કોઈને સ્કૂલમાં તો કોઈને કોલેજમાં મળ્યો હતો સાચો પ્રેમ, આ 5 સ્ટાર્સે જૂના પાર્ટનર સાથે કર્યા છે લગ્ન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

હિન્દી સિનેમામાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાના સ્કૂલ કે કોલેજ સમયના પ્રેમને આગળ વધાર્યો અને પછી આગળ જઈને તેમની સાથે લગ્ન પણ કર્યા. તેમણે પોતાના માટે ફિલ્મી દુનિયાથી બહારના હમસફર ફિલ્મોમાં આવતા પહેલા જ પસંદ કર્યા હતા. ચાલો આજે તમને એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવીએ જેમણે પોતાના જૂના પ્રેમ સાથે લગ્ન કર્યા છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન: હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંથી એક અભિનેતા શાહરૂખ ખાને હિન્દી સિનેમામાં આવતા પહેલા જ લગ્ન કરી લીધા હતા. શાહરૂખ અને ગૌરી ખાન સ્કૂલના દિવસોથી જ એકબીજાને ઓળખતા હતા અને પછી બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. આગળ જઈને બંનેએ વર્ષ 1991માં લગ્ન કરી લીધા હતા.

સાથે જ શાહરૂખે હિન્દી સિનેમામાં પોતાનો પગ 1992માં આવેલી ફિલ્મ ‘દીવાના’થી મુક્યો હતો. શાહરૂખ અને ગૌરી ખાનના લગ્નને 30 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. બંનેની જોડી હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય અને ચર્ચિત જોડીમાંથી એક માનવામાં આવે છે.

ઈશા દેઓલ અને ભરત તખ્તાની: ઈશા દેઓલ હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારોની પુત્રી છે. ઈશાના પિતા દિગ્ગ્ઝ અભિનેતા ધર્મેન્દ્ર છે અને તેની માતા હિન્દી સિનેમાની સદાબહાર અભિનેત્રી હેમા માલિની છે. પોતાના માતા-પિતાની જેમ ઈશાએ કોઈ ફિલ્મ કલાકારને પોતાના સાથી તરીકે પસંદ ન કર્યો. ઈશાએ તેના સ્કૂલ ફ્રેન્ડ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા.

ઈશા અને ભરત સ્કૂલમાં સાથે ભણતા હતા અને પછી બંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા. આગળ જઈને બંનેને પ્રેમ થઈ ગયો અને ઈશાએ ભરત સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. હવે બંને બે પુત્રીઓના માતા-પિતા છે.

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ: હિન્દી સિનેમાના ઉભરતા અભિનેતા આયુષ્માન ખુરાનાના લગ્ન વર્ષ 2008માં તાહિરા કશ્યપ સાથે થયા હતા. કહેવાય છે કે બંને એક બીજાને કોલેજના સમયથી ઓળખતા હતા. બંનેના પરિવારજનોએ પણ બંનેના સંબંધને મંજૂરી આપી હતી.

રિતિક રોશન અને સુઝૈન ખાન: હિન્દી સિનેમાના સુપરસ્ટાર રિતિક રોશને જે વર્ષે હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું તે સમયે તેમણે લગ્ન કરી લીધા હતા. લાખો છોકરીઓની પસંદ રિતિકનું દિલ ચોર્યું હતું ગયા જમાનાના અભિનેતા સંજય ખાનની પુત્રી સુઝૈન ખાને. બંનેના લગ્ન વર્ષ 2000માં થયા હતા.

રિતિક અને સુઝેન બંને સ્ટાર કિડ્સ હોવાને કારણે એકબીજાને બાળપણથી જ ઓળખતા હતા અને તેમના પરિવાર પણ એકબીજાના મિત્રો રહ્યા છે. રિતિક અને સુઝૈન બે પુત્રોના માતા-પિતા છે. પરંતુ તમને જણાવી દઈએ કે રિતિક રોશન અને સુઝૈન ખાનના લગ્ન વર્ષ 2014 માં છૂટાછેડા સાથે તૂટી ગયા હતા.

ઝાયદ ખાન અને મલાઈકા પારેખ: ઝાયદ ખાન રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાનના ભાઈ અને અભિનેતા સંજય ખાનના પુત્ર છે. ઝાયદે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તે મોટા પડદા પર સફળ થઈ શક્યા નહિં. ઝાયદે વર્ષ 2005માં મલાઈકા પારેખ સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે બંને બાળપણથી જ મિત્રો છે અને આ કપલ સ્કૂલમાં સાથે ભણતા હતા.