ટીવી જોવું ભલા કોને પસંદ નથી હોતું, ખાસ કરીને ઘરની સ્ત્રીઓ પોતાના ફ્રી સમયમાં ટીવી પર સીરિયલ જરૂર જુવે છે. બાળકોથી લઈને વડીલો સુધીને ટીવી સિરિયલો ખૂબ જ આકર્ષિત કરી રહી છે. તમે પણ તમારા જીવનમાં ઘણી સિરિયલો જોઈ હશે અને તેમાં કામ કરતા સ્ટાર્સને પણ તમે પસંદ કર્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે ટીવી સ્ટાર્સની લાઈફસ્ટાઈલ કેટલી લક્ઝરી હશે? આટલું જ નહીં, પરંતુ આ સ્ટાર્સ લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવા માટે માત્ર એક્ટિંગ જ નહીં પરંતુ અન્ય ઘણા સાઇડ બિઝનેસ પણ કરે છે. ખરેખર એક્ટિંગ એક સમય પૂરતી મર્યાદિત રહે છે પરંતુ જો તમારો પોતાનો બિઝનેસ હોય તો તેના પર તમારું ભવિષ્ય નિર્ભર કરી શકાય છે. આવી સ્થિતિમાં અમે તમને આ પોસ્ટ દ્વારા, તે પ્રખ્યાત ટીવી કલાકારો વિશે જણાવી રહ્યા છીએ જે માત્ર એક્ટિંગ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમણે પૈસા કમાવવા માટે અન્ય ઘણી યુક્તિઓ અપનાવી છે.
શબ્બીર આહલુવાલિયા: શબ્બીર આહલુવાલિયા ટીવી જગતના સૌથી પ્રખ્યાત અભિનેતાઓના લિસ્ટમાં શામેલ છે, જેઓ ખૂબ સારા પૈસા પણ કમાઈ રહ્યા છે. શબ્બીરને તેની ઓળખ એકતા કપૂરની સીરિયલ ‘કુમકુમ ભાગ્ય’થી મળી હતી. જો કે આ પહેલા પણ તેણે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે, પરંતુ તેને જે લોકપ્રિયતા ટીવી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’થી મળી તે કોઈ અન્ય સિરિયલથી નથી મળી. જણાવી દઈએ કે શબ્બીરનું પોતાનું ‘ફ્લાઈંગ ટર્ટલ’ નામનું પ્રોડક્શન હાઉસ છે. તે તેના કો-ફાઉંડર છે, જે ઘણી મોટી સિરિયલોનું નિર્દેશન કરનાર કંપની પણ બની ચુકી છે.
અર્જુન બિજલાની: અર્જુન બિજલાનીને છોકરીઓના સૌથી ફેવરિટ કલાકારોમાંથી એક માનવામાં આવે છે જેમણે ‘ઇશ્ક મેં મર જાવા’ અને ‘નાગિન’ જેવા પ્રખ્યાત શોથી ખૂબ નામ કમાવ્યું છે. આ ઉપરાંત તે ઘણા રિયાલિટી શોને જજ કરતા પણ જોવા મળી ચુક્યા છે. જણાવી દઈએ કે એક્ટિંગ ઉપરાંત અર્જુન બિજલાની મુંબઈમાં પોતાની વાઈન શોપ ચલાવે છે, જેનાથી તેમને દર વર્ષે મોટી રકમ મળે છે.
હિતેન તેજવાની: ટીવી ક્વીન એકતા કપૂરે હિતેન તેજવાનીને પણ પ્રખ્યાત થવામાં ખૂબ સાથ આપ્યો છે. હિતેન ઘણી ટીવી સિરિયલોમાં એક્ટિંગ કરતા જોવા મળી ચુક્યા છે પરંતુ એક્ટિંગ ઉપરાંત હિતેન પોતાનું રેસ્ટોરંટ પણ ચલાવે છે જે મુંબઈમાં આવેલું છે તેનું નામ ‘બારકોડ 053’ છે.
કરણ કુન્દ્રા: કરણ કુન્દ્રા તાજેતરમાં જ બિગ બોસથી ખૂબ નામ અને ખ્યાતિ કમાઈ ચુક્યા છે પરંતુ આ પહેલા તેને પોતાની સાચી ઓળખ ટીવી સીરિયલ ‘કિતની મોહબ્બત હૈ’થી મળી હતી. કરણ કુન્દ્રા ટીવી સિરિયલ્સ ઉપરાંત વેબ સિરીઝમાં પણ એક્ટિંગ કરતો જોવા મળ્યા છે. પરંતુ એક્ટિંગ ઉપરાંત, તેમનો પોતાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો બિઝનેસ પણ છે, જે ઘણા મોટા મોલ અને થિયેટર બનાવે છે.
રોનિત રોય: ‘કસૌટી ઝિંદગી કી’માં મિસ્ટર બજાજ બનેલા રોનિત રોય આજે કોઈ ઓળખના મોહતાજ નથી કારણ કે તેમણે પોતાની એક્ટિંગના આધારે લાખો લોકોને દિવાના બનાવી દીધા છે. ટીવી સિરિયલો ઉપરાંત તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચુક્યા છે. એક્ટિંગ ઉપરાંત રોનિત પોતાનો સાઈડ બિઝનેસ પણ કરી રહ્યા છે, જેનાથી તે દર વર્ષે લાખો રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. ખરેખર તેમની પાસે એક સુરક્ષા એજન્સી છે જે ઘણા બોલિવૂડ સ્ટાર્સને બોડીગાર્ડ પ્રોવાઈડ છે.