આજે બોલીવુડમાં ધૂમ મચાવી રહ્યા હોત આ 5 ટીવી સ્ટાર્સ, જો રિજેક્ટ ન કરી હોત આ બોલીવુડ ફિલ્મો

બોલિવુડ

બોલિવૂડમાં સફળ થવું કોણ નથી ઈચ્છતું. ખાસ કરીને એવા સ્ટાર્સ જે નાના પડદા એટલે કે ટીવી પર રાજ કરે છે. ઘણા સ્ટાર્સ એવા પણ છે જેઓ ટીવીમાંથી બહાર આવ્યા અને બોલિવૂડ પર છવાઈ ગયા. જો કે ઘણા એવા ટીવી સ્ટાર્સ છે જેમણે ઘણી મોટી ફિલ્મો રિજેક્ટ કરી છે. જો તેમણે આ ફિલ્મો રિજેક્ટ કરી ન હોત તો આજે તે બોલિવૂડ પર રાજ કરી રહ્યા હોત. ચાલો અમે તે સ્ટાર્સ વિશે જણાવીએ.

દ્રષ્ટિ ધામી: ટીવીની પ્રખ્યાત અભિનેત્રી દ્રષ્ટિ ધામીને તો તમે ઓળખતા જ હશો. તેની સુંદરતાના દરેક વ્યક્તિ દીવાના છે. એક્ટિંગમાં પણ આ અભિનેત્રી કોઈથી ઓછી નથી. તેની સિરિયલ મધુબાલાએ તો તેને ઘર-ઘરમાં ઓળખ અપાવી હતી.

દ્રષ્ટિ ધામી બોલિવૂડમાં પણ રાજ કરી શકતી હતી. તેને સિંઘમ રિટર્ન્સ ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી. જો કે તેણે આ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી હતી. આ ફિલ્મ ખૂબ હિટ રહી હતી.

મોહિત રૈના: ટીવીના પ્રખ્યાત સ્ટાર મોહિત રૈનાએ પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેમની દમદાર એક્ટિંગ હોય કે તેનો લુક, દરેકને લોકો ખૂબ પસંદ કરે છે. તેના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે.

ખૂબ ઓછા લોકો જાણતા હશે કે તેને બિપાશા બસુ સાથે કામ કરવાની તક મળી હતી. તેને હોરર ફિલ્મ ‘ક્રિએચર’માં બિપાશા સાથે રોલ ઓફર થયો હતો. જોકે તેણે આ ફિલ્મ કરવાની મનાઈ કરી હતી.

દીપિકા કક્કર: ‘સસુરાલ સિમર કા’ ટીવી સિરિયલથી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી દીપિકા કક્કરને તો તમે જાણતા જ હશો. તેની સુંદરતા અને સાદગી વિશે તમે બધા જાણો જ છો. તે પોતાના પતિ શોએબ ઈબ્રાહિમ સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રખ્યાત છે. દીપિકા પણ આ ​​સમયે બોલિવૂડ પર રાજ કરી શકતી હતી. તેને ઘણી બોલિવૂડ ફિલ્મોની ઓફર મળી હતી. જોકે, ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન્સ હોવાને કારણે તેણે આ ફિલ્મો કરવાની મનાઈ કરી હતી.

અદા ખાન: જ્યારે અદા ખાનની વાત આવે છે તો તરત જ તેનો ‘નાગિન’ શો મનમાં આવી જાય છે. આ શોના કારણે તે ખૂબ પ્રખ્યાત થઈ ચુકી છે. આ ઉપરાંત તે કોમેડી શોમાં પણ જોવા મળી ચુકી છે. અદા એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે.

ટીવીની જેમ અદા ખાન ફિલ્મોમાં પણ પ્રખ્યાત થઈ શકતી હતી. તેને બોલિવૂડમાં કામ કરવાની ઓફર પણ થઈ હતી. જો કે તેણે કહ્યું હતું કે તે હજુ બોલિવૂડ માટે તૈયાર નથી. તેણે ફિલ્મોમાં કામ કરવાની મનાઈ કરી હતી.

શાહિર શેખ: કૃષ્ણના પાત્રથી શાહીર શેખને ઘર-ઘરમાં ઓળખ મળી હતી. તે ટીવીના ચમકતા સ્ટાર છે. તે ટીવીમાં ઘણી સારી ભૂમિકાઓ નિભાવતા જોવા મળે છે. લોકો તેમની એક્ટિંગના પણ દીવાના છે. ચાહકોની બાબતમાં તે ખૂબ લકી છે.

શાહીર શેખ પણ આજે બોલિવૂડના ચમકતા સ્ટાર હોત. તેમને પણ બોલિવૂડ ફિલ્મની ઓફર મળી હતી. શાહિર જ્યારે ટીવી શોનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેને ફિલ્મની ઓફર મળી હતી. જોકે તેણે ફિલ્મની આ ઓફર રિજેક્ટ કરી હતી.