વિક્કી પહેલા આ 6 અભિનેતાઓ પણ વિદેશી સુંદરીઓ પર હારી ચુક્યા છે દિલ, કોઈએ કર્યા લગ્ન તો કોઈ છે….

બોલિવુડ

હિન્દી ફિલ્મ અભિનેતા વિકી કૌશલે ગુરુવાર, 9 ડિસેમ્બર ના રોજ વિદેશી મૂળની બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા. જો કે કેટરીના છેલ્લા 20 વર્ષથી હિન્દી સિનેમા અને ભારતનો એક ભાગ છે, જોકે તેનો જન્મ બ્રિટિશ હોંગકોંગમાં થયો હતો અને તેનું બાળપણ દુનિયાના ઘણા દેશોમાં પસાર થયું છે. તેની માતા ક્રિશ્ચિયન અને પિતા મુસ્લિમ છે.

જણાવી દઈએ કે કેટરીના પાસે ભારતની નાગરિકતા પણ નથી. તે બ્રિટિશ નાગરિકતા ધરાવતી બોલીવુડ અભિનેત્રી છે. જોકે પ્રેમ આ બધું નથી જોતો. વિકી પહેલા બોલિવૂડના અન્ય ઘણા કલાકારોએ પોતાના માટે વિદેશી જીવનસાથી પસંદ કરી છે. ચાલો જાણીએ વિકી ઉપરાંત તે કલાકારો વિશે જેમનું દિલ વિદેશી સુંદરીઓ પર આવ્યું. કોઈએ લગ્ન કરી લીધા તો કોઈ રિલેશનમાં આવે છે.

પુરબ કોહલી અને લ્યુસી પેટન: ભૂતપૂર્વ વીજે અને અભિનેતા-મોડલ પુરબ કોહલીનું દિલ આવ્યું હતું વિદેશી છોકરી લ્યુસી પેટન પર. બંનેએ પોતાના પ્રેમ ભરેલા સંબંધને 15 ફેબ્રુઆરી 2018ના રોજ ગોવામાં એક પ્રાઈવેટ સેરેમનીમાં નવું નામ આપીને લગ્ન કર્યા હતા. બંને લગ્ન પહેલા લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા અને એક પુત્રીના માતા-પિતા બની ચુક્યા હતા. પુત્રીના જન્મના ત્રણ વર્ષ પછી બંનેના લગ્ન થયા હતા. જણાવી દઈએ કે પુરબ કોહલીની પત્ની યુકે બેસ્ડ યોગ ટીચર છે.

શશિ કપૂર-જેનિફર કેન્ડલ: શશિ કપૂર હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા હતા. તે પોતાના જમાનાના એક મોટા અભિનેતા રહ્યા છે. શશીએ અંગ્રેજી અભિનેત્રી જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા હતા. જેનિફરના પિતા આ સંબંધની વિરુદ્ધ હતા પરંતુ છતાં પણ જેનિફરે વર્ષ 1958માં શશિ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી.

અરુણોદય સિંહ-લી એલ્ટન: અરુણોદય સિંહ યે સાલી ઝિંદગી, જિસ્મ 2 જેવી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે. અરુણોદય સિંહ પણ વિદેશી છોકરી પર ફિદા થયા હતા. વર્ષ 2016 માં તેમણે પોતાની કેનેડિયનની ગર્લફ્રેન્ડ લી એલ્ટન સાથે લગ્ન કર્યા હતા. કપલના લગ્ન રાજવી ઠાઠ-બાઠ સાથે થયા હતા. જો કે બંને લાંબા સમય સુધી સાથે રહી શક્યા નહીં. કહેવાય છે કે એક કૂતરાને લઈને થયેલા એક ઝઘડા પછી બંને છુટાછેડા લઈને અલગ થઈ ચુક્યા હતા.

અરબાઝ ખાન-જ્યોર્જિયા એન્ડ્રિયાની: મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા પછી બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે જ્યોર્જિયા એન્ડ્રિયાની એક ઈટાલિયન મોડલ છે. સાથે જ તે અરબાઝથી ઉંમરમાં 22 વર્ષ નાની છે. બંનેને એકબીજાને ડેટ કરતા 4 વર્ષનો સમય થઈ ગયો છે. બંને પોતાના સંબંધને દુનિયા સામે સ્વીકારી ચુક્યા છે. હવે ચાહકો આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

અર્જુન રામપાલ-ગેબ્રિએલા ડિમિટ્રિએડ્સ: અર્જુન રામપાલે વર્ષ 1998માં સુપર મોડલ રહેલી જેસિયા મેહર સાથે પહેલા લગ્ન કર્યા હતા. વર્ષ 2019 માં તેમણે પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. અર્જુન લાંબા સમયથી સાઉથ આફ્રિકન મૂળની સુંદર મોડલ ગેબ્રિએલા ડિમિટ્રિએડ્સને ડેટ કરી રહ્યા છે. બંને લગ્ન કર્યા વગર જુલાઈ 2019માં એક પુત્રના માતા-પિતા બની ચુક્યા છે. બંને હાલમાં લિવ-ઈન રિલેશનશિપમાં છે.

સલમાન ખાન-યુલિયા વંતુર: અભિનેતા સલમાન ખાનનું નામ અત્યાર સુધી અડધો ડઝન અભિનેત્રીઓ સાથે જોડાયું છે, જોકે છેલ્લા કેટલાક સમયથી તે અભિનેત્રી યુલિયા વંતુરને ડેટ કરી રહ્યો છે. પોતાના સંબંધને લઈને ન તો સલમાને ક્યારેય કંઈ કહ્યું અને ન તો અભિનેત્રી યૂલિયા વંતૂરે. જોકે બંને અવારનવાર એકસાથે જોવા મળે છે. કહેવાય છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ વર્ષ 2012 થી ચાલી રહ્યો છે. યૂલિયા વંતુર દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તે રોમાનિયન મોડલ પણ છે. ચાહકો લાંબા સમયથી સલમાનના લગ્નની રાહ જોઈ રહ્યા છે. કદાચ 55 વર્ષના અભિનેતા યુલિયા સાથે સંબંધમાં બંધાઈને આ રાહને હંમેશા માટે સમાપ્ત કરી દે.