કંઈક આવી હતી આ 5 સ્ટાર્સની છેલ્લી ઈચ્છા, કોઈ મેકઅપ સાથે જવા ઈચ્છતા હતા તો કોઈ…

બોલિવુડ

ફિલ્મી કલાકાર ફિલ્મી પડદા પર હોય કે સામાન્ય જીવનમાં, તેમનું જીવનકાળ હંમેશા ચર્ચામાં રહે છે. ઘણી ચીજોને ફિલ્મી કલાકારો છુપાવવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ તે ચીજો સામે આવી જાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલાક દિવંગત ફિલ્મ સ્ટાર્સની છેલ્લી ઇચ્છા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમણે પોતાના પરિવારના સભ્યોને જણાવી હતી. તો ચાલો તમને તે સ્ટાર્સ અને તેમની છેલ્લી ઈચ્છા વિશે જણાવીએ. ખાસ વાત એ છે કે આ સ્ટાર્સની છેલ્લી ઈચ્છા તેમના પરિવારના સભ્યોએ તેમના નિધન પછી પૂર્ણ પણ કરી હતી.

સ્મિતા પાટીલ: સ્મિતા પાટીલ એક શ્રેષ્ઠ અભિનેત્રી હતી. તેણે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દરેકના દિલ જીતી લીધા. માત્ર 31 વર્ષની નાની ઉંમરમાં સ્મિતા પાટીલે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. 17 ઓક્ટોબર 1935ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં જન્મેલી સ્મિતાનું 13 ડિસેમ્બર 1986ના રોજ નિધન થયું હતું. પુત્ર પ્રતિક બબ્બરને જન્મ આપ્યાના થોડા દિવસો પછી તેણે દુનિયા છોડી દીધી હતી. તેની છેલ્લી ઈચ્છા હતી કે જ્યારે તે અંતિમ યાત્રા પર નીકળે ત્યારે તે સુહાગનની જેમ નીકળે અને આવું કરવામાં પણ આવ્યુંહતું. તેના મેકઅપ મેન દીપક સાવંતે પણ આ વિશે ખુલાસો કર્યો હતો.

રાજેશ ખન્ના: હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના પોતાના કરોડો ચાહકોની વચ્ચે ‘કાકા’ ના નામથીપ્રખ્યાત હતા. રાજેશ ખન્ના જેવુ સ્ટારડમ ન તો તેમના પહેલા કોઈ અન્ય કલાકારને મળ્યું અને ન તો તેમના પછી.

રાજેશ ખન્ના હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતા હતા. ‘કાકા’એ પોતાના જીવનકાળમાં ખૂબ ખ્યાતિ મેળવી હતી. કહેવાય છે કે રાજેશ ખન્નાનું કેન્સરને કારણે જુલાઈ 2012માં નિધન થયું હતું. તેમના નિધનથી ચાહકોને ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો.

રાજેશ ખન્નાએ પોતાના પરિવાર અને જમાઈ અક્ષય કુમારને પોતાની અંતિમ ઈચ્છા જણાવી. તેમણે કહ્યું હતું કે તે એક સુપરસ્ટારની જેમ જીવ્યા અને મૃત્યુ પછી પણ તેની અંતિમ યાત્રા સુપરસ્ટારની જેમ જ નીકળવી જોઈએ.

મૃત્યુ પછી રાજેશ ખન્નાની અંતિમ યાત્રા સુપરસ્ટારની જેમ જ નીકળી. જે વાહનમાં તેમનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો તે વાહનને સફેદ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. તેમની અંતિમ યાત્રામાં લાખો લોકો એકઠા થયા હતા.

રાજકુમાર: રાજકુમાર એવા અભિનેતા હતા જેમની એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરીના દરેક લોકો દિવાના હતા. દિગ્ગ્ઝ અભિનેતા રાજકુમારનો બુલંદ અવાજ પણ દર્શકોને ખૂબ પસંદ આવતો હતો. વર્ષ 1996માં 69 વર્ષની ઉંમરમાં રાજકુમારનું ગળાના કેન્સરને કારણે નિધન થયું હતું. તેમની છેલ્લી ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર વિશે કોઈને પણ કોઈ માહિતી આપવામાં ન આવે.

રાજકુમારે પોતાના નિધનના એક દિવસ પહેલા પુત્રને આ વાત કહી હતી. આવી સ્થિતિમાં, તેમના અંતિમ સંસ્કાર શાંતિપૂર્વક કરવામાં આવ્યા હતા. તે ઈચ્છતા ન હતા કે તેના અંતિમ સંસ્કારમાં લોકો ભેગા થાય કે ભીડ થાય.

ઘનશ્યામ નાયક: ઘનશ્યામ નાયકને કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી મોટી અને ખાસ ઓળખ મળી હતી. ઘનશ્યામ આ શોમાં નટુ કાકાનું પાત્ર નિભવતા હતા. ઘનશ્યામનો હસતો ચહેરો અને મૈત્રીપૂર્ણ વ્યક્તિત્વ દરેકને પસંદ આવતું હતું. તેમનું 3 ઓક્ટોબર 2021ના રોજ કેન્સર જેવી જીવલેણ બીમારીને કારણે નિધન થયું હતું.

ટીવી સિરિયલોની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઘનશ્યામની છેલ્લી ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર મેક-અપ સાથે થાય અને પરિવારે એવું કર્યું પણ હતું.

અનિતા ગુહા: અનિતા ગુહાને વર્ષ 1975માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ જય સંતોષી માં થી ખાસ ઓળખ મળી હતી. 75 વર્ષની ઉંમરમાં અનિતાનું વર્ષ 2007માં નિધન થયું હતું. કહેવાય છે કે તેમની છેલ્લી ઈચ્છા એ હતી કે જ્યારે તે અંતિમ યાત્રા પર જાય ત્યારે મેકઅપ સાથે જ જાય.