એ આર રહમાનથી લઈને ગુલજાર સુધી આ 5 ભારતીઓએ જીત્યો છે ઓસ્કર એવોર્ડ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

ઓસ્કર એવોર્ડ સમગ્ર દુનિયાના સિનેમેટિક ઈતિહાસનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. જોકે સિનેમા ક્ષેત્રમાં કલાકારોને ઘણા મોટા-મોટા એવોર્ડ આપવામાં આવે છે, જો કે ઓસ્કર સામે તમામ એવોર્ડ ફિક્કા પડી જાય છે. કોઈપણ કલાકાર માટે ઓસ્કર એવોર્ડ મેળવવો એ ખૂબ જ સન્માન અને ગર્વની વાત હોય છે.

જણાવી દઈએ કે 94મો ઓસ્કર એવોર્ડ આ દિવસોમાં ચર્ચામાં છે. ઓસ્કરને અકાદમી એવોર્ડ ના નામથી પણ ઓળખવામાં આવે છે. જો કે તમને એ જાણીને નવાઈ લાગશે કે ઓસ્કરના 94 વર્ષના ઈતિહાસમાં કોઈ ભારતીય ફિલ્મ ઓસ્કર જીતી શકી નથી. આ એવોર્ડ માટે નોમિનેટ ઘણી ભારતીય ફિલ્મો થઈ પરંતુ એવોર્ડની બાબતમાં જોલી ખાલી રહી.

જોકે કેટલાક ભારતીય કલાકારોએ ઓસ્કર એવોર્ડ જરૂર જીત્યો છે અને પોતાના દેશનું નામ આખી દુનિયામાં રોશન કર્યું છે. ચાલો આજે તે 5 ભારતીયો વિશે જાણીએ જેમણે સિનેમા ઈતિહાસનો સૌથી મોટો એવોર્ડ ઓસ્કર જીત્યો છે.

1. ભાનુ અથૈયા: ભાનુ અથૈયા એક મોટું નામ છે. ભાનુ અથૈયાએ તે કારનામું કર્યું જે તેમના પહેલા કોઈ અન્ય ભારતીય કલાકાર કરી શક્યા નથી. જણાવી દઈએ કે ભાનુ અથૈયા ઓસ્કાર એવોર્ડ જીતનાર પહેલી ભારતીય છે. તેમને આ સમ્માન ફિલ્મ ‘ગાંધી’ માટે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈન માટે આપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ફિલ્મ ‘ગાંધી’ વર્ષ 1983માં આવી હતી. આ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ અને શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ સહિત પાંચ અન્ય ઓસ્કર પણ પોતાના નામે કર્યા હતા. વર્ષ 2020 માં ભાનુનું અવસાન થયું હતું.

2. સત્યજીત રે: સત્યજીત રે પણ આ દુનિયામાં નથી. પોતાના શ્રેષ્ઠ કામના આધારે સત્યજીત રે એ પણ ઓસ્કર એવોર્ડ જીત્યો હતો. જણાવી દઈએ કે સત્યજીત રેને આ સમ્માન વર્ષ 1991માં આપવામાં આવ્યું હતું. તેમને ‘ઓનરેરી લાઈફ ટાઈમ અચીવમેન્ટ’ નો ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો હતો. કેટલાક કારણોસર તે આ સમ્માન મેળવવાના સમારંભમાં શામેલ થઈ શક્યા ન હતા, પરંતુ તેમને આ એવોર્ડ પછીથી તેમના ઘરે મોકલવામાં આવ્યો હતો. સત્યજીતનું વર્ષ 1992માં અવસાન થયું હતું.

3. રેસુલ પોકુટ્ટી: રેસુલ પોકુટ્ટી પણ ઓસ્કર એવોર્ડ જીતી ચુક્યાછે. રેસુલને ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો હતો ફિલ્મ ‘સ્લમડોગ મિલિયનેર’ માટે. તેમને આ સમ્માનથી ‘બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ’ કેટેગરીમાં સમ્માનિત કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2008માં આવી હતી અને તેણે કુલ ત્રણ ઓસ્કર એવોર્ડ પોતાના નામે કર્યા હતા. આ ફિલ્મમાં દેવ પટેલ, ફ્રીડા પિન્ટો, ઈરફાન ખાન, અનિલ કપૂર, મહેશ માંજરેકર અને સૌરભ શુક્લા જેવા ભારતીય કલાકારોએ પણ કામ કર્યું હતું.

4. એ. આર. રહમાન: એ. આર. રહમાન એક લોકપ્રિય સિંગર અને સંગીતકાર છે. તેમણે ઘણા શ્રેષ્ઠ ગીત ગાયા છે અને ઘણા હિટ ગીતોમાં સંગીત આપ્યું છે. એ.આર. રહમાન એક સાથે બે એવોર્ડ જીતી ચુક્યા છે. જણાવી દઈએ કે તેમને બંને ઓસ્કર એવોર્ડ વર્ષ 2008માં આવેલી ફિલ્મ ‘સ્લમ ડોગ મિલિયનેર’ માટે આપવામાં આવ્યા હતા. રહમાને આ ફિલ્મનું સુપરહિટ ગીત ‘જય હો’ ગાયું હતું. તેમને ઓસ્કર એવોર્ડથી વર્ષ 2009માં સમ્માનિત કરવામાં આવ્યા હતા.

5. ગુલઝાર: જણાવી દઈએ કે જ્યાં એ. આર. રહમાનને વર્ષ 2009માં ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો હતો, તો હિન્દી સિનેમાના લોકપ્રિય ગીતકાર અને લેખક ગુલઝારને પણ તે જ વર્ષે ઓસ્કર આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગુલઝાર સાહેબને ઓસ્કર એવોર્ડ ફિલ્મ સ્લમ ડોગ મિલિયનેરનાં જય હો ગીત માટે મળ્યો હતો. જણાવી દઈએ કે ‘જય હો’ ગીત ગુલઝાર સાહેબે કમ્પોઝ કર્યું હતું અને તેમને લખવા માટે આ સમ્માન આપવામાં આવ્યું હતું.