સાથે કામ નથી કર્યું. સલમાન ખાને દીપિકા પાદુકોણને લોન્ચ કરવાનું વિચાર્યું હતું, પરંતુ તેમણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં ડેબ્યૂ કર્યું અને તેણે સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.

જુહી ચાવલા: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જુહી ચાવલાએ પણ ક્યારેય સલમાન ખાન સાથે કામ નથી કર્યું. જોકે ફિલ્મ ‘દીવાના મસ્તાના’માં સલમાન ખાને કેમિયો કર્યો હતો. ત્યાર પછી ઘણા ડિરેક્ટર સલમાન અને જૂહીની જોડીને એક સાથે લેવા ઈચ્છતા હતા, પરંતુ જુહી ચાવલાએ સલમાન ખાન સાથે કામ કરવાની મનાઈ કરી દીધી હતી. કહેવામાં આવે છે કે જ્યારે સલમાન ખાનને આ વાતની જાણ થઈ ત્યારે તે જૂહી ચાવલાથી ખૂબ જ નારાજ થઈ ગયા હતા, ત્યાર પછી તેમણે ક્યારેય પણ જૂહી સાથે કામ કરવા વિશે નથી કહ્યું.