આ 5 પ્રખ્યાત સ્ટાર્સના પિતાએ કર્યા છે બે-બે લગ્ન, નંબર 5 ના પિતા તો 70 વર્ષની ઉંમરમાં ત્રીજી વખત બન્યા હતા દુલ્હા

બોલિવુડ

બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમના પિતાએ એક નહીં પરંતુ બે લગ્ન કર્યા છે અને આજે અમે તમને એવા જ 5 સ્ટાર્સના પિતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કોણ છે તે કલાકાર અને તેના પિતા.

સની દેઓલ: હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા સની દેઓલ દિગ્ગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર છે. 85 વર્ષના થઈ ચુકેલા ધર્મેન્દ્રએ કુલ બે લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરમાં જ પ્રકાશ કૌર સાથે થયા હતા. સની દેઓલ પ્રકાશ કૌરના જ પુત્ર છે. આ ઉપરાંત ધર્મેન્દ્ર અને પ્રકાશના બાળકો બોબી દેઓલ, અજિતા દેઓલ અને વિજેતા દેઓલ પણ છે. ધર્મેન્દ્રએ હિન્દી સિનેમામાં મોટું નામ કમાવ્યા પછી પ્રખ્યાત અને સદાબહાર અભિનેત્રી હેમા માલિની સાથે વર્ષ 1980માં બીજા લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્ર અને હેમા બે પુત્રીઓના માતાપિતા બન્યા. મોટી પુત્રીનું નામ ઈશા અને નાની પુત્રીનું નામ અહાના દેઓલ છે.

સલમાન ખાન: અભિનેતા સલમાન ખાન 55 વર્ષની ઉંમરમાં પણ કુંવારા છે. સલમાનના ઘણા અફેર રહ્યા છે જોકે તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. સાથે જ સલમાન ખાનના પિતા અને પ્રખ્યાત લેખક સલીમ ખાન બે-બે લગ્ન કરી ચુક્યા છે. તેમણે પહેલા લગ્ન વર્ષ 1964માં સલમા ખાન સાથે કર્યા હતા. સલમા અને સલીમ ચાર બાળકો સલમાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને અલવીરા ખાન અગ્નિહોત્રીના માતાપિતા બન્યા. સાથે જ સલમાનના પિતાએ બીજા લગ્ન વર્ષ 1981 માં અભિનેત્રી હેલન સાથે કર્યા, જોકે સલીમ અને હેલનને કોઈ સંતાન નથી. પરંતુ બંનેએ અર્પિતા ખાન શર્માને દત્તક લીધી હતી.

શાહિદ કપૂર: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા શાહિદ કપૂરે ઘણી અભિનેત્રીઓ સાથે અફેર ચલાવ્યું છે. પરંતુ તેમણે લગ્ન મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા, જે તેના કરતા લગભગ 14 વર્ષ નાની છે, સાથે જ શાહિદના પિતા પંકજ કપૂરે બે લગ્ન કર્યા છે. પંકજે પહેલા લગ્ન નીલિમા અઝીમ સાથે કર્યા, જે શાહિદની માતા છે. જોકે પછી શાહિદના પિતા અને તેની માતાએ છૂટાછેડા લીધા હતા. ત્યાર પછી પંકજ કપૂરની બીજી પત્ની અભિનેત્રી સુપ્રિયા પાઠક બની હતી.

શ્રુતિ હાસન: શ્રુતિ હાસને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે જ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શ્રુતિ સાઉથ સુપરસ્ટાર કમલ હાસનની પુત્રી છે. કમલ પણ બે વખત લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. કમલે પહેલા લગ્ન વીણા ગણપતિ સાથે કર્યા હતા. જોકે પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી કમલ હાસનના જીવનમાં અભિનેત્રી સારિકા આવી અને બંનેએ લગ્ન કરી લીધા. કમલ અને સારિકા બે પુત્રીઓ શ્રુતિ હાસન અને અક્ષરા હાસનના માતા-પિતા બન્યા. પરંતુ કમલ અને સારિકા પણ હવે છૂટાછેડા લઈને સંબંધ સમાપ્ત કરી ચુક્યા છે.

પૂજા બેદી: પૂજા બેદીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે પૂજાના પિતા પ્રખ્યાત અભિનેતા કબીર બેદી છે. કબીરે બે નહીં પરંતુ ત્રણ લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન 1969માં પ્રોતિમા બેદી સાથે થયા હતા અને વર્ષ 1974માં બંને અલગ થઈ ગયા હતા. પછી કબીરે બીજા લગ્ન 1992માં નિક્કી બેદી સાથે કર્યા. જ્યારે વર્ષ 2005માં બંને અલગ થઈ ગયા. ત્યાર પછી કબીરે 70 વર્ષની ઉંમરમાં વર્ષ 2016માં ત્રીજા લગ્ન પરવીન દુસાંજ સાથે કર્યા હતા.