બોલીવુડ ફિલ્મોથી મોંઘા છે આ 5 ટીવી શોઝ, મહાભારત બનાવવા માટે ખર્ચ કરવામાં આવ્યા હતા આટલા અધધધ કરોડ રૂપિયા

બોલિવુડ

એક સમય હતો જ્યારે બોલિવૂડ ફિલ્મોનું બજેટ ખૂબ જ ઓછું હતું. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે ભારતમાં 500 કરોડના બજેટ સુધીની ફિલ્મો પણ બની રહી છે. સાથે જ મોટા પડદા ઉપરાંત નાનો પડદો એટલે કે ટીવીની દુનિયા પણ તેમાં પાછળ નથી. અહીં પણ હવે બોલીવુડ ફિલ્મોથી વધુ બજેટવાળા ટીવી શો બની રહ્યા છે. શો મેકર્સ પોતાની સીરિયલને વધુ ભવ્ય બનાવવા માટે પાણીની જેમ પૈસા ખર્ચ કરી રહ્યા છે. તો ચાલો ટીવીના સૌથી મોંઘા શોઝ પર એક નજર કરીએ.

રામ સિયા કે લવ કુશ: કલર્સ ટીવી પર પ્રસારિત થયેલો રામ સિયા કે લવ કુશ ટીવી શો 5 ઓગસ્ટ 2019 ના રોજ શરૂ થયો હતો. આ શો 10 ફેબ્રુઆરી 2020 સુધી ચાલ્યો હતો. આ શોમાં શિવા પઠાનિયા, હિમાંશુ સોની, ક્રિશ ચૌહાણ અને હર્ષિત કાબરા જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. મહેશ પાંડે દ્વારા લખાયેલો આ શો 650 કરોડના મોટા બજેટમાં બનાવવામાં આવ્યો હતો. એટલે કે તેનું બજેટ કોઈ બોલિવૂડ ફિલ્મ કરતાં પણ વધુ હતું.

જોધા અકબર: ZeeTV પર પ્રસારિત થયેલો ટીવી શો જોધા અકબર 2013 થી 2015 સુધી ચાલ્યો હતો. તેને એકતા કપૂર અને શોભા કપૂરે પ્રોડ્યૂસ કર્યો હતો. તે એક પિરિયડ ડ્રામા શો હતો જેથી તેને નાના પડદા પર ભવ્ય રીતે બતાવવો સરળ ન હતું. તેના માટે સખત મહેનત, આયોજન અને ખૂબ પૈસાની જરૂર હતી. સમાચારનું માનીએ તો જોધા અકબરનો એક એપિસોડ બનાવવા માટે લગભગ 9 લાખ રૂપિયા લાગતા હતા. તેના કુલ 566 એપિસોડ હતા. હવે તમે અંદાજ લગાવી શકો છો કે તેમાં કેટલા કરોડ રૂપિયા ખર્ચ થયા હશે.

મહાભારત (2013): મહાભારત હિંદુ ધર્મનો સૌથી મોટો ગ્રંથ છે. તેને બી.આર.ચોપડા પહેલાથી જ મોટી સુંદરતા સાથે બનાવી ચુક્યા હતા. આવી સ્થિતિમાં 2013 માં જ્યારે તેને બનાવવામાં આવ્યો હતો, ત્યારે વધુ મહેનત કરવી પડી હતી. તેને સ્ટોરીની સાથે-સાથે સેટ ડિઝાઈન અને કંપ્યૂટર ગ્રાફિક્સની બાબતમાં પણ બેસ્ટ બનાવવામાં આવ્યો. આ બધામાં મેકર્સે લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેના કુલ 267 એપિસોડ હતા.

રાધાકૃષ્ણ: સ્ટાર ભારતનો રાધાકૃષ્ણ શો 2018માં આવ્યો હતો. આ શો દર્શકોની વચ્ચે ખૂબ લોકપ્રિય બન્યો હતો. આ શોની તસવીરો અને વીડિયો ક્લિપ્સ આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ શોમાં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની સિનેમેટોગ્રાફી કમાલની હતી. મેકર્સે તેને ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું હતું. સ્વસ્તિક પ્રોડક્શને આ શોને બનાવવા માટે 150 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

નાગીન 6: એકતા કપૂરની નાગિન સીરીઝ પણ સૌથી લોકપ્રિય ટીવી સીરીઝમાંથી એક છે. આ વખતે નાગિન 6માં તેજસ્વી પ્રકાશ મુખ્ય ભુમિકામાં છે. 2015થી શરૂ થયેલી આ સિરીઝના અત્યાર સુધીમાં 372 એપિસોડ બની ચૂક્યા છે. આ વખતે સિઝન 6 માટે એકતા કપૂરે 130 કરોડ રૂપિયાનું બજેટ તૈયાર કર્યું છે. શોમાં VFXનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ શો પણ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.