બોલીવુડની આ 6 અભિનેત્રીઓ એ શરૂ કરી છે પોતાની બ્યૂટી બ્રાંડ, એકની તો વિદેશમાં છે જબરદસ્ત ડિમાંડ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલીવુડની સ્ટાર અભિનેત્રીઓને અવારનાર તમે બ્યુટી પ્રોડક્ટ્સની જાહેરાતમાં જોઈ શકો છો. પરંતુ તમારામાંથી થોડા જ લોકો જાણતા હશે કે ઘણી સ્ટાર અભિનેત્રીઓની પોતાની બ્યુટી બ્રાન્ડ છે. બોલિવૂડની સુંદર અભિનેત્રીઓની ચમકતી ત્વચા અને રંગ-રૂપ જોઈને લોકો માત્ર પ્રભાવિત જ થતા નથી, પરંતુ લોકો તેમની સુંદરતાનું રહસ્ય પણ જાણવા ઈચ્છે છે. આ જ કારણ છે કે બ્યુટી બ્રાન્ડ્સ આ સુંદર બોલીવુડ અભિનેત્રીઓને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી લે છે, જેથી લોકો આ બ્રાન્ડ્સ સાથે જોડાઈ શકે. સાથે જ બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાની બ્યુટી બ્રાન્ડ લોન્ચ કરી છે, જે ખૂબ લોકપ્રિય પણ છે. કેટરિના કૈફથી લઈને સની લિયોન પણ આ લિસ્ટમાં શામેલ છે.

કેટરિના કૈફની બ્યુટી બ્રાન્ડ – કે બ્યુટી: બોલિવૂડમાં પોતાને સ્થાપિત કર્યા પછી, કેટરીના કૈફે નવેમ્બર 2019 માં મુંબઈમાં પોતાની બ્યુટી બ્રાન્ડ લોન્ચ કરી. આ બ્રાન્ડનું નામ કે બ્યુટી છે. જો કેટરીના કૈફની વાત માનીએ તો આ તેનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 2019 માં તેના લોન્ચ કર્યા પછી, તે ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવે તે પહેલાં જ, આ પ્રોડક્ટ્સ એ હેડલાઇન્સ બનાવી કારણ કે કેટરિનાના નવા બિઝનેસને પ્રમોટ કરવામાં ઘણા બધા સ્ટાર્સ શામેલ હતા.

સની લિયોનની બ્યુટી બ્રાન્ડ – સ્ટાર સ્ટ્રક: પોતાના આકર્ષક ડાન્સ અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે બોલિવૂડમાં છવાઈ ગયેલી સની લિયોને વર્ષ 2018માં એક નવી શરૂઆત કરી અને પોતાની મેકઅપ લાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો અને તેનું નામ સ્ટાર સ્ટ્રક રાખ્યું. તેની બ્યૂટી રેંજમાં લિપસ્ટિક, લિપ ગ્લોસ, મસ્કરા, આઇ લાઇનર્સ અને હાઇલાઇટર્સ સહિત ઘણી પ્રોડક્ટ્સ શામેલ છે.

લારા દત્તાની બ્યુટી બ્રાન્ડ – એરિયસ: ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક, લારા દત્તાએ હેલ્થ કોન્સિયસ સ્કિનકેર પ્રોડક્ટ્સ લોન્ચ કરી જે એરિયાસ ના નામથી ઓળખાય છે. તેની રેન્જની ખાસ વાત એ છે કે તે પેરાફિન અને કેમિકલ ફ્રી છે. ફેસ વોશથી લઈને સીરમ અને ક્લીન્સર સુધી, તેની સ્કિનકેર લાઈનમાં લગભગ 11 પ્રોડક્ટ્સ છે.

લિસા હેડનની બ્યુટી બ્રાન્ડ – નેકેડ: મોડલ અને અભિનેત્રી લિસા હેડનની પણ બ્યૂટી બ્રાંડ છે, જેનું નામ નેકેડ છે. લિસાનું કહેવું છે કે પોતાની ચમકતી ત્વચાના રહસ્યો શેર કરવા માટે તેણે આ બ્યુટી બ્રાન્ડ લોન્ચ કરી.

પ્રિયંકા ચોપરાની બ્યુટી બ્રાન્ડ- અનોમલી હેરકેર: પ્રિયંકા ચોપરાની એક હેરકેર બ્રાન્ડ છે જેનું નામ અનોમલી હેરકેર છે. વિદેશમાં આ પ્રોડક્ટની ઘણી માંગ છે.