વર્ષો સુધી જે ટીવી શોથી બની ઓળખ, તેને અચાનક જ છોડીને ચાલ્યા ગયા આ 5 પ્રખ્યાત કલાકાર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

ટીવીની દુનિયામાં પાત્ર પણ ખૂબ મહત્વ ધરાવે છે. તે પાત્રોને કારણે જ ટીવી શો હિટ બને છે. ટેલિવિઝનની દુનિયામાં ઘણી એવી સિરિયલો છે જેના કારણે કલાકારો હિટ થઈ ગયા. તેમને નામ, પૈસા અને ખ્યાતિ મળી. જો કે, થોડા વર્ષો પછી આ કલાકારોએ તે શો છોડી દીધો અને લોકોને ચોંકાવી દીધા. આજે અમે તમને એવા જ કેટલાક કલાકારોનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે પોતાના શોને અલવિદા કહીને ચાલ્યા ગયા.

શબ્બીર અહલુવાલિયા: આ લિસ્ટમાં પહેલું નામ અભિનેતા શબ્બીર અહલુવાલિયાનું છે. તેનો એક પ્રખ્યાત ટીવી શો હતો જેનું નામ ‘કુમકુમ ભાગ્ય’ હતું. આ શોની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. આ શો દ્વારા શબ્બીર અહલુવાલિયા ઘર-ઘરમાં ઓળખ બનાવવામાં સફળ થયા હતા. તેના પાત્રને લોકો ખૂબ પસંદ પણ કરતા હતા. શબ્બીરે પણ આ શોને ખૂબ એન્જોય કર્યો હતો. ત્યાર પછી 8 વર્ષ પછી તેણે અચાનક શો છોડવાની ઘોષણા કરી. તેના શો છોડવાને કારણે દર્શકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ધીરજ ધૂપર: ટીવીની દુનિયાને જાણતા અભિનેતા ધીરજ કપૂરને તો જરૂર ઓળખતા હશે. હા, એ અલગ વાત છે કે તેઓ તેમને અસલી નામથી ન ઓળખીને કરણ લૂથરાના નામથી જરૂર ઓળખતા હશે. ખરેખર ધીરજે ‘કુંડલી ભાગ્ય’ શોમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ શોમાં તેના પાત્રનું નામ કરણ લુથરા હતું. તેમની અને શ્રદ્ધા આર્યની જુગલબંધીને લોકો ખૂબ પસંદ કરતા હતા. જો કે, તેમણે પણ ઘણા વર્ષો પછી અચાનક શો છોડવાનો નિર્ણય લઈને દર્શકોને ચોંકાવી દીધા હતા.

ગશ્મીર મહાજની: વર્ષ 2020ની શરૂઆતમાં એક શોએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. આ શોનું નામ ‘ઈમલી’ હતું. શો શરૂ થતાં જ લોકોને એટલો પસંદ આવ્યો કે તે TRP લિસ્ટમાં પહોંચી ગયો હતો. સ્ટાર પ્લસ પર આવનારા શોમાં ગશ્મીર મહાજાની જોવા મળતા હતા. આ શોથી અભિનેતા ગશ્મીરને પણ ખૂબ જ સારું નામ અને ઓળખ મળી હતી. ત્યાર પછી 2 વર્ષ સુધી કામ કર્યા પછી તેણે શોને અલવિદા કહી દીધું હતું. દર્શકોને એ પણ જાણ ન થઈ કે અભિનેતાએ શો શા માટે છોડ્યો.

દિશા વાકાણી: કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ તો લોકોને ખૂબ હસાવે છે. આ શોની ટીઆરપી પણ ખૂબ હાઈ રહે છે. જ્યારે શોની વાત આવે અને દયા બેનનો કોઈ ઉલ્લેખ ન થાય, તે તો બની જ ન શકે. તેનું સાચું નામ દિશા વાકાણી છે. જોકે લોકો તેમને દયા બેનના નામથી જ ઓળખે છે. દિશાએ જ્યારે શો છોડવાની ઘોષણા કરી ત્યારે લોકો ખૂબ નિરાશ થયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે થોડા સમય પછી તે પરત આવશે. પરંતુ તેવું બન્યું નહીં. દિશા માતા બની ગઈ છે અને ટીવીથી દૂર ચાલી રહી છે.

દીપિકા કક્કર: દીપિકા કક્કરે પણ ‘સસુરાલ સિમર કા’ શોથી ઘણી સફળતા મેળવી હતી. ઘણા વર્ષો સુધી આ શોનો ભાગ રહેલી દીપિકાએ અચાનક જ શો છોડી દીધો હતો. સમાચારમાં કહેવાયું હતું કે શોની ટીઆરપી ઘટવાને કારણે તેણે આ નિર્ણય લીધો હતો.