બોલીવુડના આ 5 સ્ટાર્સે સાઉથ ફિલ્મોથી કર્યું છે ડેબ્યૂ, જાણો કોણ-કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

દર વર્ષે ઘણા કલાકારો હિન્દી સિનેમામાં આવે છે, જો કે તેમાંથી થોડા જ આગળ વધી શકે છે. દરેકને મોટા પડદા પર સફળતા અને લોકપ્રિયતા મળી શકતી નથી. ઘણા સ્ટાર્સ એવા છે જે પહેલા દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરે છે અને પછી બોલિવૂડમાં કારકિર્દી બનાવે છે. હિન્દી સિનેમાના પણ ઘણા દિગ્ગજ કલાકારોએ આવું જ કર્યું છે.

હિન્દી સિનેમાના ઘણા એવા પ્રખ્યાત કલાકારો છે જેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત દક્ષિણ ભારતીય સિનેમાથી શરૂ થઈ હતી. પછી તેણે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો અને પછી તે બોલિવૂડના અભિન્ન ભાગ બની ગયા. પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને તેમની ઓળખ પણ બોલિવૂડ કલાકાર તરીકે બની. ચાલો આજે તમને આ લેખમાં અમે 5 એવા જ મોટા બોલીવુડ સ્ટાર્સ વિશે જણાવીએ જેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત સાઉથ સિનેમાથી થઈ હતી.

અનિલ કપૂર: આ લિસ્ટમાં તમને દરેક નામ ચોંકાવનારું જ મળશે. દિગ્ગઝ અભિનેતા અનિલ કપૂરનું નામ જોઈને તમે પણ ચોંકી ગયા હશો. અનિલે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘વામસા વૃક્ષમ’થી કરી હતી. જેનું નિર્દેશન કર્યું હતું નિર્દેશક બાપુએ. આ ફિલ્મ વર્ષ 1980માં 7 જૂને રિલીઝ થઈ હતી. ત્યાર પછી અનિલ એ પોતાનો પગ હિંદી સિનેમામાં મુક્યો હતો. તેમની બોલિવૂડમાં ડેબ્યૂ ફિલ્મ ‘વો સાત દિન’ હતી જે વર્ષ 1983માં રિલીઝ થઈ હતી. જણાવી દઈએ કે અનિલ કપૂરે હોલીવુડમાં પણ કામ કર્યું છે. તે ઓસ્કાર જીતી ચુકેલી હોલીવુડ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં જોવા મળ્યા હતા. અનિલે પોતાની 40 વર્ષની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે.

એશ્વર્યા રાય બચ્ચન: હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રી ગણાતી એશ્વર્યા રાય બચ્ચન પણ દક્ષિણ ભારતીય સિનેમાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી ચુકી છે. એશ્વર્યાએ વર્ષ 1994માં વર્લ્ડ બ્યુટીનો એવોર્ડ જીત્યો હતો. ત્યાર પછી તેમણે ફિલ્મી દુનિયાનો રસ્તો પસંદ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ એક તમિલ ફિલ્મ હતી જેનું નામ ‘ઇરુવર’ હતું.

એશ્વર્યાની આ ફિલ્મ વર્ષ 1997માં રિલીઝ થઈ હતી. ત્યાર પછી તેણે તમિલ ફિલ્મ ‘જીન્સ’માં કામ કર્યું હતું જેનાથી તેને લોકપ્રિયતા મળી હતી. ત્યાર પછી તેણે 1997માં આવેલી ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. બોલિવૂડમાં એશ્વર્યાને પહેલી મોટી અને ખાસ સફળતા વર્ષ 1999માં આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’થી મળી હતી.

દીપિકા પાદુકોણ: આજના સમયની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાં દીપિકા પાદુકોણનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. વર્ષ 2007માં દીપિકાએ હિન્દી સિનેમામાં પોતાનો પગ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી મુક્યો હતો. તેને બોલિવૂડમાં કામ કરતા 15 વર્ષનો સમય થઈ ગયો છે. બોલિવૂડ પહેલા તેણે દક્ષિણ ભારતીય સિનેમામાં પણ કામ કર્યું હતું. બોલિવૂડ પહેલા તેણે કન્નડ સિનેમામાં પગ મૂક્યો હતો. આ દરમિયાન તેણે ફિલ્મ ‘એશ્વર્યા’માં કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2006માં રિલીઝ થઈ હતી.

પ્રિયંકા ચોપરા: બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી ધૂમ મચાવી ચુકેલી પ્રિયંકા ચોપરાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2002માં કરી હતી. આ દરમિયાન તેની ફિલ્મ ‘થામીજોન’ આવી હતી. આ એક તમિલ ફિલ્મ હતી. બોલિવૂડમાં પ્રિયંકાની પહેલી ફિલ્મ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’ હતી. આ ફિલ્મ વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. પ્રિયંકાને હિંદી સિનેમામાં શરૂઆતના થોડા વર્ષોમાં જ વક્ત, એતરાજ, અંદાજ મુજસે શાદી કરોગી જેવી ફિલ્મોથી સારી ઓળખ મળી ચુકી હતી.

તાપસી પન્નુ: ટૂંક સમયમાં જ તાપસી પન્નુ હિન્દી સિનેમાની મોટી અભિનેત્રી બની ચુકી છે. તાપસીએ ઘણી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તેનું ડેબ્યૂ પણ સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીથી જ થયું હતું. તેની પહેલી ફિલ્મ એક તમિલ ફિલ્મ હતી જેનું નામ ‘ઝુમ્મંડી નાદાં’ હતું. ‘ઝુમ્મંડી નાદાં’ વર્ષ 2010માં આવી હતી. સાથે જ હિન્દી સિનેમામાં તાપસીની પહેલી ફિલ્મ ચશ્મે બદ્દૂર હતી. આ ફિલ્મ વર્ષ 2013માં આવી હતી.