એક ફિલ્મ માટે 5 કરોડ લે છે ફી અને 142 કરોડની માલિક છે આ અભિનેત્રી પરંતુ છતા પણ 38 વર્ષની ઉંમરમાં પણ છે કુંવારી

Uncategorized

બોલિવૂડની જેમ દેશભરમાં ધીમે ધીમે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ પોતાના પગ જમાવી રહી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્શન અને સ્ટોરી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. બોલિવૂડની ફિલ્મોની જેમ આજે લોકો સાઉથની ફિલ્મો પણ જુએ છે. તેની સાથે સાઉથ ઈન્ડસ્ટ્રીની જો અન્ય એક ચીજ પ્રખ્યાત હોય તો તે છે સાઉથની અભિનેત્રીઓ. તેની લોકપ્રિયતા એટલી છે કે બોલીવુડના મોટા મોટા ફિલ્મ પ્રોડ્યૂસર તેમને પોતાની ફિલ્મોમાં લેવા માટે મોં માંગી કિંમત આપવા માટે તૈયાર રહે છે.

આજે અમે તમને સાઉથની એક એવી સુંદર અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે કરોડપતિ અને સુંદર હોવા છતાં પણ કુંવારી છે, જેના વિશે તમે પણ જાણવા માટે ખૂબ આતુર હશો. આપણે વાત કરી રહ્યા છીએ સાઉથની સૌથી મોટી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી વિશે. આ અભિનેત્રીએ બોલિવૂડની ફિલ્મોની સાથે ઘણી તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી છે. અનુષ્કા શેટ્ટીની કારકિર્દીની વાત કરીએ તો અનુષ્કા શેટ્ટીએ 2005 માં પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ ‘સુપર’ થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે નાગાર્જુન અને આયશા ટાકીયા પણ હતાં.

એ જ વર્ષે તેમની બીજી ફિલ્મ ‘મહા નંદી’ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે શ્રીહરિ અને સુમંત જોવા મળ્યા હતા. ત્યાર પછી તેમણે ઘણી ફિલ્મો કરી અને સફળતાની સીડી ચળતી ગઈ. અનુષ્કાએ વર્લ્ડ ફેમસ બાહુબલી ફિલ્મના બંને ભાગોમાં મુખ્ય પાત્ર નિભાવ્યું હતું. બાહુબલીની જબરદસ્ત સફળતા પછી અનુષ્કા હવે દક્ષિણની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.

નોંધપાત્ર વાત એ છે કે ફિલ્મ ‘જજમેંટલ હૈ ક્યા’ ના ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુડી સાથે પણ અનુષ્કા શેટ્ટીના લગ્નના સમાચાર આવ્યા હતા. પછી અનુષ્કાએ આ અહેવાલો પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે આ માત્ર અફવા છે. અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે પ્રકાશ સાથેના સંબંધ અને લગ્નની અફવાઓને નકારી હતી. અનુષ્કાએ કહ્યું હતું કે આ અહેવાલ સત્ય નથી. તેણે કહ્યું હતું કે મને ખબર નથી કે દરેક મારા લગ્ન પાછળ કેમ છે.