તમારું નસીબ ચમકાવી દેશે માતા લક્ષ્મીના આ 5 મહામંત્ર, જાણો તે મંત્ર વિશે

ધાર્મિક

માતા લક્ષ્મીને હિંદુ ધર્મમાં ધનની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની પૈસા સંબંધિત સમસ્યાઓનો ચાલી રહી છે તો તમારે માતા લક્ષ્મીના શરણમાં જવું જોઈએ. જે વ્યક્તિ માતા રાનીને પ્રસન્ન કરવામાં સક્ષમ હોય છે તેને ભરપૂર આશીર્વાદ અને ખૂબ પૈસા મળે છે. પૈસાની બાબતમાં તેનું નસીબ પલટવા લાગે છે. આપણા જીવનને વધુ સારું બનાવવામાં પૈસા મહત્વની ભૂમિકા નિભાવે છે. પૈસા ખિસ્સામાં હોય તો વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધી જાઈ છે. તે પોતાની અને પારિવારિક જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી શકે છે. પૈસાની જરૂર દરેક વ્યક્તિને હોય છે, પરંતુ તે દરેક વ્યક્તિ પાસે હોય એ જરૂરી નથી. મૂળ રીતે પૈસા કમાવવા તમારી મહેનત અને આવડત પર નિર્ભર કરે છે પરંતુ તેમાં નસીબ પણ મોટી ભૂમિકા નિભાવે છે. આવી સ્થિતિમાં તમારા ભાગ્યને પલટવા માટે અમે 5 મહામંત્ર કહેવા જઈ રહ્યા છીએ. તેને જો તમે વિધિપૂર્વક માતા લક્ષ્મીની સામે જાપ કરો છો તો તમને ધનલાભ જરૂર થશે.

પહેલો મંત્ર: ૐ હ્રીં હ્રીં શ્રી લક્ષ્મી વાસુદેવાય નમ:। આ મંત્રનો જાપ તમારે સૂર્યદેવના ઉદય પહેલા સવારે કરવો પડશે. તેને તમે સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો ધારણ કરી જાપ કરો. આ મંત્ર માતા લક્ષ્મીની સામે બેસી 7 વાર બોલો. આ દરમિયાન લક્ષ્મીજીની સામે ઘીનો દીવો પ્રગટતો રહેવો જોઈએ. મંત્ર પૂરો થાય ત્યારે દીવડાની આરતી લો અને તમારી વિનંતી માતાની સામે રાખો.

બીજો મંત્ર: ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષમ્યે નમ:। આ મંત્ર તમારે શુક્રવારના દિવસે જપવો પડશે. તેમાં સમયનો કોઈ પ્રતિબંધ નથી. જો કે ધ્યાન રાખો કે તમે તેના બપોરે જાપ કરવાથી બચો. આ મંત્રને તમે કોઈ એકાંત અને શાંત જગ્યાએ જઈને સતત 51 વખત જાપ કરો. આમ કરવાથી ભાગ્ય મજબૂત બનશે અને તમને ધનલાભ જરૂર થશે.

ત્રીજો મંત્ર: ૐ શ્રીં, ૐ હ્રીં શ્રીં, ૐ હ્રીં શ્રીં ક્લીં વિતેશ્વરાય: નમ:। આ મંત્રનો જાપ તમે અઠવાડિયામાં ગમે ત્યારે અને કોઈ પણ સમયે કરી શકો છો. જો કે, તેમાં શરત એ છે કે તેને તમારે એક પગ પર ઉભા રહીને જાપ કરવો પડશે. તેનાથી તેની અસર વધારે તીવ્ર થઈ જશે. આ મંત્રના તમે ઓછામાં ઓછા 11 વાર જાપ કરો. ત્યાર પછી તમે તેને વધારી પણ કરી શકો છો. જો તમે બીમાર કે વૃદ્ધ છો અને એક પગ પર ઊભા નથી રહી શકતા તો તેને બેસીને પણ બોલી શકાય છે.

ચોથો મંત્ર: ૐ હ્રીં શ્રીં ક્લીં અર્હ નમ: મહાલક્ષ્મયે, ધારનેન્દ્ર પદ્માવતી સહિતે હું શ્રી નમ:। આ મંત્ર તમે તિજોરીમાં પૈસા રાખતા પહેલા બોલો. તેને તમારે ત્રણ વાર બોલવો પડશે. તેનાથી તમારા ઘરની બરકત ક્યારેય ઓછી નહીં થાય.

પાંચમો મંત્ર: પદ્માનને પદ્મ પદ્માક્ષ્મી પદ્મ સંભવે, તન્મે ભજસિ પદ્માક્ષી યેન સૌખ્ય લાભમ્યહમ્। આ મંત્રનો જાપ તમે દિવસમાં બે વાર એટલે કે સવારે અને સાંજે કરો. આવું તમારે સતત 13 દિવસ સુધી આ કરવાનું રહેશે. તેને એક બેઠકમાં કેટલી વાર બોલવો છે તે તમારા પર નિર્ભર કરે છે. તેને લઈને કોઈ સખત નિયમ નથી.