હોળી સ્પેશિયલ: બાળકોની જેમ હોળી રમે છે આ 5 બોલીવુડ કપલ્સ, વર્ષભર જુવે છે ધૂમ મચાવવાની રાહ, જુવો તેમની હોળીની તસવીરો

બોલિવુડ

હોળી રંગોનો તહેવાર છે. ખાસ કરીને બાળકો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે બાળકોને ખૂબ ધૂમ મચાવવાની તક મળે છે. એકબીજાને ખૂબ રંગ લગાવવાની તક મળે છે. આ કારણોસર બાળકો હોળીના તહેવારની ખાસ રાહ જોતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક બોલિવૂડ કપલ્સ પણ બાળકોની જેમ હોળી રમે છે. ચાલો તમને તેમનો પરિચય કરાવીએ.

કપલ નંબર 1: પહેલા નંબર પર રિતેશ દેશમુખ અને જેનેલિયા છે. બંને બોલિવૂડ કલાકાર છે અને એકબીજાને પ્રેમ કરતા હતા. પછી બંનેએ લગ્ન પણ કરી લીધા હતા અને તેમને એક બાળક પણ છે. કદાચ તમે નહિ જાણતા હોય કે આ બંનેને હોળીનો તહેવાર કેટલો પસંદ છે. હોળીના દિવસે બંને એકબીજાને રંગોથી રંગે છે. બાળકોની જેમ તેઓ પણ ખૂબ જ ધૂમ મચાવે છે અને ખૂબ જ રંગોથી રમે.

કપલ નંબર 2: બીજા નંબર પર બોલિવૂડની હોટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ છે. આ કપલ પણ બાળકોની જેમ રંગોના આ તહેવારની વર્ષભર રાહ જુવે છે. ખાસ કરીને રણવીર સિંહ તો આ દિવસને ખૂબ જ ઉત્સાહથી એન્જોય કરે છે. તે દીપિકાને ખૂબ રંગ અને ગુલાલ લગાવે છે. આ સાથે તે ખૂબ જ મસ્તી પણ કરે છે અને દિવસભર પોતાની અતરંગી સ્ટાઇલમાં ખુશ રહે છે.

કપલ નંબર 3: ત્રીજા નંબર પર સૈફ અલી ખાન અને કરીના કપૂરની જોડી છે. આ બંનેને પણ રંગોનો આ તહેવાર ખૂબ જ પસંદ છે. બેબો તો લગ્ન પહેલા પણ આ દિવસે ખૂબ હોળી રમતી હતી. અને લગ્ન પછી પણ તે આ દિવસે મસ્તી કરવાનું ભૂલતી નથી. પતિ સૈફ અને બાળકો સાથે તે ખૂબ હોળી રમે છે. આ ઉપરાંત તે આ દિવસે પરિવાર સાથે પણ ખૂબ એન્જોય કરતા જોવા મળે છે.

કપલ નંબર 4: ચોથા નંબર પર શાહિદ કપૂર અને મીરાની જોડી છે. આ કપલ તો આ દિવસે ખૂબ જ રોમેન્ટિક બની જાય છે. એકબીજાને રંગ લગાવ્યા પછી તેઓ કિસ કરતા પણ જોવા મળે છે. શાહિદ અને મીરા બંનેને રંગોનો તહેવાર હોળી ખૂબ જ પસંદ છે. તે પોતાના પરિવાર સાથે પણ આ દિવસને ખૂબ એન્જોય કરે છે અને રંગોથી રમતા જોવા મળે છે. બંને આ દિવસની આતુરતાથી રાહ જુવે છે.

કપલ નંબર 5: પાંચમો નંબર નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદીનો છે. આ કપલને પણ રંગોનો આ તહેવાર ખૂબ જ પસંદ છે. નેહા ભલે ગંભીર દેખાતી હોય પરંતુ આ દિવસે તે બાળક બની જાય છે. પોતાના પતિ અને પુત્રી મેહરને ખૂબ રંગ લગાવે છે અને આ તહેવારને ખૂબ જ આનંદથી ઉજવતા જોવા મળે છે. આ વખતે તે પોતાના બેબી બોય સાથે પણ હોળીનો તહેવાર ઉજવશે.