ગોવિંદાથી લઈને પ્રકાશ રાજ સુધી આ 5 સ્ટાર્સે ગુમાવ્યા છે પોતાના નાના-નાના બાળકો, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

અવારનવાર મોટા પડદા પર ફિલ્મો જોતી વખતે ઘણીવાર આપણે આપણા ફેવરિટ કલાકારોના અંગત જીવન અથવા તેમના અંગત જીવનમાં આવેલી મુશ્કેલીઓનો પરિચય મેળવી શકતા નથી. પડદા પર જે પાત્રમાં સ્ટાર્સ જોવા મળે છે તે તેના સુધી જ સીમિત રહે છે. રિયલ લાઈફમાં તેઓ પણ દુ:ખ-દર્દ, મુશ્કેલીમાંથી પસાર થાય છે. ઘણા સ્ટાર્સ એવા છે જેમણે પોતાની આંખો સામે પોતાના બાળકોનું મૃત્યુ જોયું છે અને આજે પણ તેમને પોતાના ગુમાવેલા બાળકોને યાદ કરીને ખૂબ જ દુઃખ થાય છે. ચાલો આજે તમને એવા જ પાંચ કલાકારો વિશે જણાવીએ.

ગોવિંદા: કોમેડી, એક્ટિંગ અને ડાન્સ દરેક ચીજમાં નિષ્ણાંત 90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા એ વર્ષ 1987માં સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. 58 વર્ષના થઈ ચુકેલા ગોવિંદા અને સુનીતા લગ્ન પછી ત્રણ બાળકોના માતા-પિતા બન્યા હતા. કપલાના પુત્રનું નામ યશવર્ધન અને પુત્રીનું નામ નર્મદા આહુજા છે. જ્યારે આ કપલ પોતાની એક પુત્રીને ગુમાવી ચુકી છે. ગોવિંદાની એક પુત્રી જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ બાળકીનો સમય પહેલા જન્મ હોવાનું કહેવાય છે.

જગજીત સિંહ: દિગ્ગઝ અને દિવંગત ગઝલ ગાયક જગજીત સિંહે આ દુનિયાને વર્ષ 2011માં અલવિદા કહ્યું હતું. જગજીત સિંહે વર્ષ 1969માં ચિત્રા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંને એક પુત્રના માતા-પિતા બન્યા જેનું નામ વિવેક સિંહ હતું પરંતુ વિવેકનું તેની યુવાનીમાં વર્ષ 1990માં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વિવેકની ઉંમર માત્ર 18 વર્ષ હતી. સાથે જ વર્ષ 2009માં જગજીત સિંહની સાવકી પુત્રીએ આત્મહત્યા કરી લીધી હતી.

કબીર બેદી: હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતા કબીર બેદી પણ આ દુઃખમાંથી પસાર થઈ ચુક્યા છે. કબીર બેદીએ એક-બે નહીં પરંતુ કુલ ચાર લગ્ન કર્યા છે. ઘણા સમય પહેલા કબીર બેદી પોતાનો એક યુવાન પુત્ર ગુમાવી ચુક્યા છે. અત્યારે કબીર બે બાળકોના પિતા છે પરંતુ પહેલા તેમને એક અન્ય પુત્ર હતો. કબીરનો પુત્ર સિદ્ધાર્થ સિઝોફ્રેનિયાથી પીડિત હતો. સિદ્ધાર્થે તેના કારણે પોતાની જાતને ગોળી મારી દીધી અને તેનું મોત નીપજ્યું. ત્યારે સિદ્ધાર્થની ઉંમર માત્ર 26 વર્ષ હતી.

શેખર સુમન: મોટા પડદાથી લઈને નાના પડદા સુધી પોતાના જલવા ફેલાવનાર શેખર સુમન એક અભિનેતા હોવાની સાથે જ એન્કર, પ્રોડ્યુસર અને સિંગર પણ છે. શેખર એક પુત્ર અધ્યયન સુમનના પિતા છે પરંતુ તેમને આયુષ સુમન નામનો એક અન્ય પુત્ર હતો. જોકે આયુષનું મૃત્યુ માત્ર 11 વર્ષની ઉંમરમાં થયું હતું. તેને હ્રદયની બીમારી હતી અને તેના કારણે તેને બચાવી શકાયા નહિં.

પ્રકાશ રાજ: દક્ષિણ ભારતીય સિનેમાથી લઈને હિન્દી સિનેમામાં વિલનની ભૂમિકા નિભાવનાર પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. પ્રકાશ રાજનો એક પાંચ વર્ષનો પુત્ર પતંગ ઉડાવતી વખતે છત પરથી પડી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો.