મોટા પડદા પર હિટ પરંતુ ટીવી પર ફ્લોપ રહી આ 5 ટોપ અભિનેત્રીઓ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

જ્યારે નાના પડદાના કલાકારો મોટા પડદા પર કામ કરે છે ત્યારે તે એક ખૂબ જ મોટી વાત માનવામાં આવે છે. સાથે જ બીજી તરફ જ્યારે મોટા પડદાના કલાકારો નાના પડદા પર કે ટીવી સિરિયલોમાં કામ કરે છે ત્યારે તે પણ ચર્ચાનો વિષય બને છે. હિન્દી સિનેમાની ઘણી મોટી અભિનેત્રીઓએ પણ ટીવી સિરિયલોમાં કામ કર્યું છે પરંતુ અફસોસની વાત એ છે કે તેનું ટીવી ડેબ્યૂ ફ્લોપ રહ્યું. દર્શકોએ તેને નાના પડદા પર પસંદ ન કરી. ચાલો આજે 5 એવી જ અભિનેત્રીઓ વિશે જાણીએ.

રવિના ટંડન: રવિના ટંડન 90ના દાયકાની શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રીઓમાં શામેલ છે. રવિના ટંડને પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોના દિલ પર ઊંડી છાપ છોડી હતી. ઘણી સુંદર ફિલ્મોનો ભાગ રહી ચુકેલી રવિનાએ પછી નાના પડદા પર પણ કામ કર્યું હતું.

આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે રવીનાએ પહેલીવાર નાના પડદા પર વર્ષ 2004માં આવેલી સિરિયલ ‘સાહિબ, બીવી ઔર ગુલામ’માં કામ કર્યું હતું. પરંતુ આ સીરિયલ દર્શકોને પસંદ આવી ન હતી. કહેવાય છે કે આ સિરિયલ 6 મહિનામાં જ બંધ થઈ ગઈ હતી.

ભાગ્યશ્રી: ભાગ્યશ્રીએ પોતાની પહેલી જ ફિલ્મથી ધૂમ મચાવી હતી. ભાગ્યશ્રીએ હિન્દી સિનેમામાં પોતાનો પગ વર્ષ 1989માં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી મુક્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા સલમાન ખાને પણ કામ કર્યું હતું. ભાગ્યશ્રીની આ પહેલી જ ફિલ્મ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. પરંતુ આ દરમિયાન તેણે લગ્ન કરી લીધા અને બોલિવૂડથી દૂર થઈ ગઈ હતી. ત્યાર પછી ભાગ્યશ્રીએ સિરિયલ ‘લૌટ આઓ તૃષા’થી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું પરંતુ આ સિરિયલ દર્શકોના દિલ જીતી શકી ન હતી અને ફ્લોપ રહી હતી.

શ્રીદેવી: દિવંગત અને દિગ્ગ્ઝ અભિનેત્રી શ્રીદેવીને હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. છતાં પણ શ્રીદેવીએ નાના પડદા પર કામ કર્યું. હિન્દી સિનેમાની સાથે જ દક્ષિણ ભારતીય સિનેમામાં પણ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના જલવા ફેલાવનાર શ્રીદેવી વર્ષ 2004માં નાના પડદા પર જોવા મળી હતી. જો કે અફસોસની વાત એ છે કે શ્રીદેવી જેવી દિગ્ગ્ઝ અને સદાબહાર અભિનેત્રીને દર્શકોએ નાના પડદા પર નકારી હતી. તે ટીવી સિરિયલ ‘માલિની અય્યર’માં જોવા મળી હતી, આ સિરિયલ કંઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી.

સોનાલી બેન્દ્રે: એક સમયે સોનાલી બેન્દ્રેએ પોતાની સુંદરતાથી દર્શકોને દિવાના બનાવી દીધા હતા. સોનાલી બેન્દ્રે હિન્દી સિનેમાની ઘણી સુંદર ફિલ્મોમાં જોવા મળી છે. 90ના દાયકાની આ અભિનેત્રીએ પણ નાના પડદા પર વર્ષ 2014માં કામ કર્યું હતું. ત્યાર પછી તે સિરિયલ ‘અજીબ દાસ્તાં હૈ યે’માં જોવા મળી હતી પરંતુ અફસોસ કે સિરિયલ ફ્લોપ રહી હતી. ત્યાર પછી તે નાના પડદાથી દૂર જ રહી.

દીપ્તિ નવલ: આ લિસ્ટમાં દીપ્તિ નવલને છેલ્લું સ્થાન મળ્યું છે. દીપ્તિએ પણ નાના પડદા પર કામ કર્યું છે અને તે પણ નાના પડદા પર ફ્લોપ રહી છે. તમને જણાવી દઈએ કે દીપ્તિ નવલે સિરિયલ ‘મેરી આવાઝ હી પહેચાન હૈ’ થી નાના પડદા પર પગ મૂક્યો હતો પરંતુ દીપ્તિ પણ ફ્લોપ રહી હતી. તેમની આ સિરિયલની ગણતરી ફ્લોપની સીરીઝમાં થાય છે.