હિન્દી સિનેમા જગતના સુપરહિટ સ્ટાર્સના ઘણા હમશકલને તમે સોશિયલ મીડિયા દ્વારા ઘણી વખત મળી ચુક્યા છો, આ હમશકલ તો માત્ર તેમના જેવા જ દેખાય છે. તેમને જોયા પછી તેમના ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જે હૂબહૂ પોતાની માતા જેવી જ દેખાય છે. જો તમે આજે આ અભિનેત્રીઓની અને તેમની માતાની તસવીર એક સાથે જોશો તો તમારી આંખો છેતરાઈ જશે. તમને અમારી આ પોસ્ટ દ્વારા કેટલીક એવી અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે લુક અને સ્ટાઈલમાં હૂબહૂ પોતાની માતા જેવી જ લાગે છે.
આલિયા ભટ્ટ અને સોની રાઝદાન: આલિયા ભટ્ટ આજના સમયમાં હિન્દી સિનેમા જગતની એક સુંદર અભિનેત્રી છે, જે કોઈ ઓળખની મોહતાજ નથી. પરંતુ જો તમે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનની જૂની તસવીરો જોશો તો તમે પણ છેતરાઈ જશો કારણ કે આ અભિનેત્રી બિલકુલ તેની માતા જેવી જ દેખાય છે. આલિયા ભટ્ટની માતા પણ તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી હતી.
સારા અલી ખાન અને અમૃતા સિંહ: જેમ કે તમે બધા જાણો છો કે સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન હૂબહૂ તેના પિતા જેવો જ દેખાય છે. પરંતુ શું તમે બધા લોકો જાણો છો કે સારા અલી ખાન પણ બિલકુલ તેની માતા અમૃતા સિંહ જેવી જ દેખાય છે, આ બંનેને જોઈને એવું લાગે છે કે જાણે બંને એકબીજાની ટૂ કોપી છે.
અનન્યા પાંડે અને ભાવના પાંડે: કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી અનન્યા પાંડે આજે કોઈ ઓળખની મોહતાજ નથી. પરંતુ જો તમે તેની માતાની જૂની તસવીરો જોશો તો તમારી આંખો ખુલ્લી રહી જશે. કારણ કે અનન્યા પાંડે હૂબહૂ પોતાની માતાના યંગ વર્ઝન જેવી જ દેખાય છે. અનન્યાનો ઓવરઓલ લુક તેની માતાના જૂના લુક જેવો જ દેખાય છે.
તારા સુતરીયા ટીના સુતરીયા: માહિતી માટે તમને જણાવી દઈએ કે, તારા સુતારિયાએ પણ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ’ થી હિન્દી સિનેમા જગતમાં પગ મૂક્યો હતો. આ અભિનેત્રી પોતાની જબરદસ્ત એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. પરંતુ તમને જણાવી દઈએ કે તારા સુતારિયા અને તેની માતાના યંગ વર્ઝનની તસવીર વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ અભિનેત્રી પણ બિલકુલ પોતાની માતા ટીના સુતરિયા જેવી જ દેખાય છે.
શ્રદ્ધા કપૂર શિવાની કોલ્હાપુરી: શ્રદ્ધા કપૂર હિન્દી સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રી હોવા છતાં ખૂબ જ સાદું અને સરળ જીવન જીવે છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રદ્ધા કપૂરને તેની સુંદરતા અને સાદગી કોઈ અન્ય પાસેથી નહિં પરંતુ તેની માતા શિવાની કોલ્હાપુરી પાસેથી મળી છે. અભિનેત્રીની આંખોથી લઈને તેના લુક અને તેની સ્ટાઈલ સુધી બધું તેની માતા સાથે મળતું આવે છે. તેથી એ કહેવું બિલકુલ ખોટું નથી શ્રદ્ધા કપૂર તેની માતા જેવી લાગે છે.