અમિતાભથી લઈને સંજય દત્ત સુધી, જ્યારે બધાની સામે રડવા લાગ્યા હતા આ 5 સ્ટાર, જાણો શું હતું કારણ

બોલિવુડ

આપણા દેશમાં સિનેમા અને ફિલ્મ સ્ટાર્સ પાછળ ચાહકો પાગલ રહે છે. ઘણા ચાહકો પોતાના ફેવરિટ સ્ટારની હૂબહૂ કોપી કરે છે. પરંતુ ઘણી વખત તેઓ કંઈક એવું જોઈ લે છે જ્યારે તેમને ખૂબ જ ખરાબ લાગે છે અને તેઓ પોતાની આંખ પર વિશ્વાસ કરી શકતા નથી. હંમેશા હસતા રહેતા ફિલ્મ સ્ટાર્સ ઘણીવખત લોકોની સામે રડવા પણ લાગે છે. આવું બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ સાથે બની ચુક્યું છે. છેવટે તેઓ પણ આપણા જેવા જ માણસો છે. ચાલો જાણીએ આવા જ 5 કલાકારો વિશે.

અમિતાભ બચ્ચન: ‘સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચન સમગ્ર દુનિયામાં ઓળખાય છે. છેલ્લા 52 વર્ષથી બિગ બી દેશ અને દુનિયાનું પોતાની અદભૂત અને અજોડ એક્ટિંગથી મનોરંજન કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન ફિલ્મોની સાથે સાથે પોતાના શો ‘કૌન બનેગા કરોડપતિ’થી પણ ચાહકોનું દિલ જીતતા રહે છે. લગભગ 20 વર્ષથી બિગ બીનો આ શો આવી રહ્યો છે.

અમિતાભ બચ્ચન ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેમના વર્તન અને ગંભીરતાને ચાહકો ખૂબ પસંદ કરે છે પરંતુ બિગ બી પણ લોકો સામે પોતાના આંસુ અને પોતાની લાગણીઓને રોકી ન શક્યા. જણાવી દઈએ કે જ્યારે અમિતાભના શો ‘KBC’ના 1000 એપિસોડ પૂરા થયા હતા, ત્યારે શહેનશાહ અમિતાભ બચ્ચન બધાની સામે રડવા લાગ્યા હતા. ત્યારે શો પર તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને તેમની ભાણેજ નવ્યા નવેલી નંદા આવી હતી.

જોન અબ્રાહમ: જોન અબ્રાહમ હિન્દી સિનેમાના શ્રેષ્ઠ એક્શન સ્ટાર છે. જ્હોન અબ્રાહમને હિન્દી સિનેમામાં તેનું ઊંચું શરીર ખાસ અને અલગ ઓળખ અપાવે છે. ચાહકો તેમની મજબૂત બોડી પર પણ જાન છિડકે છે. પરંતુ તેમની મજબૂત બોડીની અંદર તો છુપાયેલું છે એક દિલ. જોન જણાવી ચુક્યા છે કે તે અંદરથી ખૂબ જ કોમળ દિલના છે.

તમને જણાવી દઈએ કે ‘કૌન બનેગા કરોડપતિ’ની છેલ્લી સીઝનના એક એપિસોડમાં જોન પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા અને તે સમયે તે અમિતાભ સાથે વાત કરતાં ખુરશી પર બેઠા-બેઠા જ રડવા લાગ્યા હતા. તે સમયે તેઓ પ્રાણીઓની તકલીફ પર બિગ બી સાથે ચર્ચા કરી રહ્યા હતા.

સંજય દત્ત: હિન્દી સિનેમાના લોકપ્રિય સુપરસ્ટાર સંજય દત્તનું અંગત જીવન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. તેમની ફિલ્મો અને તેમની એક્ટિંગ ઉપરાંત, ‘સંજુ બાબા’ એ હંમેશા પોતાના અંગત જીવનથી ચાહકોનું ધ્યાન ખેચ્યું છે. સંજયનું નામ ઘણા વિવાદોમાં આવી ચૂક્યું છે. તેના વિશે દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે.

સંજય દત્ત પણ એક વખત લોકો સામે રડી ચૂક્યા છે. આ વાત તે સમયની છે જ્યારે તે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં સજા કાપીને જેલમાંથી બહાર આવ્યા હતાતો. ત્યાર પછી તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન સંજય પોતાના આંસુ રોકી શક્યા નહીં.

આમિર ખાન: હિન્દી સિનેમામાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ના નામથી પ્રખ્યાત અભિનેતા આમિર ખાનને પણ દર્શકો અને ચાહકો રડતા જોઈ ચુક્યા છે. આમિર ખાન એકવાર તેના ટીવી શો ‘સત્યમેવ જયતે’માં રડવા લાગ્યા હતા. જણાવી દઈએ કે આમિરના આ શોને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તે એક એપિસોડ દરમિયાન પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા નહિં અને દરેકની સામે રડવા લાગ્યા.

જયા બચ્ચન: જયા બચ્ચન એકવાર સંસદમાં મહિલાઓની સુરક્ષા સંબંધિત મુદ્દા પર વાત કરી રહી હતી અને તે દરમિયાન તેમની આંખો આંસુથી ભીની થઈ ગઈ હતી.