આલિયાથી લઈને કેટરીના સુધી મેકઅપ વગર કંઈક આવી દેખાય છે આ 6 અભિનેત્રીઓ, જુવો તેના નો-મેકઅપ લુકની તસવીરો

બોલિવુડ

સામાન્ય રીતે અભિનેત્રીઓ ફિલ્મોથી લઈને દરેક જગ્યાએ મેકઅપ સાથે જોવા મળે છે. જ્યારે પણ તે કોઈ ઈવેન્ટ, ફંક્શન અથવા પાર્ટીમાં શામેલ થાય છે ત્યારે તેની એક અલગ જ સ્ટાઈલ જોવા મળે છે. સાથે જ મેકઅપની સાથે-સાથે તેનો લુક કમાલનો લાગે છે. પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી છે જેઓ મેકઅપ વગર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ખરેખર અભિનેત્રીઓ પણ સામાન્ય છોકરીઓની જેમ રહેવું પસંદ કરે છે, પરંતુ તેમને પડદા પર અલગ સ્ટાઈલમાં દેખાવા માટે મેક-અપનો સહારો લેવો પડે છે. આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓની તસવીર બતાવીશું જે મેકઅપ વગરની તસવીરો શેર કરી ચુકી છે અને આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ચાલો જોઈએ આ તસવીરો.

આલિયા ભટ્ટ: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીના લિસ્ટમાં શામેલ અભિનેત્રી આલિયા ભટ્ટ આજે કોઈ ઓળખની મોહતાજ નથી. નોંધપાત્ર છે કે, આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. આલિયા સોશિયલ મીડિયાનો પણ ખૂબ ઉપયોગ કરે છે અને અવારનવાર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. આલિયા ભટ્ટ પણ ઘણી વખત નો મેકઅપ લુકમાં પોતાની તસવીર શેર કરી ચુકી છે.

કરીના કપૂર ખાન: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાન અવારનવાર ચર્ચામાં રહે છે. કરીના સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં, જ્યારે કરીના તેના પરિવાર સાથે વેકેશન પર ગઈ હતી, ત્યારે તેણે મેકઅપ વગર તેની તસવીર શેર કરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

શ્રદ્ધા કપૂર: ફિલ્મ ‘આશિકી 2’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર પ્રખ્યાત અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ મેકઅપ વગરની તસવીરો શેર કરતી રહે છે. તેના ચાહકોને આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવે છે.

કેટરીના કૈફ: કેટરિના કૈફ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી છે જે મેકઅપ વગર ખૂબ જ સુંદર લાગે છે. આટલું જ નહીં પરંતુ કેટરિના કૈફ મોટાભાગે મેકઅપ વગર જોવા મળે છે. સાથે જ સોશિયલ મીડિયા પર તેની ઘણી એવી તસવીરો છે જેમાં તે નો મેકઅપ લુકમાં છે.

જેકલીન ફર્નાન્ડીઝ: ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકેલી પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પણ મેકઅપ વગર ખૂબ જ સુંદર લાગે છે. જેકલીન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે.

મલાઈકા અરોરા: બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રીના લિસ્ટમાં શામેલ મલાઈકા અરોરા પોતાની ફિટનેસ માટે પ્રખ્યાત છે. મલાઈકા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે અને તે હંમેશા પોતાની મેકઅપ વગરની તસવીરો શેર કરતી રહે છે.

દીપિકા પાદુકોણ: તસવીરમાં જોઈ શકાય છે કે દીપિકા પાદુકોણ મેકઅપ વગર કેવી દેખાય છે. તે કેમેરા તરફ જોતા સેલ્ફી લઈ રહી છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.