ઘરમાં રાખવાનું શરૂ કરી દો આ 5 મૂર્તિ, ચમકી જશે તમારું નસીબ, નહિં કરવો પડે દુઃખોનો સામનો

ધાર્મિક

દરેક વ્યક્તિની ક્યાંકને ક્યાંક એ જ ઇચ્છા હોય છે કે તેનું ઘર જોવામાં સુંદર લાગે, જેથી દરેક તેમના ઘરની પ્રસંશા કરે તેથી આપણે બધા આપણા ઘરને સજાવવા માટે ઘણા પ્રકારના શોપીસ અને મૂર્તિઓ વગેરે લાવીએ છીએ. તેમાંથી ઘણી મૂર્તિઓ ઘર માટે ખૂબ જ શુભ હોય છે, જ્યારે કેટલીક નકારાત્મકતામાં વધારો કરે છે. વાસ્તુ મુજબ ઘરના નિર્માણથી લઈને સજાવટનો સંબંધ પણ તમારી પ્રગતિ, આર્થિક સ્થિતિ અને ખુશી સાથે જોડાયેલો હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક એવી મૂર્તિ વિશે જણાવવામાં આવ્યું છે જેને ઘરમાં રાખવા ખૂબ જ શુભ હોય છે.

આટલું જ નહીં, વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં સુખ અને શાંતિનો અભાવ હોય, પૈસાની આવક થઈ રહી નથી. આ ઉપરાંત જો ઘરના સભ્યોમાં એકતાનો અભાવ હોય, નોકરી-ધંધામાં પણ સમસ્યા આવી રહી છે, તો પણ તેની પાછળ તમારા ઘરની સજાવટ માટે રાખવામાં આવેલી મૂર્તિઓ જવાબદાર હોઈ શકે છે. એકંદરે આજે આપણે વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાયેલ એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેને અપનાવીને આપણે આપણા ઘરની સુંદરતા પણ વધારી શકીએ છીએ. સાથે જ ઘર ધન-ધાન્યથી ભરાયેલું રહે છે. કેટલીક એવી મૂર્તિઓ હોય છે. તેમને વાસ્તુ મુજબ ઘરમાં રાખવાથી ઘરમાં માત્ર સકારાત્મકતાનો સંચાર થઈ શકતો નથી, પરંતુ આ ચીજો વાસ્તુ શાસ્ત્ર મુજબ રાખવાથી તમારા સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તો ચાલો જાણીએ કે કઈ મૂર્તિઓ ઘરમાં રાખવાથી તમે લાભ મેળવી શકો છો અને ક્યારેય પૈસાની અછત થતી નથી.

હાથી: હાથી માત્ર એક વિશાળ પ્રાણી નથી. વાસ્તુ શાસ્ત્રમાં તેનું વિશેષ મહત્વ છે. વાસ્તુ મુજબ હાથી એ ધનનું પ્રતીક હોય છે. તેથી જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ મુજબ હાથીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે તમારા ઘરે હાથીની પિત્તળ અથવા ચાંદીની મૂર્તિ રાખી શકો છો. વાસ્તુ શાસ્ત્ર મુજબ ચાંદીના હાથીની મૂર્તિને બેડરૂમમાં રાખવાથી રાહુ સાથે સંબંધિત બધા દોષથી છુટકારો મળે છે. બીજી તરફ ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથીને ભગવાન ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં ધાતુનો હાથી રાખવામાં આવે છે. તો તેનાથી સમાજમાં ખ્યાતિ મળવાની સાથે ઘરમાં સકારત્મક ઉર્જાનો સંચાર થાય છે.

એટલું જ નહીં જો ઘરના મુખ્ય દરવાજા પાસે ચાંદીના હાથીઓની જોડી રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેને રાખતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે બંને હાથીના મોં એકબીજાને સામે હોય. તેનાથી ઘરમાં સૌભાગ્ય આવશે. પરિવારના સભ્યોના નસીબના દરવાજા ખુલશે. તમે ચાંદીની જગ્યાએ પત્થરનો હાથી પણ રાખી શકો છો. તેવી જ રીતે જો લાલ રંગનો હાથી ઘર, દુકાન અથવા ઓફિસની ઉત્તર અને દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કારણે વ્યક્તિને સમાજમાં માન અને સન્માન મળે છે.

હંસ: હંસ માતા સરસ્વતીની સવારી છે. વાસ્તુ મુજબ ઘરના ગેસ્ટ રૂમમાં હંસની મૂર્તિ રાખવી જોઈએ. તેનાથી તમે આર્થિક લાભ મેળઈ શકો છો. સાથે જ જો લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવી રહી છે, તો પછી તમે તમારા બેડરૂમમાં હંસની જોડીની મૂર્તિ રાખી શકો છો. તેનાથી લગ્ન જીવનમાં પ્રેમ વધે છે.

કાચબો: ફેંગ શુઇ મુજબ ઘરમાં કાચબો રાખવાથી પ્રગતિ સાથે સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે. તેને રાખવાથી આયુષ્ય પણ લાંબુ થવાની માન્યતા છે. પૂર્વ અને ઉત્તર દિશા કાચબાની સ્થાપના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઇ વાસણમાં પાણી ભરીને ડ્રોઈંગ રૂમમાં કાચબો રાખી શકાય છે. કાચબો ધાતુનો હોવો જોઈએ લાકડાનો નહીં. ત્યારે જ તે વધુ અસરકારક રહેશે. આટલું જ નહીં કાચબા સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ પણ છે. તે મુજબ કાચબો ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી એવું માનવામાં આવે છે કે કાચબો જ્યાં હોય છે ત્યાં લક્ષ્મીજીનો વાસ પણ છે.

ગાય: હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તે પૂજનીય પ્રાણી માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘરમાં પિત્તળની ગાયની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે કપલ સંતાન મેળવવા ઈચ્છે છે તેમણે પીત્તલની ગાયની મૂર્તિ ઘરમાં જરૂર રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી સંતાન સુખની ઈચ્છા પૂર્ણ થાય છે. અભ્યાસ કરતા લોકો માટે પણ ગાયની મૂર્તિ રાખવી સારું રહે છે. તેનાથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે.

ઊંટ: વાસ્તુ અને ફેંગ શુઇ મુજબ ઘરમાં ઉંટની મૂર્તિ રાખવાથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. તેને ઘરના ડ્રોઇંગ રૂમમાં અથવા લિવિંગ રૂમમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તેનાથી તમારી નોકરી અને ધંધાને લગતી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. સાથે જ તમારી કારકિર્દીને પણ વધુ ફાયદો પહોંચે છે.