યુવિકા ચૌધરી સહિત આ 5 સેલેબ્સે શેર કરી તેમની કરવાચોથની તસવીરો, જુવો તેમની આ સુંદર તસવીરો

બોલિવુડ

24 ઓક્ટોબરના રોજ દેશભરમાં પરણિત મહિલાઓનો તહેવાર ‘કરવા ચોથ’ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે દરેક પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. હિન્દુઓના ખાસ તહેવારમાં આ દિવસે ચંદ્રની પણ પૂજા કરવામાં આવે છે. સાથે જ ઘણી સેલિબ્રિટી કપલની પણ આ દિવસે ખાસ સ્ટાઈલ જોવા મળી. જણાવી દઈએ કે ટેલિવિઝન દુનિયાની ઘણી પ્રખ્યાત કપલ પણ આ તહેવાર ખુશી અને ઉલ્લાસ સાથે ઉજવે છે. આ દિવસે ઘણી અભિનેત્રીઓ પોતાના પતિની ખુશી અને લાંબી ઉંમર માટે નિર્જલા વ્રત રાખે છે, તો ઘણી વખત આ અભિનેત્રીના પતિ પણ પોતાની પત્ની માટે ઉપવાસ રાખે છે.

નોંધપાત્ર છે કે ટીવીના ક્યૂટ કપલ અને બિગ બોસ ફેમ યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવા ચોથનો તહેવાર સુંદર રીતે ઉજવ્યો હતો. સાથે જ આ કપલે સોશિયલ મીડિયા પર પોતાની આ ખાસ પળની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા. આ તસવીરોમાં યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાનો પ્રેમ જોવા મળી રહ્યો છે.

સાથે જ પ્રિન્સ નરુલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પત્ની યુવિકા ચૌધરી સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી છે. આ તસવીરમાં બંને એકબીજાના પ્રેમમાં સંપૂર્ણરીતે ડૂબેલા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે આ તસવીરમાં પ્રિન્સ નરુલા પોતાની પત્ની યુવિકાના માથા પર કિસ કરતા જોવા મળી રહ્યા છે. પ્રિન્સ અને યુવિકાના આ ક્યૂટ જેસ્ટર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી વર્ષ 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. આટલું જ નહીં પરંતુ યુવિકા અને પ્રિન્સના લગ્નને તે વર્ષના ગ્રેંડ લગ્નોમાંથી એક માનવામાં આવ્યા હતા.

માહિતી માટે જણાવી દઈએ કે યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાની મુલાકાત સલમાન ખાનના શો બિગ બોસ 9 ના સેટ પર થઈ હતી. ધીમે-ધીમે આ બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને છેવટે વર્ષ 2018માં પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ હંમેશા માટે એકબીજાના બનવાનું નક્કી કર્યું.

જણાવી દઈએ કે યુવિકા ચૌધરી પોતાના પતિ પ્રિન્સ નરુલા કરતા 7 વર્ષ મોટી છે. જો કે આ કપલની ઉંમરનો તફાવત તેમના પ્રેમ વચ્ચે ક્યારેય પણ નથી આવ્યો. પ્રિન્સ અને યુવિકા એકબીજાને કેટલો પ્રેમ કરે છે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો જોઈને તેનો અંદાજ લગાવી શકાય છે.

જણાવી દઈએ કે યુવિકા ચૌધરીની કરવા ચોથના થોડા દિવસો પહેલા હરિયાણા પોલીસે અપમાનજનક ટિપ્પણીના કેસમાં ધરપકડ કરી હતી. ત્રણ કલાક સુધી પૂછપરછ કર્યા પછી યુવિકાને જામીન મળી ગયા હતા. સાથે જ આ સમગ્ર વિવાદ દરમિયાન, પ્રિન્સ નરુલા પોતની પત્નીને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.

આ ઉપરાંત રૂબીના દિલેક અને અભિનવ શુક્લા વર્ષ 2018માં 21 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. ગયા વર્ષે આ કપલે બિગ બોસના ઘરમાં કરવા ચોથની ઉજવણી કરી હતી અને આ વખતે રૂબિના અને અભિનવ કરવા ચોથ પર ખૂબ જ સરળ સ્ટાઈલમાં જોવા મળ્યા હતા.

સાથે વાત આપણે ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલની કરીએ તો બંનેએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. આ કપલની આ પહેલી કરવા ચોથ હતી. આ પ્રસંગ પર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા બંને ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

આ ઉપરાંત માહી વિજને આ વખતે એકલા જ કરવા ચોથ ઉજવવી પડી હતી કારણ કે તેના પતિ જય ભાનુશાલી હાલમાં બિગ બોસના ઘરમાં છે. આ ખાસ પ્રસંગને માહીએ તેની પુત્રી તારા સાથે ઉજવ્યો અને તે લાલ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

છેલ્લે જણાવી દઈએ કે કામ્યા પંજાબીએ ગયા વર્ષે 10 ફેબ્રુઆરીએ શલભ ડાંગ સાથે લગ્ન કર્યા હતા. કામ્યા પંજાબીના આ બીજા લગ્ન હતા. કામ્યાએ આ વખતે શલભ સાથે તેની કરવા ચોથ સેલિબ્રેટ કરી છે.