કરોડોની સેલેરી મેળવે છે બોલીવુડની આ 6 અભિનેત્રીઓના બોડીગાર્ડ્સ, આ અભિનેતી આપે છે સૌથી વધુ સેલેરી

બોલિવુડ

બોલિવૂડના સ્ટાર્સ જેટલું નામ અને ખ્યાતિ મેળવે છે, પોતાની સુરક્ષાની ચિંતા પણ તેમને એટલી જ પરેશાન કરે છે. આ જ કારણ છે કે દરેક મોટા ફિલ્મી સ્ટાર્સે પોતાના પર્સનલ બોડીગાર્ડ્સ રાખ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે, જે પોતાના બોડીગાર્ડને કરોડોમાં સેલેરી આપે છે. અહીં અમે તમને બોલીવુડ સ્ટાર્સના એવા જ કરોડોમાં સેલેરી મેળવતા બોડીગાર્ડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

દીપિકા પાદુકોણ: લોકપ્રિયતાની બાબતમાં આ સમયે દીપિકા પાદુકોણ લગભગ દરેક અભિનેત્રીઓથી આગળ છે. ભીડમાં પોતાની સુરક્ષા માટે, તેણે જલાલ નામનો બોડીગાર્ડ રાખ્યો છે, જેને તે પોતાનો ભાઈ માને છે અને દર વર્ષે તેને રક્ષાબંધનના પ્રસંગ પર રાખડી પણ બાંધે છે. તમને જણાવી દઈએ કે દીપિકા જલાલને વાર્ષિક 90 લાખ રૂપિયા પગાર તરીકે આપે છે.

કેટરિના કૈફ: કહેવાય છે કે સલમાનના રહેવાથી કેટરીના પર ક્યારેય કોઈ સમસ્યા આવી જ નથી શકતી, છતાં પણ પોતાની સુરક્ષા માટે કેટરિનાએ દીપક સિંહ નામનો બોડીગાર્ડ રાખ્યો છે. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના પણ એક સમયે દીપક સિંહ પર્સનલ બોડીગાર્ડ હતા. બોલિવૂડના સૌથી હેન્ડસમ બોડીગાર્ડ્સમાં તેની ગણતરી થાય છે. કહેવાય છે કે દીપક વાર્ષિક 1 કરોડ રૂપિયાનો પગાર લે છે.

અનુષ્કા શર્મા: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ પોતાની સુરક્ષા માટે એક પર્સનલ બોડીગાર્ડ રાખ્યો છે, જેનું નામ પ્રકાશ સિંહ છે. પોતાની સુરક્ષા માટે અનુષ્કા શર્મા આંખ બંધ કરીને પ્રકાશ સિંહ પર વિશ્વાસ કરે છે. પ્રકાશ સિંહ પણ અનુષ્કાની સુરક્ષામાં હંમેશા સાવચેત રહે છે. અનુષ્કા પાસેથી તે વાર્ષિક 1.2 કરોડ રૂપિયા પગાર લે છે.

કંગના રનૌત: બોલિવૂડની પંગા ગર્લ કંગના રનૌતને બોડીગાર્ડની જરૂર નથી, છતાં પણ તેણે કુમાર નામનો એક પર્સનલ બોડીગાર્ડ રાખ્યો છે. ઘણા પ્રસંગો પર કુમાર કંગના સાથે જોવા મળ્યો છે. કંગના કુમારને પોતાના પરિવારનો સભ્ય માને છે અને તેનો જન્મદિવસ પણ ઉજવે છે. પગાર તરીકે કંગના કુમારને વાર્ષિક 90 થી 95 લાખ રૂપિયા આપે છે.

શ્રદ્ધા કપૂર: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર જે શક્તિ કપૂરની પુત્રી છે તેના પણ લાખોની સંખ્યામાં ચાહકો છે. ઘણી વખત ભીડમાં તે ખરાબ રીતે ફસાઈ ચુકી છે. આવી સ્થિતિમાં તેણે અતુલ કાંબલે નામનો એક પર્સનલ બોડીગાર્ડ રાખ્યો છે, જે પડછાયાની જેમ તેની સાથે રહે છે. શ્રદ્ધા અતુલ કાંબલેને પોતાના જીવનનો મહત્વપૂર્ણ ભાગ માને છે. અતુલના જન્મદિવસ પર તેની સાથે તે પોતાની એક તસવીર પણ શેર કરી ચુકી છે. કહેવાય છે કે અતુલને તે વાર્ષિક 90 થી 95 લાખ રૂપિયા સેલેરી તરીકે આપે છે.

સની લિયોન: સની લિયોનીની એક ઝલક મેળવવા ચાહકોની ભારે ભીડ ઉમટી પડે છે. આવી સ્થિતિમાં પોતાની સુરક્ષા માટે તેમણે યુસુફ ઇબ્રાહિમ નામનો એક પર્સનલ બોડીગાર્ડ રાખ્યો છે, જે તેના સુરક્ષા મેનેજર પણ છે. એવું કહેવાય છે કે સની લિયોન યુસુફને વાર્ષિક 1.5 કરોડ રૂપિયા સેલેરી તરીકે આપે છે અને રક્ષાબંધન પર તેને રાખડી પણ બાંધે છે.