ભારતી સિંહથી લઈને સુગંધા મિશ્રા સુધી, આ કારણે ‘કપિલ શર્મા શો’ થી બહાર થઈ ગયા આ 5 કોમેડિયન

બોલિવુડ

ટીવીની દુનિયાનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ શરૂઆતથી જ દર્શકોનો ફેવરિટ શો રહ્યો છે. સાથે જ શોમાં જોવા મળતા પાત્રો પણ લોકોને પસંદ આવે છે. આ ઉપરાંત શોના હોસ્ટ એટલે કે કપિલ શર્મા પોતાની સુંદર કોમેડીથી દર્શકોને હસવા માટે મજબૂર કરે છે. પરંતુ આ શો સાથે જોડાયેલા ઘણા એવા પાત્રો છે જે હવે અલગ થઈ ચુક્યા છે.

જેમ કે પહેલા પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ, ઉપાસના સિંહ, સુનીલ ગ્રોવર જેવા ઘણા કોમેડિયન શોમાં પોતાની શ્રેષ્ઠ કોમેડીનો તડકો લગાવતા જોવા મળતા હતા, પરંતુ હવે તે આ દિવસોમાં શોમાંથી બહાર છે. તો ચાલો જાણીએ શું કારણ છે જેના કારણે તેમણે કપિલ શર્મા શોને અલવિદા કહ્યું?

ભારતી સિંહ: સૌથી પહેલા વાત કરીએ પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહની જે પોતાની અદ્દભુત કોમેડીથી દર્શકોને હસાવતી રહે છે. જણાવી દઈએ કે, ભારતી સિંહ ઘણા લાંબા સમયથી ‘ધ કપિલ શર્મા શો’માંથી ગાયબ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ભારતી સિંહ કેટલાક નવા પ્રોજેક્ટ્સને કારણે કપિલ શર્માથી દૂર થઈ ગઈ છે. આ ઉપરાંત ભારતી સિંહ આ દિવસોમાં પ્રેગ્નેંટ પણ છે, જેના કારણે તેણે ઓછું કામ કરવાનો નિર્ણય લીધો છે. જો કે તે આ દિવસોમાં ‘દેશ કી શાન હુનરબાઝ’ શોને હોસ્ટ કરી રહી છે.

સુનીલ ગ્રોવર: એક સમયમાં ડૉક્ટર મશૂર ગુલાટી, ગુત્થી અને રિંકુ ભાભીના પાત્રોથી લોકોની વચ્ચે પોતાની જગ્યા બનાવનાર સુનીલ ગ્રોવર ‘ધ કપિલ શર્મા શો’ની શાન હતા. પરંતુ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ઝઘડો થયો જેના કારણે સુનીલ ગ્રોવરે હંમેશા માટે આ શોથી પોતાને અલગ કરી લીધા.

સુગંધા મિશ્રા: ‘ધ કપિલ શર્મા શો’માં ગ્લેમરનો તડકો લગાવનાર સુગંધા મિશ્રા પણ લાંબા સમયથી કપિલ શર્માના શોમાંથી બહાર આવી ચુકી છે. જોકે હજી સુધી આ વાતનો ખુલાસો નથી થયો કે સુગંધા મિશ્રા એ આ શોને અલવિદા શા માટે કહ્યું. જોકે, તે નવા પ્રોજેક્ટની શોધમાં છે.

નવજોત સિંહ સિદ્ધુ: નોંધપાત્ર છે કે અર્ચના પુરણ સિંહ પહેલા નવજોત સિંહ સિદ્ધુ કપિલ શર્મા શોની શાન હતા. તે પોતાની શ્રેષ્ઠ શાયરીઓથી શોમાં ચાર ચાંદ લગાવતા હતા, પરંતુ રાજકીય કારણોસર નવજોત સિંહ સિદ્ધુને શોમાંથી બહાર થવું પડ્યું હતું.

અલી અસગર: અલી અસગર પણ લાંબા સમયથી ‘ધ કપિલ શર્મા શો’થી દૂર છે. કહેવાય છે કે સુનીલ ગ્રોવર દ્વારા શો છોડ્યા પછી અલી અસગરે કપિલ શર્માના શોને ટાટાને બાય-બાય કહ્યું હતું. જો કે તેની પાછળનું નક્કર કારણ કોઈને ખબર નથી. એક ઈન્ટરવ્યુમાં અલી અસગરે કહ્યું હતું કે, “ટીવી પર એવું કંઈ નથી આવ્યું. થોડા કેમિયો હતા, જેને મેં ના પાડી હતી. મને જે જોઈએ છે તે મળી રહ્યું નથી. હું ઈન્ડસ્ટ્રીમાં આટલા લાંબા સમયથી છું, હું કંઈક નવું કરવાનો પ્રયત્ન કરવા ઈચ્છું છું. પણ મને કોઈ ઉતાવળ નથી.”

ઉપાસના સિંહ: કપિલની ફઈની ભૂમિકા નિભાવનાર પ્રખ્યાત અભિનેત્રી ઉપાસના સિંહે લાંબા સમય સુધી ‘કપિલ શર્મા શો’માં કામ કર્યું હતું. પરંતુ છેલ્લા દિવસોથી તે આ શોથી દૂર છે. તેણે આ શોને એ કહીને અલવિદા કહ્યું કે તે જે પ્રકારનું ક્રિએટિવ કામ કરવા ઈચ્છે છે, તેને આ શો માં તે પ્રકારનું કામ મળી રહ્યું નથી.