બોલિવૂડમાં પણ જોડી બનવાનો સિલસિલો ખૂબ જ સામાન્ય છે. અહીં કઈ હીરોઈનને કોની સાથે પ્રેમ થઈ જાય, કંઈ કહી શકાય નહીં. ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓ એ તો ફિલ્મ કરતા-કરતા જ પોતાનું દિલ આપી દીધું. ખાસ કરીને જેની ફિલ્મમાં તે કામ કરી રહી હતી, તેની સાથે તેનું અફેર હતું અને તેણે લગ્ન કરી લીધા હતા. આજે અમે તમને એવી જ 5 હિરોઈન વિશે જણાવી રહ્યા છીએ.
રવિના ટંડન: બોલિવૂડમાં એક સમયે મસ્ત મસ્ત ગર્લના નામથી પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે. તેમની મોહરા ફિલ્મ તો આજે પણ દર્શકોને યાદ છે. શું તમે જાણો છો કે તેનું ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર સાથે અફેર હતું. હા, ફિલ્મ કરતી વખતે રવિનાને અનિલ થડાની સાથે પ્રેમ થઈ ગયો હતો. તે સમયે અનિલ પરિણીત હતો પરંતુ રવિનાએ તેની બીજી પત્ની બનવામાં કોઈ ખચકાટ અનુભવ્યો નહિં. અનિલએ પત્ની નતાશા સિપ્પીને છૂટાછેડા આપીને રવિના સાથે લગ્ન કર્યા હતા.
યામી ગૌતમ: આ લિસ્ટમાં બીજું નામ આ દિવસોમાં બોલિવૂડમાં ધૂમ મચાવી રહેલી અભિનેત્રી યામી ગૌતમનું છે. હિમાચલની આ અભિનેત્રીએ વિકી ડોનરથી લઈને ઘણી સારી ફિલ્મો કરી છે. તમને જણાવી દઈએ કે તેમનું અફેર પણ ફિલ્મ ડિરેક્ટર સાથે શૂટિંગ દરમિયાન થયું હતું. યામી ગૌતમના પતિનું નામ આદિત્ય ધર છે. તાજેતરમાં જ બંનેએ લગ્ન પણ કર્યા છે. આદિત્ય તે સમયે ફિલ્મ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ને ડાયરેક્ટ કરી રહ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ યામી તેની નજીક આવી હતી. પછી બંનેએ લગ્ન કરી લીધા.
રાની મુખર્જી: ફિલ્મ કુછ કુછ હોતા હૈથી દર્શકોને પોતાની સુંદરતાના દિવાના બનાવી ચુકેલી અભિનેત્રી રાની મુખર્જી પણ આ લિસ્ટમાં શામેલ છે. તેણે ફિલ્મ મેકર આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ન તો વર્ષ 2014 માં થયા પરંતુ બંનેનું અફેર ખૂબ લાંબુ ચાલ્યું. રાની મુખર્જી સાથે લગ્ન કરતા પહેલા આદિત્ય ચોપરાના લગ્ન થઈ ચુક્યા હતા. તેમની પત્નીનું નામ પાયલ ચોપરા હતું. રાનીએ આદિત્યની બીજી પત્ની બનવામાં કોઈ સંકોચ ન અનુભવ્યો. સાથે જ આદિત્ય તો રાનીના પ્રેમમાં એટલા ડૂબી ગયા કે પોતાની પત્ની પાયલને છુટાછેડા આપીને તેને અપનાવી લીધી.
સોનાલી બેન્દ્રે: બોલિવૂડની સુંદર અભિનેત્રીઓની ચર્ચામાં સોનાલી બેન્દ્રેનું નામ જરૂર આવે છે. તેણે સરફરોશ જેવી ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાના જલવા બતાવ્યા છે. સોનાલી પણ કેન્સર સામેની લડાઈ જીતવામાં સફળ રહી છે. તેનું નામ પણ ફિલ્મમેકર સાથેના અફેર અને લગ્નના લિસ્ટમાં આવે છે. 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રીને ફિલ્મ મેકર ગોલ્ડી બહેલ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેએ વર્ષ 2002માં લગ્ન કર્યા હતા. તેમને રણવીર નામનો પુત્ર પણ છે.
કલ્કી કોચલીન: લિસ્ટમાં શ્રેષ્ઠ અભિનેત્રી કલ્કી કોચલીન પણ શામેલ છે. તેને પણ બોલીવુડમાં પગ મુક્યા પછી ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સાથે પ્રેમ થયો હતો. જોકે તે સમયે અનુરાગ પરિણીત હોવા છતાં પણ કલ્કિ તેની સાથે અફેરમાં વ્યસ્ત હતી. પછી બંનેએ તેમના અફેરને ઓફિશિયલ બનાવીને લગ્ન કરી લીધા હતા. જોકે, બંનેના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. માત્ર બે વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા અને બંને અલગ થઈ ગયા.