આ 5 ભારતીય ક્રિકેટરો એ 2 વખત કર્યા છે લગ્ન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

રમત-જગત

ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે પરંતુ ભારતમાં સૌથી વધુ જે રમતને પસંદ કરવામાં આવે છે તે છે ‘ક્રિકેટ’. ક્રિકેટને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. ક્રિકેટની સાથે સાથે ક્રિકેટરો માટે પણ ચાહકોની દીવાનગી અલગ જ લેવલની છે. આજે અમે તમને આ આર્ટીકલમાં એવા પાંચ ભારતીય ક્રિકેટરો વિશે જણાવી રહ્યા છીએ જે પોતાની રમતની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. ચાલો આજે અમે તમને એવા જ કેટલાક ક્રિકેટર્સ વિશે જણાવીએ જેમણે 2 લગ્ન કર્યા છે.

વિનોદ કાંબલી: વિનોદ કાંબલી શ્રેષ્ઠ બેટ્સમેન સચિન તેંડુલકરના બાળપણના મિત્ર છે. તે ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. 50 વર્ષના વિનોદે બે લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન નોએલા લુઈસ સાથે થયા હતા. સાથે જ તેમણે બીજા લગ્ન મોડલ આંદ્રિયા હેવિટ સાથે કર્યા હતા.

અરુણ લાલ: અરુણ લાલ ભારતના પ્રખ્યાત ક્રિકેટર રહ્યા છે. 66 વર્ષના થઈ ચુકેલા અરુણ લાલે તાજેતરમાં જ બીજા લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્નીનું નામ છે બુલબુલ. બુલબુલ અરુણ કરતા 28 વર્ષ નાની છે. તેની ઉંમર અત્યારે 38 વર્ષ છે. બંનેના લગ્ન ખૂબ ચર્ચામાંં રહ્યા હતા. જણાવી દઈએ કે અરુણે પહેલી વખત રીના સાથે લગ્ન કર્યા હતા.

દિનેશ કાર્તિક: દિનેશ કાર્તિક આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેણે જબરદસ્ત રમત બતાવીને દરેકને ચોંકાવી દીધા હતા. આ કારણે તેનું ત્રણ વર્ષ પછી ભારતીય ટીમમાં કમબેક થયું હતું. દિનેશ પણ બે લગ્ન કરી ચુક્યા છે. તેના બીજા લગ્ન સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે થયા હતા. બંને હવે જુડવા બાળકોના માતા-પિતા છે. સાથે જ દિનેશના પહેલા લગ્ન 2007માં નિકિતા વણઝારા સાથે થયા હતા.

મોહમ્મદ અઝહરુદ્દીન: મોહમ્મદ અઝહરુદ્દીન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રહી ચુક્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીન ભારતના સફળ ક્રિકેટર રહ્યા છે. મોહમ્મદની પહેલી પત્નીનું નામ નૌરીન હતું. બંનેના લગ્ન વર્ષ 1987માં થયા હતા. ત્યાર પછી અઝહરુદ્દીનનું દિલ બોલિવૂડ અભિનેત્રી સંગીતા બિજલાની માટે ધડકતું હતું. સંગીતાના પ્રેમમાં મોહમ્મદે પોતાની પત્નીને છુટાછેડા આપ્યા. તેમણે નૌરીનને છૂટાછેડા આપીને વર્ષ 1996માં સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા, પરંતુ 14 વર્ષ પછી અઝહરુદ્દીન અને સંગીતાના પણ છૂટાછેડા થઈ ગયા.

જવાગલ શ્રીનાથ: જવાગલ શ્રીનાથ ભારતના સફળ ફાસ્ટ બોલર રહ્યા છે. જવાગલ શ્રીનાથ અત્યારે પણ ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા છે. જવાગલ શ્રીનાથનું નામ પણ એવા બે ભારતીય ક્રિકેટરોમાં શામેલ છે જેમણે 2 લગ્ન કર્યા છે. 52 વર્ષના થઈ ચુકેલા જવાગલના પહેલા લગ્ન જ્યોત્સના સાથે થયા હતા. બંને વર્ષ 1999માં લગ્નના બંધનમાં બંધાયા હતા. સાથે જ તેના બીજા લગ્ન વર્ષ 2008 માં માધવી પત્રાવલી સાથે થયા હતા. જણાવી દઈએ કે માધવી એક પત્રકાર છે.