આલિયા ભટ્ટ પહેલા આ 5 અભિનેત્રીઓ એ પણ લહેંગા છોડીને લગ્નમાં પહેરી હતી સાડી, લાગી રહી હતી બલાની સુંદર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

તાજેતરમાં જ બોલિવૂડની એક અન્ય કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ગુરુવારે લગ્ન કરી લીધા. આલિયાએ લગ્ન પર લહેંગાને બદલે સાડીને મહત્વ આપ્યું હતું. અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ રણબીર સાથે મુંબઈમાં લગ્ન કર્યા પછી લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ દરમિયાન તેણે ક્રીમ કલરની સાડી પહેરી હતી.

આલિયા પહેલા અન્ય ઘણી અભિનેત્રીઓએ પોતાના લગ્નમાં સાડી પહેરી હતી અને તે કોઈ પરી જેવી લાગી રહી હતી. ચાલો જાણીએ કે આલિયા ઉપરાંત તે બોલીવુડ અભિનેત્રીઓ કઈ કઈ છે જેમણે લગ્નમાં લહેંગાના બદલે સાડી પહેરી હતી.

મૌની રોય: મૌની રોય એ પોતાની સુંદરતાથી દરેકના દિલ જીતી લીધા હતા. વર્ષની શરૂઆતમાં તે લગ્નના બંધનમાં બંધાઈ હતી. આ વર્ષે જાન્યુઆરીમાં તેણે પોતાના બિઝનેસમેન બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. મૌનીના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. લગ્નમાં મૌની ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જણાવી દઈએ કે પોતાના લગ્નમાં મૌનીએ લાલ બોર્ડરવાળી સફેદ રંગની સાડી પહેરી હતી. અભિનેત્રીએ સૂરજ સાથે ગોવામાં ભવ્ય સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેણે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

પત્રલેખા પોલ: અભિનેતા રાજકુમાર રાવ પણ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતા ગણાતા રાજકુમાર રાવે વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. તેમણે પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી પત્રલેખા પોલ સાથે લગ્ન કર્યા હતા.

રાજકુમાર અને પત્રલેખાના લગ્નની તસવીરોને લાખો લોકોએ પસંદ કરી હતી. લગ્નમાં પત્રલેખાએ લાલ રંગની સબ્યસાચી સાડી પહેરી હતી.

દિયા મિર્ઝા: હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી દિયા મિર્ઝાએ બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન વર્ષ 2014માં સાહિલ સંઘા સાથે થયા હતા. જો કે, કપલના લગ્ન સફળ ન રહ્યા અને બંને વર્ષ 2019માં અલગ થઈ ગયા. ત્યાર પછી દિયા વૈભવ રેખી સાથે સંબંધમાં આવી. દિયાએ વૈભવ સાથે વર્ષ 2021માં ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. પોતાના બીજા લગ્ન માટે, દિયાએ સાડી સાથે લાલ ચુનરી ઓઢી હતી.

યામી ગૌતમ: હંમેશા સુંદર દેખાતી યામી ગૌતમ પોતાના લગ્નમાં ભલા કેવી રીતે સુંદર ન લાગે. તેની સુંદરતા વધારવાનું કામ કર્યું હતું તેની સાડીએ. લગ્નમાં યામીએ લાલ રંગની સાડી પહેરી હતી, જેમાં તેની સુંદરતા જોવા મળી રહી હતી.

જણાવી દઈએ કે યામીએ ગયા વર્ષે ફિલ્મ નિર્દેશક આદિત્ય ધર સાથે થોડા સમય ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખૂબ જ ખાનગી રીતે થયા હતા. યામીએ પોતાના હોમ ટાઉન હિમાચલ પ્રદેશમાં પરંપરાગત રીતે આદિત્ય સાથે સાત ફેરા લીધા હતા.

દીપિકા પાદુકોણ: આજના સમયની સૌથી ચર્ચિત, સફળ અને લોકપ્રિય બોલીવુડ અભિનેત્રી તરીકે જોવામાં આવતી દીપિકા પાદુકોણના લગ્નને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. દીપિકા પાદુકોણે હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 2018માં થયા હતા.

લગ્નના ખાસ પ્રસંગ પર દીપિકા પાદુકોણે પણ સાડી પહેરી હતી. સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ સાડી સાથે ખાસ દુપટ્ટો પણ પહેર્યો હતો જેના પર મંત્રો લખેલા હતા.