શરીરના આ 5 અંગમાંથી એક કોઈ એક અંગ પર બાંધી દો કાળો દોરો, પૈસાની અછત, ખરાબ નજર, દુર્ભાગ્ય દરેક સમસ્યાનું થશે સમાધાન

ધાર્મિક

મનુષ્યના જીવનમાં ઘણી સમસ્યાઓ હોય છે. આ સમસ્યાઓનો સામનો કરીને તે પણ થાકી જાય છે. આવી સ્થિતિમાં ભગવાન તરફ આસ્થા અને આશાના ભાવથી જોઈએ છીએ. વિચારીએ છીએ કે કોઈ એવો ચમત્કાર થઈ જાય કે દરેક સમસ્યાઓ હલ થઈ જાય. પૈસાની અછત, નબળું સ્વાસ્થ્ય, ખરાબ નસીબ વગેરેથી લઈને સારો જીવનસાથી ન મળવો જેવી ઘણી સમસ્યાઓ હોય છે જે આપણને તણાવ અને ડિપ્રેશન આપે છે. આ બધાથી બચવા માટે આજે અમે તમારી સામે એક ખૂબ જ સારો અને સરળ ઉપાય રજૂ કરવા જઈ રહ્યા છીએ. તમે બધાએ જોયું જ હશે કે પૂજામાં ઘણીવાર કાળા દોરાનો પણ ઉપયોગ થાય છે. જો તમે આ કાળા દોરાને યોગ્ય વિધિ સાથે યોગ્ય જગ્યા પર બાંધો છો તો તમારી ઘણી સમસ્યાઓ હલ થઈ જાય છે. ચાલો તેને વિગતવાર જાણીએ.

પૈસા માટે: પૈસા સાથે સંબંધિત કોઈ પણ મુશ્કેલીઓ જેવી કે આર્થિક મુશ્કેલીઓ, નોકરી ન મળવી, ધંધામાં ખોટ અથવા અન્ય કંઈપણ ચીજો થવા પર આ ઉપાય કરો. શુક્રવારે માતા લક્ષ્મીના ચરણોમાં કાળો દોરો રાખો. હવે ઘીનો દીવો પ્રગટાવીને તેમની પૂજા કરો. ત્યાર પછી કાળા દોરાને હાથના કાંડા પર બાંધો. તેનાથી તમારા હાથમાં વધુમાં વધુ પૈસા આવવાનું શરૂ થઈ જશે.

સારા નસીબ માટે: જો તમે ખરાબ નસીબથી પરેશાન છો અને તમારું નસીબ ચમકાવવા ઈચ્છો છો, તો બુધવારે ગણેશજીની પૂજા કરો. પૂજા કરતા પહેલા તેના ચરણોમાં કાળો દોરો પણ રાખો. પૂજા સમાપ્ત થયા પછી આ કાળો દોરો તમારા જમણા હાથની બાજુ પર બાંધો. ભાગ્ય વિધાતા કહેવાતા ગણેશજી તમારું નસીબ સારી રીતે ચમકાવશે.

ખરાબ નજરથી બચવા માટે: જો તમે તમારા દુશ્મન અથવા લોકોની ખરાબ નજરથી પરેશાન છો, તો શનિવારે સ્નાન કર્યા પછી, તમારા પગ પર કાળો દોરો બાંધી દો. તેનાથી કોઈ પણ તમારું ખરાબ કરી શકશે નહિં. દુશ્મનની ખરાબ નજર અથવા કાવતરું પણ નિષ્ફળ જશે.

જીવનસાથી માટે: જો તમને ઈચ્છિત જીવનસાથી મળી રહ્યો નથી તો ચિંતા ન કરો. સોમવારે ભગવાન શિવની પૂજા કરો, તેમને જળ ચળાવો. ત્યાર પછી કાળો દોરો લો અને તેમાં 7 ગાંઠ બનાવો. દરેક ગાંઠ બાંધતી વખતે ‘ૐ નમઃ શિવાય’ જરૂર બોલો. ત્યાર પછી આ સાત ગાંઠ વાળા દોરાને ગળામાં પહેરી લો. તેનાથી તમને ટૂંક સમયમાં જ સાત જનમ સુધી સાથ નિભાવનાર જીવનસાથી મળી જશે.

સ્વસ્થ રહેવા માટે: કોઈપણ બીમારી અથવા અકસ્માતથી બચવા અને હંમેશા સ્વસ્થ રહેવા માટે આ ઉપાય કરો. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો. ત્યાર પછી તમારી કમર પર કાળો દોરો બાંધો. આ તમારું ખરાબ સ્વાસ્થ્ય અને દુર્ઘટનાથી રક્ષણ કરશે. તેનાથી તમે હંમેશા સ્વસ્થ અને સલામત રહેશો.