પ્રેમ માટે આ 6 અભિનેત્રીઓ એ કુરબાન કરી પોતાની કારકિર્દી, નાની ઉંમરમાં કર્યા લગ્ન, છોડ્યું બોલીવુડ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના લગ્નના સમાચાર જોરશોરથી ચાલી રહ્યા છે. આ અઠવાડિયામાં આ બંને એકબીજાના બની જશે. 29 વર્ષની ઉંમરમાં આલિયા લગ્ન કરી રહી છે. ચાલો આ દરમિયાન તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ જેણે ખૂબ જ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા.

1. નીતુ કપૂર: નીતુ કપૂર હિન્દી સિનેમાનું પ્રખ્યાત નામ છે. નીતુ દિવંગત અભિનેતા ઋષિ કપૂરની પત્ની અને અભિનેતા રણબીર કપૂરની માતા છે. નીતુ કપૂરે ઋષિ કપૂર સાથે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. બંનેની જોડી ચાહકોને ખૂબ જ પસંદ હતી અને સાથે કામ કરતી વખતે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. જણાવી દઈએ કે નીતુ અને ઋષિએ વર્ષ 1980માં લવ મેરેજ કર્યા હતા. જણાવી દઈએ કે લગ્ન સમયે નીતુ કપૂરની ઉંમર 21 વર્ષ હતી. લગ્ન પછી થોડા સમય સુધી તેણે ફિલ્મોથી અંતર બનાવી લીધું હતું.

2. ડિમ્પલ કપાડિયા: ડિમ્પલ કપાડિયા 70 અને 80ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. ડિમ્પલ અત્યારે પણ ફિલ્મોમાં કામ કરી રહી છે. ડિમ્પલે માત્ર 16 વર્ષની ઉંમરમાં હિન્દી સિનેમામાં ફિલ્મ ‘બોબી’થી પોતાનો પગ મુક્યો હતો અને તે જ વર્ષે તેણે હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે રાજેશ ખન્ના 31 વર્ષના હતા જ્યારે ડિમ્પલની ઉંમર માત્ર 16 વર્ષ હતી. ડિમ્પલ રાજેશ ખન્ના કરતા 15 વર્ષ નાની હતી. જો કે લગ્નના 11 વર્ષ પછી બંને વર્ષ 1984માં અલગ થઈ ગયા હતા પરંતુ બંનેએ ક્યારેય છૂટાછેડા લીધા નથી.

3. ભાગ્યશ્રી: 53 વર્ષની થઈ ચુકેલી અભિનેત્રી ભાગ્યશ્રી આજે પણ ફિલ્મોમાં એક્ટિવ છે. જણાવી દઈએ કે ભાગ્યશ્રીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1989માં આવેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી કરી હતી. સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ હિટ રહી હતી અને ભાગ્યશ્રીને મોટી ઓળખ મળી હતી પરંતુ આ દરમિયાન ભાગ્યશ્રીએ પોતાના બોયફ્રેન્ડ હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા હતા અને તે બોલિવૂડથી દૂર થઈ ગઈ હતી. લગ્ન સમયે ભાગ્યશ્રીની ઉંમર 21 વર્ષ હતી. કહેવાય છે કે પરિવારની વિરુદ્ધ જઈને બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા.

4. દિવ્યા ભારતી: આ લિસ્ટમાં સ્વર્ગસ્થ અને પ્રખ્યાત અભિનેત્રી દિવ્યા ભારતીનું નામ કેવી રીતે છૂટી શકે. માત્ર 16 વર્ષની ઉંમરમાં દિવ્યાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્રણ વર્ષની કારકિર્દીમાં દિવ્યાએ દોઢ ડઝન ફિલ્મો આપી હતી. આ દરમિયાન નિર્માતા સાજિદ નડિયાદવાલા પર તેનું દિલ આવી ગયું હતું અને તેણે સાજિદ સાથે પોતાનો ધર્મ બદલીને વર્ષ 1992માં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે તેની ઉંમર 18 વર્ષ હતી. જણાવી દઈએ કે માત્ર 19 વર્ષની ઉંમરમાં 5 એપ્રિલ 1993ના રોજ દિવ્યાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું.

5. સાયરા બાનો: અભિનેત્રી સાયરા બાનોએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે સાયરા દિવંગત અભિનેતા દિલીપ કુમારની પત્ની છે. સાયરાનું દિલ 22 વર્ષ મોટા દિલીપ કુમાર પર આવ્યું હતું. બંને કલાકારોએ 11 ઓક્ટોબર 1966ના રોજ લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે લગ્ન સમયે જ્યારે દિલીપ 44 વર્ષના હતા, તો સાયરાની ઉંમર માત્ર 22 વર્ષ હતી. તેણે પોતાનાથી 22 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કર્યા હતા.

6. બબીતા: હવે વાત કરીએ કપૂર પરિવારની મોટી વહુ એટલે કે અભિનેત્રી બબીતાની. જણાવી દઈએ કે બબીતા અભિનેતા રણધીર કપૂરની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂર અને કરીના કપૂરની માતા છે. રણધીર એ જ્યારે બબીતાએ સાથે લગ્ન કર્યા હતા ત્યારે તેની ઉંમર 23 વર્ષ હતી. રણધીર કપૂર અને બબીતા 6 નવેમ્બર 1971ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન પછી બબીતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પણ અંતર બનાવી લીધું હતું.