બોક્સ ઓફિસ પર ધૂમ મચાવા આવી રહી છે આ 5 ફિલ્મો, બીજી તો તોડી શકે છે બાહુબલીનો રેકોર્ડ

બોલિવુડ

કોરોનાની ગતિ ધીમે ધીમે ઘટી રહી છે. આ કારણે ફરી એકવાર બોક્સ ઓફિસ ધૂમ મચાવવા જઈ રહી છે. દર્શકો પણ છેલ્લા બે વર્ષથી સિનેમા હોલમાં જઈને મૂવી જોઈ શકતા નથી. અચાનક કોરોનાના કેસ વધવાથી થિએટર બંધ થઈ જાય છે. જો કે હવે તેમની રાહ સમાપ્ત થવાની છે. બોક્સ ઓફિસ પર 5 ફિલ્મો ધૂમ મચાવવા આવી રહી છે. મોટા સ્ટાર્સથી ભરેલી આ ફિલ્મોનું બજેટ પણ ખૂબ સારું છે. ચાલો અમે તમને જણાવીએ કે કઈ એવી ફિલ્મો છે જે તમારું ભરપૂર મનોરંજન કરી શકે છે.

આ છે પહેલી ફિલ્મ: સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે જે પહેલી ફિલ્મ તૈયાર છે તે ગંગૂબાઈ કાઠિયાવાડી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. દર્શકો આલિયાની એક્ટિંગ જોવા માટે આતુર છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ ફાઈનલ થઈ ચુકી છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

આ છે બીજી ફિલ્મ: બીજી ફિલ્મ RRR છે જે બાહુબલીના ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મ છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ તેજા મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ અજય દેવગણ અને આલિયા ભટ્ટે પણ મુખ્ય ભૂમિકા નિભાવી છે. પહેલા આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મ 25 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ વિશે સમીક્ષકોનું કહેવું છે કે આ ફિલ્મ કમાણીની બાબતમાં બાહુબલી ફિલ્મનો પણ રેકોર્ડ તોડી શકે છે.

આ છે ત્રીજી ફિલ્મ: ત્રીજી ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ અક્ષય કુમારની ભુલભુલૈયાની સિક્વલ છે. ભુલભુલૈયા 2માં કાર્તિક આર્યન મુખ્ય ભુમિકામાં જોવા મળશે. સાથે જ તેમની સાથે કિયારા અડવાણી અને તબ્બુ પણ જોવા મળશે. આ ફિલ્મ 20 મેના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ ફિલ્મ પાસે પણ ઘણી આશા છે અને તેની સફળતાની ગેરેંટી પણ આપવામાં આવી રહી છે.

આ છે ચોથી ફિલ્મ: ચોથી ફિલ્મની રાહ તો લાંબા સમયથી જોવાઈ રહી છે. તેની ચર્ચા પણ ખૂબ જોર પર છે. તેનું કારણ આમિર ખાન છે જે ખૂબ ઓછી ફિલ્મો કરે છે પરંતુ જબરદસ્ત એક્ટિંગથી ફિલ્મને હિટ બનાવે છે. તેમની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. પહેલા આ ફિલ્મ 14 એપ્રિલે આવવાની હતી પરંતુ તેની તારીખ આગળ વધારી દેવામાં આવી. આ ફિલ્મ પણ દર્શકોનું ભરપૂર મનોરંજન કરી શકે છે.

આ છે પાંચમી ફિલ્મ: પાંચમી ફિલ્મમાં અક્ષય કુમાર ફરી એકવાર પોતાની એક્ટિંગથી લોકોને હસાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમની ફિલ્મ રક્ષાબંધન પણ આવી રહી છે. તેની રિલીઝ ડેટ પણ ફાઈનલ થઈ ચુકી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે.