5 પ્રખ્યાત સુપરસ્ટાર્સની ગુમનામ પત્નીઓ જે બિઝનેસમાં છે નંબર-1, તેમની કમાણી જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

બોલિવૂડના ઘણા એવા સફળ સ્ટાર અભિનેતા છે જેમની પત્ની વિશે ખૂબ ઓછા લોકો જાણે છે, પરંતુ ખરેખર પડદાના હીરોની તે કરોડરજ્જુ હોય છે. તેમાંથી ઘણા કલાકારોની પત્નીઓ તો બિઝનેસ જગતમાં ધૂમ મચાવી રહી છે અને પોતાના દમ પર કરોડોની કમાણી કરી રહી છે. જેકી શ્રોફથી લઈને સુનીલ શેટ્ટી, અનિલ કપૂર, જોન અબ્રાહમ અને સાઉથના સુપરસ્ટાર દલકીર સલમાનની પત્નીઓ સુપર બિઝનેસ વુમનના લિસ્ટમાં શામેલ છે. ચાલો જાણીએ તેમના વર્ક ફ્રન્ટ વિશે.

આયશા શ્રોફ: અભિનેતા જેકી શ્રોફ અને આયશા શ્રોફની લવ સ્ટોરી વિશે દરેક લોકો જાણે છે. તેમના લગ્ન 5 જૂન 1987ના રોજ થયા હતા. જેકી શ્રોફને તો દરેક જાણે છે, પરંતુ તેમની પત્ની આયશાનું પણ ફિલ્મી દુનિયા સાથે કનેક્શન રહ્યું છે, તેને ખૂબ ઓછા લોકો જાણે છે. હાલમાં, તે પડદા પાછળથી બધું સંભાળે છે. ખરેખર આયશા શ્રોફ એક ફિલ્મ પ્રોડ્યુસર છે. જેકી શ્રોફ સાથે મળીને તે મીડિયા કંપની જેકી શ્રોફ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ ચલાવે છે.

સુનીતા કપૂર: અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર પણ એક સફળ બિઝનેસવુમન છે. તે એક ફેશન સ્ટાઈલિશ છે અને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર્સના લિસ્ટમાં શામેલ છે. આ ઉપરાંત તેની પાસે પોતાની સફળ જ્વેલરી લાઇન છે. સુનિતા કપૂરની ડિઝાઈન કરેલી જ્વેલરી રોયલ્સથી લઈને સેલિબ્રિટી સુધી દરેક વ્યક્તિ પહેરે છે. ફોર્બ્સ અને બિઝનેસ ઈનસાઈડર મુજબ સુનીતા કપૂરની કુલ સંપત્તિ 150 કરોડ રૂપિયાની આસપાસ છે.

માના શેટ્ટી: સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી ભારતની પ્રખ્યાત બિઝનેસ વુમન છે. સુનીલ શેટ્ટીએ માના સાથે વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. માના તેના ફર્નિશિંગ બિઝનેસ માટે પ્રખ્યાત છે. તેની પાસે ઘણા હાઈ પ્રોફાઈલ ક્લાયન્ટ્સ આવે છે. સુનીલ શેટ્ટીની પત્નીએ ઘણું રોકાણ કર્યું છે અને ઘણા સેક્ટરમાં તેનો બિઝનેસ ફેલાયેલો છે. માના શેટ્ટી એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે જ એક સફળ સોશિયલ વર્ક અને રિયલ એસ્ટેટ ક્વીન પણ છે.

માના શેટ્ટીએ તેના પતિ સુનીલ શેટ્ટી સાથે મળીને A2 નામનો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ તેણે મુંબઈમાં ઘણા લક્ઝરી વિલા બનાવ્યા છે. લગભગ 6500 ચોરસ ફૂટમાં ફેલાયેલા દરેક વિલા માં સુખ-સુવિધાની દરેક ચીજો છે. આ ઉપરાંત માના શેટ્ટી એક લાઈફસ્ટાઈલ સ્ટોર પણ ચલાવે છે જેમાં ડેકોરથી લઈને રોજબરોજની દરેક લક્ઝરી ચીજો ઉપલબ્ધ છે. તે ‘સેવ ધ ચિલ્ડ્રન ઈન્ડિયા’ નામના એનજીઓ સાથે પણ જોડાયેલી છે. એનજીઓ ફંડ એકઠું કરવા માટે, માના શેટ્ટી સમયાંતરે ‘આરાઈશ’ના નામ પર પ્રદર્શનનું આયોજન કરે છે અને જે પૈસા આવે છે તેનો ઉપયોગ મહિલાઓની જરૂરિયાત માટે કરવામાં આવે છે. માના શેટ્ટીની કુલ સંપત્તિ 14 કરોડ રૂપિયાની આસપાસ છે.

પ્રિયા રૂંચલ: જોન અબ્રાહમની પત્ની પ્રિયા રૂંચલ લાઈમલાઈટથી દૂર રહે છે. બંનેના લગ્ન વર્ષ 2014માં થયા હતા. પ્રિયા એક ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. પ્રિયા અને જ્હોનની મુલાકાત મુંબઈના એક જીમમાં થઈ હતી. પ્રિયાએ અમેરિકાથી સ્કૂલિંગ કર્યું અને પછી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી કાયદાની ડિગ્રી લીધી. લંડનથી તેણે એમબીએ પૂર્ણ કર્યું અને ઇન્વેસ્ટમેન્ટ બેંકર બની ગઈ. જ્હોને એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ‘પ્રિયા એ હવે મને બિઝનેસ ફ્રંટ પર પણ જોઈન કરી લીધો છે.

તે મારા મેનેજમેન્ટથી લઈને ફાઇનાન્સ સુધી બધું જ સંભાળે છે. તે એક શ્રેષ્ઠ પત્ની હોવાની સાથે સાથે એક જબરદસ્ત ટીમમેટ પણ છે. જોને પોતાની પત્નીને એક અદ્ભુત બિઝનેસવુમન જણાવી હતી. તેણે કહ્યું હતું કે, ‘પ્રિયા મારી ફૂટબોલ ટીમ ‘નોર્થ ઈસ્ટ યુનાઈટેડ ફૂટબોલ ક્લબ’ની સંપૂર્ણ જવાબદારી સંભાળે છે. આ કામ કોઈ બે મોટા પ્રોડક્શન હાઉસને સંભાળવા જેવું છે. જોકે, પ્રિયા રૂંચલ હવે અમેરિકા છોડીને ભારતમાં રહે છે. પ્રિયાની કુલ સંપત્તિ 05 કરોડ રૂપિયા છે.

અમલ સુફિયા: દલકીર સલમાન સાઉથ સિનેમાનું મોટું નામ છે. તે મલયાલમ ફિલ્મના સુપરહિટ અભિનેતા મમૂટીના પુત્ર છે. તેમની પત્ની અમલ સુફિયા આર્કિટેક્ટ છે. ઈન્ટીરીયર ડીઝાઈનીંગ ક્ષેત્રમાં પણ તે એક મોટું નામ છે. તેમની કુલ સંપત્તિ 150 કરોડની આસપાસ છે. વર્ષ 2011 માં, દલકીર સલમાને અમલ સુફિયા સાથે લગ્ન કર્યા હતા, બંનેને એક પુત્રી પણ છે.