બોલીવુડના આ 5 વિલન જેટલા ખતરનાક છે, તેટલી જ તેમની પત્નીઓ છે સીધી-સાદી, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હિરો અને તેમના ફેમિલીની ચર્ચા ઘણીવાર થતી રહે છે. હીરો વિશે દરેક વ્યક્તિ જાણવા અને સાંભળવાનું પસંદ કરે છે. અને તેમના પરિવાર વિશે જાણવા માટે પણ લોકો આતુર રહે છે. પરંતુ વિલનના પાત્રો નિભાવતા અભિનેતા સાથે આવુ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આજે અમે તમને તે ખતરનાક વિલન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પડદા પર ખતરનાક રોલ કર્યા છે, પરંતુ રિયલ લાઈફમાં તેની પત્ની એકદમ શાંત અને સીધી છે. ચાલો જાણીએ આ વિલનની પત્નીઓ વિશે.

શક્તિ કપૂર અને શિવાંગી કપૂર: કલાકાર શક્તિ કપૂરે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીની બહેન શિવાંગી સાથે લગ્ન કર્યા હતા. બોલિવૂડની ફિલ્મોમાં હંમેશાં હિરોઇનની ઇજ્જત રાખનાર શક્તિ સાહેબ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે. શિવાંગી લાઈમલાઈટથી દૂર રહે છે અને ખૂબ જ શાંત સ્વભાવની છે.

ગુલશન ગ્રોવર અને કશીશ: ઇન્ડસ્ટ્રીમાં બેડ મેન તરીકે જાણીતા ગુલશન ગ્રોવરે બે લગ્ન કર્યાં હતાં. તેમના પહેલા લગ્ન ફિલોમિના સાથે થયા હતા, જેની સાથે લગ્નના 3 વર્ષ પછી છુટાછેડા થયા હતા. આ પછી ગુલશને કાશીશ નામની યુવતી સાથે લગ્ન કર્યા પરંતુ એક વર્ષ પછી તેની સાથે પણ છુટાછેડા થઈ ગયા.

આશુતોષ રાણા અને રેણુકા શહાણે: ફિલ્મ દુશ્મન, સંઘર્ષ અને અન્ય ઘણી ફિલ્મોમાં ખતરનાક વિલનનો રોલ નિભાવી ચુકેલા આશુતોષ રાણાએ રેણુકા સાથે લવ મેરેજ કર્યા છે. તેઓએ સાથે કોઈ ફિલ્મ કરી નથી,  કાસ્ટ કરવા માટે તૈયાર રહે છે.

પ્રકાશ રાજ અને પોની વર્મા: બોલિવૂડ સિવાય પ્રકાશ રાજે સાઉથની ઘણી ફિલ્મોમાં વિલનની ભુમિકા નિભાવી છે અને તેણે નકારાત્મક પાત્રોની બધી મર્યાદાઓ તોડી નાખી છે. તેની પત્ની પોની વર્મા છે જેને પ્રકાશ રાજ ખૂબ જ પ્રેમ કરે છે. તે ખૂબ જ સીધી અને સરળ છે. પ્રકાશ રાજને સાઉથની દુનિયાના દરેક ડિરેક્ટર અને પ્રોડ્યૂસર પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માટે તૈયાર રહે છે.

નિકિતિન ધીર અને કૃતિકા સેંગર: શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ તો તમને બધાને યાદ જ હશે. આ ફિલ્મમાં તે દીપિકા પાદુકોણ સાથે જોવા મળ્યો હતો. ખરેખર, ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં થંગાબાલીનો રોલ કરનાર નિકિતિન પણ રિયલ લાઈફમાં સામાન્ય લોકોની જેમ જ છે. તેમને કામ કરવું અને પરિવારને સમય આપવો ખૂબ પસંદ છે. જણાવી દઈએ કે તેણે ટીવી અભિનેત્રી કૃતીકા સાથે લગ્ન કર્યા હતા અને હવે તે સુખી જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.