આ 5 બોલીવુડ સ્ટાર્સનું નસીબ છે સૌથી અનોખું, 3-3 બ્રેકઅપ પછી મળી લગ્ન કરવાની તક, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

કહેવાય છે કે સાચો પ્રેમ સરળતાથી નથી મળતો. તેના માટે લોકોએ ખૂબ પ્રયત્નો કરવા પડે છે. હવે આ બોલિવૂડ સ્ટાર્સને જ લઈ લો. તેમણે એક-બે નહીં પરંતુ 3 વખત પ્રેમ કર્યો. પરંતુ આટલા અફેર પછી તેમને ચોથી વાર સાચો પ્રેમ મળ્યો. ત્રણ વખત પ્રેમમાં દગો મેળવ્યા પછી ચોથી વખત તેમને લગ્ન કરવા યોગ્ય જીવનસાથી મળ્યો.

રણબીર કપૂર: રણબીર કપૂર બોલિવૂડના પ્લેબોય તરીકે ઓળખાય છે. જો કે, તેમનું બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે અફેર રહ્યું છે. જોકે તેના ત્રણ લવ અફેયર સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. સૌથી પહેલા તેમને દીપિકા પાદુકોણ સાથે પ્રેમ થયો. સોનમ કપૂર સાથે પણ તેનું નામ ચર્ચામાં રહ્યું.

આ ઉપરાંત તેણે સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના કૈફ સાથે પણ દિલ લગાવ્યું. જોકે તેના પ્રેમ સંબંધ પર લગામ લગાવવાનું કામ આલિયા ભટ્ટે કર્યું. બંને આ વર્ષે એપ્રિલમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

દીપિકા પાદુકોણ: બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં શામેલ દીપિકા પાદુકોણના પણ ઘણા અફેર રહ્યા. કારકિર્દીની શરૂઆતમાં તેમનું નામ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા સાથે જોડાયું. ત્યાર પછી નિહાર પંડ્યા સાથે પણ તેનું લવ અફેયર ખૂબ ચર્ચામાં રહ્યું. પરંતુ આ બધામાં તે રણબીર કપૂર સાથે ગંભીર દેખાઈ હતી.

દરેકને લાગતું હતું કે બંને લગ્ન કરશે. પરંતુ તેવું ન થયું. ત્યાર પછી દીપિકાના જીવનમાં રણવીર સિંહની એન્ટ્રી થઈ. રણવીર સિંહ દીપિકાની જોડી જામી. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા અને હંમેશા માટે એકબીજાના બની ગયા.

પ્રિયંકા ચોપરા: પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાના વિદેશી પતિ નિક જોનાસ સાથે સારો સમય પસાર કરી રહી છે. હોલિવૂડમાં નામ કમાતા પહેલા તેનું બોલિવૂડમાં ત્રણ ખાસ લોકો સાથે લવ અફેયર રહ્યું. જેમાં અસીમ મર્ચન્ટથી લઈને હરમન બાવેજા સુધીના નામ શામેલ છે.

જોકે શાહિદ કપૂર સાથે પ્રિયંકાના લવ અફેયરની સૌથી વધુ ચર્ચા થઈ હતી. બંનેની વાત લગ્ન સુધી પણ પહોંચી ચુકી હતી પરંતુ છેલ્લી ઘડીએ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. ત્યાર પછી 2018માં પ્રિયંકાએ હોલિવૂડ અભિનેતા અને સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા.

બિપાસા બસુ: બોલિવૂડની સેક્સી ગર્લ બિપાશા બાસુને મેળવવાનું સપનું ઘણા હેન્ડસમ છોકરાઓએ જોયું છે. ડીનો મોરિયા અને હરમન બાવેજા પણ તેમાંથી એક છે. જો કે, જ્હોન અબ્રાહમ સાથે તેની લવ સ્ટોરી ખૂબ ગંભીર હતી. બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી. દરેકને લાગતું હતું કે બંને લગ્ન કરશે.

જિસ્મ ફિલ્મમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ શાનદાર હતી. પરંતુ પછી ખબર નહીં શું થયું કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું. પછી બિપાશાને કરણ સિંહ ગ્રોવર મળ્યો. કરણ પણ પહેલા પોતાની બે પત્નીઓને છુટાછેડા આપી ચુક્યો હતો. ટૂંક સમયમાં જ બિપાશા અને કરણનો પ્રેમ ખીલ્યો અને બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા.

કેટરીના કૈફ: આ લિસ્ટમાં કેટરિના કૈફનું નામ કેવી રીતે પાછળ રહી શકે? બોલિવૂડની આ સુંદર અભિનેત્રીનું નામ ઘણી મોટી હસ્તીઓ સાથે જોડાયું છે. પહેલા તે વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા સાથે જોવા મળવા લાગી. જ્યારે આ વાત ન બની તો તેણે સલમાન ખાનનો હાથ પકડી લીધો. સલમાન સાથે તેની જોડી ખૂબ જ હિટ રહી. બંનેએ સાથે મળીને ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી.

સલમાન અને કેટરિના ઘણા પ્રસંગો પર સાથે જોવા મળવા લાગ્યા. બધાને વિશ્વાસ હતો કે સલમાન અને કેટરીના લગ્ન કરશે. પરંતુ જ્યારે સલમાન લગ્નના મૂડમાં ન દેખાયા ત્યારે કેટરીના એ બ્રેકઅપ કરી લીધું. ત્યાર પછી તેનું લવ અફેયર રણબીર કપૂર સાથે શરૂ થયું. પરંતુ રણબીર પણ માત્ર સમય પસાર કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં કેટરિનાને વિકી કૌશલની અંદર એક સાચો જીવનસાથી મળ્યો. બંનેએ વર્ષ 2021માં ધામધૂમથી લગ્ન કર્યા હતા.