તનુજાથી લઈને બબિતા સુધી આ 6 અભિનેત્રીને નથી કોઈ પુત્ર, જમાઈએ પૂર્ણ કરી પુત્રની કમી, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

હિન્દી સિનેમામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને સંતાનનું સુખ નથી મળ્યું. સાથે જ ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જેમને માત્ર પુત્રીઓ જ છે અને તે પુત્રનું સુખ ન ભોગવી શકી. જોકે તેમને પુત્ર મળ્યો જમાઈ તરીકે. આજે અમે તમને બોલિવૂડની 6 એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના જીવનમાં પુત્રની કમી તેમના જમાઈએ પૂર્ણ કરી છે.

ડિમ્પલ કાપડિયા: હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ માત્ર 15-16 વર્ષની ઉંમરમાં હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રહેલા રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. કપલને કોઈ પુત્ર ન હતો પરંતુ બંનેને બે પુત્રીઓ છે. મોટી પુત્રીનું નામ ટ્વિંકલ ખન્ના છે, કે જે એક અભિનેત્રી છે. સાથે જ નાની પુત્રી રિન્કી ખન્ના છે. રિંકી પણ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ટ્વિંકલના લગ્ન સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે વર્ષ 2001 માં થયા હતા. સાથે જ રિંકીએ વર્ષ 2004 માં સમીર સરણ સાથે લગ્ન કર્યા હતા. પોતાના બંને જમાઈઓ સાથે ડિમ્પલ સારા સંબંધો શેર કરે છે.

બબીતા: બબીતા પહેલાના જમાનાની અભિનેત્રી છે. જણાવી દઈએ કે તે પ્રખ્યાત અભિનેતા રણધીર કપૂરની પત્ની છે. બંનેએ વર્ષ 1971 માં લગ્ન કર્યા અને બંને બે પુત્રીઓના માતાપિતા છે. કપલની મોટી પુત્રીનું નામ કરિશ્મા કપૂર છે, જેને આખી દુનિયા ઓળખે છે. સાથે જ નાની પુત્રી કરીના કપૂર પણ કોઈ ઓળખની મોહતાજ નથી. કરિશ્માના લગ્ન તો તૂટી ચુક્યા છે. તેમણે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને પછી છુટાછેડા થઈ ગયા હતા. સાથે જ કરીનાના લગ્ન વર્ષ 2012 માં અભિનેતા સૈફ અલી ખાન સાથે થયા હતા. કહેવાય છે કે સૈફ અને બબીતા વચ્ચે એક સારો સંબંધ છે.

તનુજા: તનુજાએ પોતાના સમયમાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. 78 વર્ષની અભિનેત્રીને બે પુત્રીઓ છે. પ્રખ્યાત અભિનેત્રી કાજોલ અને નાની પુત્રી તનીષા છે. તનિષાએ તો 42 વર્ષની ઉંમરમાં પણ લગ્ન નથી કર્યા, જ્યારે કાજોલના લગ્ન વર્ષ 1999 માં દિગ્ગઝ અભિનેતા અજય દેવગણ સાથે થયા હતા. તનુજા પોતાના જમાઈ અજયને ખૂબ પ્રેમ કરે છે, સાથે જ અજય પણ તેમને માતા સમાન માન અને પ્રેમ આપે છે.

હેમા માલિની: પહેલાના જમાનાની ખૂબ જ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિનીએ વર્ષ 1980 માં ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. બંને બે પુત્રીઓના માતાપિતા બન્યા. મોટી પુત્રીનું નામ ઈશા દેઓલ છે, જેના લગ્ન વર્ષ 2012 માં ભરત તખ્તાની સાથે થયા હતા, જ્યારે નાની પુત્રી અહાનાએ વર્ષ 2014 માં વૈભવ વોહરા સાથે સાત ફેરા લીધા હતા. હેમાને કોઈ પુત્ર ન હોવાને કારણે આ કમીને તેના બંના જમાઈએ પૂર્ણ કરી છે.

હેલન: સલમાન ખાનના પિતા અને તેની સાવકી માતા હેલને અર્પિતા ખાનને દત્તક લીધી હતી. સલીમ અને હેલનને કોઈ સંતાન ન હતું પરંતુ અર્પિતાને તેમણે પોતાની પુત્રી માની અને આયુષ શર્માને તેમના પુત્ર તરીકે જોયા. અર્પિતાના લગ્ન આયુષ શર્મા સાથે થયા હતા.

સોની રાઝદાન: સોની રાઝદાન અભિનેત્રી આલિયા ભટ્ટની માતા છે. આલિયાનું અફેર ઘણા વર્ષોથી અભિનેતા રણબીર કપૂર સાથે ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. તેથી સોનીને ટૂંક સમયમાં જમાઈ તરીકે પુત્ર મળશે.